નવી દિલ્હી: કોરોના વાયરસે આખી દુનિયાને મોટો ઝટકો આપ્યો છે. લાખો લોકોના મોત થયા છે. ઉદ્યોગ ધંધા ઠપ્પ થઈ ગયા છે અને બેરોજગારી ચરમસીમાએ પહોંચી છે. અર્થવ્યવસ્થાની ગાડી પાટા પરથી ઉતરી ગઈ છે. હજુ પણ હજારો લોકો કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. આ બાજુ  ચીન અને પાકિસ્તાન એક નવા જ પ્રકારનો વાયરસ બનાવવાની કોશિશમાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનની ધરતી પર રચાઈ રહ્યું છે 'ષડયંત્ર'
નવા વાયરસ પ્રોજેક્ટમાં ચીનની એ જ વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી (wuhan institute of virology) નું નામ આવી રહ્યું છે. જ્યાંથી કોરોના વાયરસ ફેલાયો હતો. પરંતુ આ વખતે આ બદનામ લેબોરેટરીના વૈજ્ઞાનિકોએ પાકિસ્તાનની જમીનને ષડયંત્રનો અડ્ડો બનાવ્યો છે. 


આ ષડયંત્રનો ખુલાસો ઓસ્ટ્રેલિયાની એક વેબસાઈટ The Klaxon એ કર્યો છે. જેના ઈન્વેસ્ટિગેટિવ પત્રકરા અને એડિટર એન્થોની ક્લોનના રિપોર્ટ મુજબ ચીનના વુહાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી અને પાકિસ્તાનની સેનાની Defence Science and Technology Organisation (DESTO) વચ્ચે ગુપ્ત રીતે ત્રણ વર્ષનો કરાર થયો છે. 


પબ્લિક લાઈબ્રેરી ઓફ સાયન્સ ના નિગલેક્ટેડ ટ્રોપિકલ ડિસિઝ જર્નલમાં કાયદેસર રીતે રિપોર્ટ પણ છપાઈ રહ્યો હતો. આખી જર્નલ તમે અહીં ક્લિક કરીને વાંચી શકો છો. આ જર્નલ બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઈન્ડેશનના પૈસાથી ચાલે છે. 


આ રિપોર્ટના આધારે બિલ ગેટ્સે કહ્યું હતું કે આવા વાયરસથી મહામારી ફેલાય તો દુનિયામાં લાખો લોકોના જીવ જઈ શકે છે. સ્પષ્ટ છે કે ગેટ્સનો ઈશારો ક્યાંકને ક્યાંક કોરોના વાયરસ તરફ હતો જે હવે આખી દુનિયા માટે જોખમ બની ચૂકેલો છે. 


આ રીતે મામલાનો થયો પર્દાફાશ
બિલ ગેટ્સની રિસર્ચ મેગેઝીનમાં આ રિસર્ચના તારણો છપાયા બાદ ભારત સરકાર હરકતમાં આવી હતી. આ અભ્યાસ માટે ભારત સરકાર પાસેથી કોઈ ઔપચારિક મંજૂરી લેવાઈ નહતી. આ રિસર્ચ વર્ષ 2017માં થયો હતો. જેનો ખુલાસો થતા ભારત સરકારે તેને ગંભીરતાથી લીધો અને તપાસ કરાવી. દેશના પ્રતિષ્ઠિત અખબાર ધ હિન્દુમાં રિપોર્ટ પણ છપાયો હતો. અહીં ક્લિક કરીને તમે આ રિપોર્ટ અંગે વાંચી શકો છો. 


તપાસ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના પાંચ સભ્યોની ટીમે કરી હતી. જેમાં જાણવા મળ્યું કે નાગાલેન્ડના મિમી ગામમાં સરકારની મંજૂરી વિના ગુપ્ત રિસર્ચ પરીક્ષણનું કામ ચાલતું હતું. 


ચોરીથી ચીને તૈયાર કર્યો વાયરસ
એક વરિષ્ઠ પત્રકારે એવો પણ દાવો કર્યો છે કે અમેરિકાના હાવર્ડ યુનિવર્સિટીથી ચોરાયેલા સેમ્પલ્સ અને નાગાલેન્ડમાં કરાયેલા શોધના આધારે ચીનની વુહાન યુનિવર્સિટીમાં કોરોના વાયરસ ડેવલપ કરવામાં આવ્યો. જેનો વીડિયો તમે અહીં જોઈ શકો છો.  આ સાથે એવો પણ દાવો થઈ રહ્યો છે કે તેના સેમ્પલની એક બોટલ તૂટી ગઈ. ત્યારબાદ આ વાયરસ માણસની કેદમાંથી આઝાદ થઈને આખી દુનિયામાં ફેલાયો. 


લદાખ સરહદે તંગદીલીના તમામ સમાચારો જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube