નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan)ના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ (Nawaz Sharif)એ ભારતની સાથે થયેલા કારગિલ યુદ્ધને લઇને નિવેદન આપ્યું છે. તેમણે દેશને આ યુદ્ધ (Kargil War)માં ઘસેડવા માટે પાકિસ્તાની સેનાના 'કેટલાક ખાસ જનરલો'ને જવાબદાર ગણાવ્યા છે અને એમ પણ કહ્યું છે કે કેવી રીતે પાકિસ્તાની સૈનિકો ભોજન અને હથિયાર વિના લડી રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1999ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના પ્રધાનમંત્રી રહી ચૂકેલા નવાઝ શરીફે કહ્યું કે 'કારગિલમાં અમારા હજારો સૈનિકોના મોત માટે કેટલાક જનરલ જવાબદાર હતા. તેમણે જ અમને યુદ્ધમાં ધકેલ્યા હતા. મારા માટે આ જણાવવું દુખદ છે કે જ્યારે અમારા સૈનિકો ટોચ પર હતા તેમની પાસે ભોજન અને હથિયાર ન હતા. ત્યારબાદ પણ તેમણે પોતાના જીવનનું બલિદાન આપ્યું પરંતુ તેનાથી દેશ અથવા સમાજે શું પ્રાપ્ત કર્યું. 


લગભગ 3 મહિના વિતી ગયા નિર્ણાયક યુદ્ધ ભારતની જીત સથે ખતમ થયું છે. ભારતીય સેનાના તત્કાલિન રાજ્ય જમ્મૂ અને કાશ્મીરથી તેને કારગિલ ક્ષેત્રને સફળતાપૂર્વક ખાલી કરાવ્યું હતું, જેના પર પાકિસ્તાની સેનાએ કબજો કરવાનો પ્રયત્ન કર્યો હતો. 


કારગિલની પાછળ હતી તે જ તાકતો હતી
નવાઝ શરીફે એ પણ કહ્યું કે 'કારગીલની પાછ તે તાકતો અને ચહેરા હતા, જેમણે 12 ઓક્ટોબર 1999ના દેશમાં તખ્તાપલટનું કાવતરું રચ્યું હતું અને માર્શલ લો જાહેર કર્ય હતો. પરવેજ મુશર્રફ અને તેમના સાથીઓએ અંગત લાભ માટે સેનાનો ઉપયોગ કર્યો હતો. 


નવાઝ શરીફે આ વાત બલૂચિસ્તાનના ક્વેટામાં 11 વિપક્ષી પાર્ટીઓના ગઠબંધન પાકિસ્તાની ડેમોક્રેટિક મૂવમેન્ટ (PDM)ની રેલીમાં કહી. આ PDM ની ત્રીજી રેલી છે, આ પહેલાં ગુજરાવાલા અને કરાંચીમાં રેલીઓ થઇ હતી. 


તેમણે પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ કમર જાવેદ બાજવા અને પાકિસ્તાની જાસૂસી એજન્સી આઇએસઆઇના જનરલ ફૈજ હમીદને પણ આડે હાથ લીધા. તેમણે કહ્યું કે 'જનરલ બાજવાઈ 2018ની પાકિસ્તાની ચૂંટણીનો જનાદેશ ચોર્યો.. તેમણે ઇમરાન નિયાજીને પાકિસ્તાનના પ્રધાનમંત્રી બનાવ્યા જે જનાદેશ વિરૂદ્ધ છે.' 


આ બીજીવાર છે જ્યારે ત્રણ વાર પાકિસ્તાનના પ્રધાનમંત્રી રહી ચૂકેલા નવાઝ શરીફે સાર્વજનિક રૂપથી દેશના શક્તિશાળી સેના પ્રમુખનું નામ આ પ્રકારે લીધું છે, જે ગત 70 વર્ષોમાં કોઇપણ નેતાએ કર્યું નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube