કાઠમંડુઃ  નેપાળના પૂર્વ પ્રધાનમંત્રી અને કમ્યુનિસ્ટ પાર્ટીના અધ્યક્ષ કમલ દહલ પ્રચંડે કહ્યુ કે, પ્રધાનમંત્રીનું રાજીનામુ દિલ્હીએ નહીં, મેં માંગ્યુ છે. ઓલીએ આ પહેલા પોતાની સરકાર હટાવવાનો પ્રયાસ કરવાનો ભારત પર આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ પુષ્પ કમલ દહલ પ્રચંડનું આ નિવેદન સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી ભારત વિરુદ્ધ ખોટી નિવેદનબાજી કરી ખુદની પાર્ટીમાં ફસાઇ ગયા છે. ઓલીએ ભારત પર પોતાની સરકાર પાડવા અને પ્રધાનમંત્રી પદ પરથી હટાવવા માટે ભારત, ભારતીય મીડિયા અને ભારતીય દૂતાવાસ પર આરોપ લગાવ્યો હતો. 


હવે તેમના માટે પોતાનું નિવેદન મોંઘુ સાબિત થઈ રહ્યું છે. નેપાળ કમ્યુનિષ્ટ પાર્ટીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકના પાંચમાં દિવસે પાર્ટીના ચાર મોટા નેતા કાર્યકારી અધ્યક્ષ પુષ્પ કમલ દહલ પ્રચંડ, પૂર્વ પ્રધાનમંત્રી દ્વય માધવ નેપાળ અને ઝલનાથ ખનાલ તથા પાર્ટી ઉપાધ્યક્ષ બામદેવ ગૌતમે એક સ્વરમાં કહ્યું કે, જો ભારત આ પ્રકારના ષડયંત્રમાં સામેલ છે તો પ્રધાનમંત્રીએ તેના પૂરાવા જાહેર કરવા જોઈએ. 


છેલ્લા ત્રણ દિવસ સુધી ચાલેલી બેઠકથી દૂર રહ્યાં બાદ મંગળવારની બેઠકમાં જ્યારે પ્રધાનમંત્રી આવ્યા તો ચારેય નેતાઓએ આ બેઠકના બધા એજન્ડાને છોડીને પ્રધાનમંત્રીને ભારત પર લગાવવામાં આવેલા આરોપોની પુષ્ટિ કરવાનું કહ્યું હતું. સાથે આ નેતાઓએ કહ્યું કે, જો માત્ર પ્રચાર મેળ વવા અને પોતાની ખુરશી બચાવવા માટે આ ખોટો આરોપ લગાવવામાં આવ્યો છે તો નૈતિકતાના આધાર પર પીએમે રાજીનામુ આપી દેવું જોઈએ. બેઠકમાં જ્યારે ઓલીના રાજીનામાની વાત આવી ત્યારબાદ તેઓ બેઠક છોડીને જતા રહ્યાં હતા. બેઠકમાં થયેલા ટી બ્રેક બાદ પણ ઘણા સમય ઓલી દૂર રહ્યા હતા. 


India China Tension: સરહદ પર તણાવ વચ્ચે વધુ સ્પાઇસ-2000 બોમ્બ ખરીદવાની યોજના બનાવી રહ્યું છે ભારત  


પરંતુ થોડીવાર બાદ ઓલી ફરી સ્થાયી સમિતિની બેઠકમાં સામેલ થયા અને તેમણે પાર્ટીના નેતાઓને જવાબ આપતા કહ્યુ કે, આપણી પાર્ટીના જ લોકો બધી જાણકારી લીક કરી રહ્યાં છે. પીએમ ઓલીએ પૂછ્યુ કે બેઠકની અંદરની વાતો દિલ્હીના મીડિયામાં યથાવત રીતે કેમ પહોંચી જાય છે? . પાર્ટીની બેઠકમાં ક્યા નેતા બેઠા છે, જે ભારતીય મીડિયાને સમાચાર પહોંચાડી રહ્યાં છે?  દૂતાવાસના અધિકારી અને દિલ્હી મીડિયાને જાણકારી આપણી પાર્ટીના નેતા તરફથી લીક કરવામાં આવી રહી છે. મારી પાસે આ વાતના પૂરાવા છે. શું મને ખ્યાલ નથી કે મારી પાસે શું કામ રાજીનામુ માગવામાં આવી રહ્યું છે?  મને ખ્યાલ નથી કે કોના ઈશારે આ રાજીનામુ માગવામાં આવી રહ્યું છે. 


હકીકતમાં, ભારત પર પોતાની સરકાર ઉથલાવવાના આરોપ લગાવીને ઓલી ફસાતા જોવા મળી રહ્યાં છે. હવે પાર્ટીના નેતાઓએ કેપી ઓલીને પૂરાવા આપવાનું કહ્યું છે. ભારત સાથે સરહદ વિવાદ વચ્ચે નેપાળના પ્રધાનમંત્રી કેપી ઓલી પોતાની પાર્ટીની અંદર નિશાના પર આવી ગયા છે. નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટીની બુધવારે યોજાયલી બેઠકમાં પ્રધાનમંત્રી ઓલી અને પાર્ટી અધ્યક્ષ પુષ્પ કમલ દહલ પ્રચંડ એક-બીજાનો ખુલીને વિરોધ કરતા જોવા મળ્યા હતા. પુષ્પ કમલ દહલ પ્રચંડ નેપાળના બે વખત પ્રધાનમંત્રી રહી ચુક્યા છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube