વોશિંગ્ટનઃ ત્રણ કૃષિ કાયદા (New Farm Law) ઓ સંસદમાંથી પાછા ખેંચવાના પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) ના નિર્ણયને અમેરિકા (US) માં સ્થાયી થયેલા શીખ સમુદાયે વખાણ્યો છે. શીખોએ કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ખેડૂતો સાથે જોડાયેલા મુદ્દાઓ પર યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'શીખ સમુદાય કરી રહ્યો છે પીએમ મોદીના વખાણ'
શીખ ઓફ અમેરિકા સંસ્થાના જસ્સી સિંહે કહ્યું, 'અમેરિકા (US) માં શીખ સમુદાય ત્રણ કૃષિ કાયદાઓને પાછો ખેંચવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ના નિર્ણયની પ્રશંસા કરી રહ્યો છે. પ્રધાનમંત્રીએ હંમેશા ભારતમાં શીખ સમુદાય અને ખેડૂતોના હિતોનું રક્ષણ કર્યું છે. તેમના દ્વારા બનાવેલા ત્રણ કૃષિ કાયદાઓને પાછા ખેંચવાની હિંમત ફક્ત તે જ કરી શકે છે.


કોરોનાની તેજ રફતાર બાદ અહીં લાગ્યું લોકડાઉન, હવે કોઈ નહીં નીકળી શકે ઘરમાંથી


ગયા વર્ષે બનાવવામાં આવ્યા હતા કૃષિ કાયદા
જણાવી દઈએ કે કૃષિ ક્ષેત્રને સુધારવા માટે મોદી સરકારે (Narendra Modi) ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સંસદ દ્વારા ત્રણ કાયદા ઘડ્યા હતા. જેની સામે પંજાબ અને હરિયાણાના ખેડૂતોએ આંદોલન શરૂ કર્યું હતું. તેમના પક્ષમાં પશ્ચિમ યુપીના ખેડૂતો પણ દિલ્હીના યુપી ગેટ પર આવીને બેસી ગયા હતા.


ઓમિક્રોનથી ભારતમાં ફરી લાગ્યા પ્રતિબંધો, આ રાજ્યમાં નાઈટ કર્ફ્યુ સાથે જાહેર કરી ગાઈડલાઈન


વિરોધ બાદ ત્રણ કાયદા પાછા ખેંચવામાં આવ્યા
લગભગ એક વર્ષ સુધી ધરણા કર્યા બાદ પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) એ આ વર્ષે આ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. આ સાથે નવેમ્બરમાં સંસદના શિયાળુ સત્રમાં કૃષિ કાયદાને પાછા ખેંચવા સંબંધિત કાયદો પણ પસાર કરવામાં આવ્યો હતો. જે બાદ આંદોલનકારી ખેડૂતો પોતપોતાના ઘરે પરત ફર્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube