ઝી બ્યૂરો, અમદાવાદઃ સુંદર, સેક્સી અને યંગ દેખાવવું બધાનું સપનું હોય છે. જેમાં ખાસ કરીને મહિલાઓમાં વધુ ક્રેઝ જોવા મળતો હોય છે. જેથી મહિલાઓ હંમેશા પોતાની સુંદરતાને લઈને ખુબ જ કાળજી રાખતી હોય છે. સુંદરતા માટેના દુનિયાભરમાં અલગ અલગ માપદંડ હોય છે. દરેક દેશમાં દરેક શહેર માટે અલગ અલગ માપદંડ જોવા મળતા હોય છે. જેમાં ઘણા માપદંડ વિચિત્ર પણ હોય છે. જો કે સુંદરતાને લઈને માપદંડ હોવા એ માત્ર માન્યતા જ છે. સુંદરતાનો આજના યુગમાં એટલો ક્રેઝ વધી ગયો છે કે લોકો તમામ હદ પાર કરી દેતા હોય છે. કોઈ સર્જરી કરાવે તો કોઈ અવનવા ઉપાયો કરી પોતાને સૌથી સુંદર બનાવવાના ચક્કરમાં જોવા મળતા હોય છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રંગ, રૂપ અને દેખાવના આધારે જ લોકોને સુંદર ગણવા એ કોઈ ઠોસ પદ્ધતિ નથી. દરેકનું પોતાનું અસ્તિત્વ હોય છે. દરેકનું અલગ અસ્તિત્વ અને ખાસ ઓળખ હોય છે. ત્યારે દરેકે સુંદરતાના માપદંડ પાછળ ન ભાગવું જોઈએ. પરંતુ દુનિયામાં સુંદરતા  અંગે અજીબો ગરીબ માપદંડ બનતા રહે છે. આજે આવા જ દુનિયાભરના સંદરતાના માપદંડો વિશે વાત કરીશું. જો કે આ માપદંડ કોઈ આઘાર ભૂત નથી કે આવું હોય તો જ તે વ્યક્તિને સુંદર ગણી શકાય.

Rekha નું Beauty Secret સામે આવી ગયું છે! હવે ખુલી ગયું વર્ષોથી છુપાયેલું રેખાની ખુબસુરતીનું રાઝ

બ્રિટન (Britain):
સૌથી પહેલાં વાત બ્રિટનની કરીએ, બ્રિટનમાં મહિલાઓ પર શરીરનો રંગ શ્યામ કરવાનું ભૂત સવાર છે. જેને ખુબ જ અબિજ મનાય છે. ભારતમાં શ્યામ રંગને ઓછું સુંદર ગણવામાં આવે છે. જેની સાબિતી છે ભારતના માર્કેટમાં ઢગલાબંધ ઉપલ્બંધ બ્યુટી ક્રિમો. જો કે બ્રિટનમાં મહિલાઓ વ્હાઈટનેસ ઓછી કરવા ટેનિંગ સ્પ્રે અને ટેનિંગ બેડનો ઉપયોગ કરે છે. બ્રિટનમાં 59 ટકા મહિલોઓ મહિનામાં ઓછામાં ઓછું 5 વખત ચામડીનો રંગ બદલવા આ પદ્ધતિનો ઉપયોગ કરે છે.

અમેરિકા:
અમેરિકામાં મહિલાઓમાં સંપત્તિ રાખવી અને સર્જરી કરાવવાનું ક્રેઝ હોય છે. કાયલી જેનર અને કિમ કર્દાશિયન જેવી હસ્તીઓના લીધે અમેરિકામાં આ ચલણ વધ્યું છે. અમેરિકામા હજારોની સંખ્યામાં મહિલાઓ કોસ્મેટિક પ્રક્રિયા અને સર્જરી કરાવી રહી છે.

બ્રાઝીલ:
બ્રાઝીલની મહિલાઓમાં સુંદરતા માટે અજીબ શોખ જોવા મળે છે. બ્રાઝિલમાં મહિલાઓમાં નાના સ્તન અને રાઉન્ડ બોટમ્સનો ક્રેઝ જોવા મળે છે. મહિલાઓના શોખના લીધે BBL(બ્રાઝિલિયન બટ્ટ લિફ્ટ) સર્જરી ફેમસ થઈ ગઈ છે. જેને ન માત્ર બ્રાઝીલ પણ દુનિયાભરમાં મહિલાઓ અપનાવી રહી છે.

