બીજિંગ : ચીનના રાષ્ટ્રપતિ શી ચિનફિંગના અતિમહત્વકાંક્ષી બેલ રોડ (OBOR) યોજનાને તગડો ઝટકો લાગ્યો છે. મલેશિયાએ આ યોજના પરથી પોતાનાં પગલા પાછા ખેંચતા તેને રદ્દ કરી દીધું છે. પોતાની ચીનની યાત્રાના અંતિમ દિવસે આ અંગેની માહિતી આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સહિત વિશ્વનાં તમામ દેશોને ચીનનાં પ્રોજેક્ટ સામે વિરોધ છે. ભારત ગિલગિટ બાલિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) વિવાદિત ક્ષેત્રમાંથી પસાર થનાર ચીનની આ યોજનાને પોતાની સંપ્રભુતાની વિરુદ્ધ ગણાવી રહ્યું છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આશંકા એવી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ચીન આ પ્રોજક્ટ માટે ઉપયોગમાં લેવાનારી કરોડો રૂપિયાની રકમને લોન ટ્રેપ તરીકે વાપરી શકે છે. મલેશિયન વડાપ્રધાન મહાતિર મોહમ્મદતે પણ પૈસાનો હવાલા મુદ્દે યોજનાને રદ્દ કરવાની માહિતી આપી છે. મહાતિરે જણાવ્યું કે, ચીનના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન બંન્નેએ આ નિર્ણયનો સ્વિકાર કર્યો છે. અગાઉ ચીનનો દાવો હતો કે યોજના પર થનારા રોકાણ બંન્ને દેશો માટે ફાયદાનો સોદો છે. 

આ પ્રોજેક્ટમાં 20 અબજ ડોલરની ઇસ્ટ કોસ્ટ રેલ લિંગ અને 2.3 અબજ ડોલરનાં બે એનર્જી પાઇપલાઇન બનવાની હતી જે પહેલાથી જ સસ્પેંડ છે. મહાતિરે કહ્યું કે, આ તમામ પ્રોજેક્ટમાં તેમને અબજો રૂપિયાનો ખર્ચો કરવો પડે તેમ હતા. જે તેમના સામર્થ્ય કરતા ઘણી વધારે છે. ઉપરાંત હાલ મલેશિયનોને તેમની જરૂર પણ નથી. જો કે મહાતિરે તેમ પણ કહ્યું કે, જો જરૂર પડશે તો ભવિષ્યમાં આ પ્રોજેક્ટ ફરીથી ચાલુ કરવામાં આવી શકે છે. વડાપ્રધાને કહ્યું કે, હાલ મલેશિયાનું ફોકસ રાષ્ટ્રીય દેવું ઘટાડવા પર છે. 

પોતાની અગાઉની નજીબ રજકની સરકાર પર મુર્ખતાો આરોપ લગાવતા મહાતિરે કહ્યું કે, પોતાનાં દેવા મુદ્દે અમે સતર્ક નહી રહીએ તો અમે દેવાળીયા થઇ જઇશું. નજીબ રજકને હરાવીનેમ હાતિર સત્તામાં આવ્યા છે. હાલ રજક પર ભ્રષ્ટાચારનાં ઘણા કેસ ચાલી રહ્યા છે. મહાતિરે કહ્યું કે, આ પ્રોજેક્ટથી બહાર નિકળવા માટે પેનલ્ટી તરીકે તેમણે ઘણા પૈસા ચુકવવા પડશે. સાથે તેમણે તેમ પણ જણાવ્યું કે, આ પ્રોજેક્ટ્ માટે તેમણે આપેલા અત્યાર સુધીનાં પૈસાનું શું થયું.