હ્યૂસ્ટન (અમેરીકા): અમેરીકામાં ડલાસની એક કોર્ટે ભારતીય બાળકી શિરિન મેથ્યૂઝની મોતના મામલે તેના ભારતીય અમેરીકન દત્તક પિતા વેસ્લી મેથ્યૂઝને બુધવારે આજીવન કારાવાસની સજા સંભળાવી છે. 2017માં શિરિનના મોતને લઇ સમગ્ર દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેથ્યૂઝ (39)ને સોમવારે શિરિનની મોતના કેસમાં બાળકને ઇડા પહોંચાડવાના હળવા કિસ્સાઓમાં દોષી ઠહેરાવવામાં આવ્યો હતો. અમેરીકાના ટેક્સાસના અધિકારીઓએ હકિકતમાં તેને હત્યા માટે આરોપ મૂક્યો હતો.


વધુમાં વાંચો:- Video: પ્લાસ્ટિક બેગમાં મળી નવજાત બાળકી, US પોલીએ નામ આપ્યું ‘ઇન્ડિયા’


આ મામલે 12 સભ્યોની જ્યુરીએ બુધવાર બપોરે લગભગ ત્રણ કલાક વિચાર વિમર્શ બાદ સર્વસંમતિથી મેથ્યૂઝને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. તેઓ 30 વર્ષની સજા બાદ પેરોલ માટે અનુરોધ કરી શકે છે.


અમેરિકાન મીડિયાના સમાચારોમાં કહેવામાં આવ્યું કે, જ્યારે ન્યાયાધીશ મેથ્યૂઝને સજા સંભળાવી રહ્યાં હતા ત્યારે તેઓ જ્યૂરીના સભ્યો અથવા ન્યાયાધીશ તરફ જોવાને બદલે બીજી બાજુ જોઇ રહ્યો હતો.


વધુમાં વાંચો:- અમેરિકાના ધમપછાડા સામે ન ઝૂક્યું ભારત, કહ્યું-'રશિયા સાથે સંબંધ ખતમ ન કરી શકીએ'


પ્રોસીક્યુટર્સ દલીલ કરે છે કેરળના રહેવાસી મેથ્યૂઝે ઓક્ટોબર 2017માં શિરિનની હત્યા કરી હતી શિરિનને મેથ્યૂઝ અને તેની પત્ની સિની મેથ્યૂઝે 2016માં બિહારના એક અનાથઆશ્રમથી દત્તક લીધી હતી. ત્યારે મેથ્યૂઝની દલીલ છે કે, શિરિનનું મોત દુધ ન પીવાના કારણે થયું છે.


શિરિન 7 ઓક્ટોબર 2017 ના તેના ઘરેથી ગુમ થઇ ગઇ હતી. 15 દિવસ બાદ તેનો મૃતદેહ તેના ઘરની નજીક એક પુલ પર મળી આવ્યો હતો.


જુઓ Live TV:- 


દુનિયાના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...