જમૈકા:
સ્વસ્થ શરીર હોવું સારી વાત છે. પરંતુ ક્યારેક સ્વસ્થ શરીર બતાવવા માટેનો ક્રેઝ વધુ ઘાતક બની જતું હોય છે. જમૈકામાં મહિલાઓમાં સારી બોડી દેખાડવાનો શોખ ચરમસીમાએ પહોંચ્યો છે. જમૈકમાં એવો ક્રેઝ છે કે સારી બોડી દેખાડવા મહિલાઓનું વજન 70થી 95 કિલોગ્રામ વચ્ચે હોવું જોઈએ. હિપ્સ અને મોટા બોટમ્સ માટે જમૈકામાં મહિલાઓ ખાસ પ્રકારની ગોળીઓનો સહારો લેતી હોય છે. જેને ચીકન પિલ્સના નામે ઓળખવામાં આવે છે. આ ગોળીઓને ઝડપથી વિકાસ થાય તેના માટે મરઘીઓને આપવામાં આવે છે. પરંતુ સારી બોડી દેખાડવાના ક્રેઝમાં જમૈકામાં મહિલાઓ પણ આવી ગોળીઓનું સેવન કરે છે.

Sherlyn નું ફિગર જોઈ જાણીતા ફિલ્મમેકરે તેની સામે કરી દીધું હતું લિંગ પ્રદર્શન! Pics જોઈ તમે પણ ચોંકી જશો

ફ્રાંસ:
પેરિસની ફેશન તો હંમેશાથી જાણીતી છે. પરંતુ તમે એ જાણો છો કે ફ્રાંસની મહિલાઓમાં અસાધારણ રૂપથી પાતળી દેખાવવાનો ક્રેઝ જોવા છે. આખા પશ્ચિમ યૂરોપમાં ફ્રાંસની મહિલાઓને સૌથી ઉછી ઉંમરની માનવામાં આવતી હોય છે. પરંતુ દરરોજ વધતી જનસંખ્યાના લીધે ફ્રાંસમાં એનોરેક્સિયા સામાન્ય થવા લાગી છે. પાતળી દેખાવવાના ક્રેઝમાં મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહી છે.

ભારત:
ભારતમાં હંમેશા ચમકદાર ત્વચા માટેનો ક્રેઝ રહ્યો છે. દુનિયાભરમાં આલોચના બાદ પણ હજુ ભારતમાં બ્યુટી પ્રોડક્ટની ભરમાર જોવા મળે છે. જે તમારી ચામડીને ચમકદાર બનાવવાના દાવા કરે છે. હજુ પણ કેટલાક પ્રદેશોમાં મહિલાઓ પોતાને અને પોતાના બાળકને સુંદર બનાવવા હળદર, મુલ્તાની માટી સહિતના ઘરગથુ નુસ્ખાનો ઉપયોગ કરે છે. જેનો હેતુ માત્ર ચામડીને સુંદર બનાવવાનો જ હોય છે.

વેનેઝુએલા:
દક્ષિણ અમેરિકાના વેનેઝુએલામાં મહિલાઓમાં સ્તન મોટા કરવાનું અજીબ ક્રેઝ જોવા મળે છે. જેથી વેનેઝુએલામાં 15માં જન્મ દિવસ પર બાળકીને ભેટમાં સ્તન વૃદ્ધિ કાર્ડ આપવાનું લોકપ્રિય બન્યું છે. વેનેઝુએલામાં મોટાભાગની સુંદરતાની સ્પર્ધામાં બ્રેસ્ટ એન્લાર્જમેન્ટ કાર્ડ આપવામાં આવે છે. જેને વેનેઝુએલામાં ખુબ જ સામાન્ય વાત ગણવામાં આવે છે.

Jennifer Lopez ના Liplock Photos વાયરલ: સોશલ મીડિયા પર કરી પ્રેમની જાહેરાત, જાણો કોના પર આવ્યું જેલોનું દિલ


ઈરાન:
આમ તો ઈરાનમાં રૂઢિચુસ્ત લોકોનું શાસન છે. મોટાભાગે મહિલાઓ પોતાના શરીરને ઢાંકીને જ બહાર નીકળે છે. તેમ છતા ઈરાનની મહિલાઓમાં નાકને લઈને અજીબ ક્રેઝ જોવા મળે છે. ઈરાનમાં 70 હજારથી વધુ મહિલાઓએ નાકની સર્જરી કરાવી છે. ઈરાનની મહિલાઓમાં એવો ક્રેઝ છે સુંદર લાગવા નાક ખુબ જ મહત્વનું છે. નાકને જ ઈરાનમાં સુંદરતાનો પ્રતિક માનવામાં આવે છે. જેથી શરીર ઢાંકેલો હોવા છતા નાક સુંદર દેખાય તેના માટે મહિલો સર્જરી કરાવે છે.

Kavita Bhabhi ના ફોટા જોવામાં પતી જાય છે ડેટા પેક! 'ભાભી'ની જવાની જોવા ડોસાઓ પણ કરે છે ઉજાગરો

Mastram ની ચણાવાળીએ ઊઘાડી થઈ દેખાડી 'મદમસ્ત' અદાઓ, માદક વીડિયો જોવા સાયબર કેફેમાં લાઈનો!

Hot Actress એ જાણીતા ઉદ્યોગપતિ પર લગાવ્યો Rape નો આરોપ, PM પાસે કરી ન્યાયની માગ!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube