ન્યૂયોર્કઃ એક પત્રકાર પરિષદને સંબોધતાં સંયુક્ત રાષ્ટ્રના વડાના પ્રવક્તાએ જણાવ્યું કે, મધ્યસ્થતા અંગે સંયુક્ત રાષ્ટ્રોની પોઝિશન અગાઉ જેવી જ છે. સંયુક્ત રાષ્ટ્રોના સેક્રેટરી જનરલ ભલે બંને પક્ષોના સંપર્કમાં હોય, પરંતુ તેમનું સ્પષ્ટપણે માનવું છે કે, કાશ્મીર ભારત અને પાકિસ્તાનનો આંતરિક મુદ્દો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંયુક્ત રાષ્ટ્રોના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરસના મુખ્ય પ્રવક્તા સ્ટીફન ડુજેરિકનું આ નિવેદન આજના સંજોગોમાં ઘણું જ મહત્વનું થઈ જાય છે. કેમ કે, છેલ્લા ઘણા દિવસોથી ઈસ્લામાબાદ કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા માગે છે અને તેની સામે ભારત સતત કહેતું આવ્યું છે કે, કાશ્મીર ભારતની આંતરિક બાબત છે અને તેને ત્રીજા પક્ષની મધ્યસ્થતાની કોઈ જરૂર નથી. 


પાકિસ્તાનમાં પેટ્રોલ કરતાં મોંઘું થયું દૂધ, ભાવ જાણીને તમે રહી જશો ચકિત...


ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ફ્રાન્સના બાયરિટ્ઝ ખાતે યોજાયેલી જી7 સમીટ દરમિયાન ભારતના વડાપ્રધાન મોદી અને સંયુક્ત રાષ્ટ્રના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરસ વચ્ચે વાટા ઘાટો થઈ હતી. આ સમયે તેમમે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમુદ કુરેશી સાથે પણ વાટાઘાટો કરી હતી. સોમવારે ગુટેરસ યુએનમાં પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ મલિહા લોધીની કાશ્મીર મુદ્દે વાટાઘાટો કરવાની વિનંતીને પગલે તેમની સાથે પણ ચર્ચા કરી હતી. 


યુએન પ્રવક્તા ડુજેરિકે જણાવ્યું કે, સંયુક્ત રાષ્ટ્રોના વડાએ આ તમામ નેતાઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે, કાશ્મીરના મુદ્દાનો પાકિસ્તાન અને બારતે દ્વીપક્ષિય વાટાઘાટો દ્વારા ઉકેલ લાવવાનો રહેશે. કાશ્મીર સંપૂર્ણપણે ભારતની આંતરિક બાબત છે. 


જુઓ LIVE TV....


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....