ન્યૂયોર્ક: US માં ડુંગળીના લીધે થનાર સાલ્મોનેલા (Salmonella) બેક્ટેરિયાના પ્રકોપના લીધે 37 રાજ્યોમાં 650 થી વધુ લોકો બિમાર થઇ ગયા. અમેરિકાના રોગ નિયંત્રણ અને રોકથામ કેન્દ્રએ કહ્યું કે હાલ લગભગ 129 લોકો હોસ્પિટલમાં દાખલ છે અને અત્યાર સુધી કોઇપણ મૃત્યું થયું નથી. ઓગસ્ટ અને સપ્ટેમ્બરના મહિનામાં આ બિમારીની વધવાની સૂચના મળી હતી અને ત્યારબાદ સૌથી વધુ કેસ ટેક્સાસ અને ઓક્લાહોમામાં નોંધાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇંપોર્ટેડ ડુંગળીથી ફેલાઇ રહી છે બિમારી
અમેરિકાના સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ (CDC) એ આ અઠવાડિયે કહ્યું હતું કે ચિહુઆહુઆ, મેક્સિકો (Chihuahua, Mexican State) થી ઇંપોર્ટ કરવામાં આવેલી લાલ, સફેદ અને પીળા રંગની ડુંગળી આ પ્રકોપનું કારણ છે. તેને પ્રોસોર્સ (ProSource Inc.) નામની કંપનીએ સમગ્ર સંયુક્ત રાજ્ય (US) વિતરિત કરી છે. કંપનીએ સ્વાસ્થ્ય અધિકારીઓને જણાવ્યું કે ડુંગળીની આયાત અંતિમ વખતે ઓગસ્ટના અંતમાં કરવામાં આવી હતી. પરંતુ ડુંગળીને મહિનાઓ સુધી ઘરોમાં સંગ્રહિત કરવામાં આવી રહી ચે અને ઘણીવાર આ કોમર્શિયલ યૂઝમાં પણ ઉપયોગ થઇ શકે છે. 

TMKOC: 'તેનો હાથ મારા પેન્ટમાં હતો', બબીતાજીએ વ્યક્ત કરી પોતાના સાથે થયેલી ખૌફનાક ઘટનાની દાસ્તાં


સ્ટિકર વિનાની ડુંગળીને ન ખાવાની સલાહ
અમેરિકામાં ગ્રાહકોને સલાહ આપવામાં આવી રહી છે કે તે ચિહુઆહુઆથી ઇંપોર્ટ અને પોસોર્સ દ્વારા વિતરિત કરવામાં આવેલી લાલ, સફેદ, અથવા પીળી ડુંગળી ન ખરીદો અને ન ખાવ અને કોઇપણ લાલ, સફેદ અથવા પીળી ડુંગળીને ફેંકી દો, જેમાં સ્ટિકર અથવા પેકેજિંગ ન હોય. 


બિમારીના લક્ષણ
સાલ્મોનેલા સંક્રમણ બેક્ટેરિયા (Salmonella bacteria) અના સાલ્મોનેલા સમૂહના કારણે એક બેક્ટેરિયલ રોગ છે જે સામાન્ય રીતે ગૈસ્ટ્રોનોમિકલ બિમારીઓના કારણે બને છે. આ બેક્ટેરિયાના લીધે બિમાર થનારમાં ડાયરિયા તાવ અને પેટમાં દુખાવો જેવા લક્ષણ દેખાડે છે. તેના લક્ષણ 6 કલાકથી લઇને 6 દિવસમાં ક્યારેય પણ જોઇ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube