વોશિંગ્ટન: આગામી 24 કલાકમાં એક મોટું સૌર તોફાન (News About Geomagnetic Storms Earth) પૃથ્વી પર ત્રાટકે તેવી સંભાવના છે. વૈજ્ઞાનિકોને આશંકા છે કે પૃથ્વી સાથે આ સૌર તોફાન (Solar Storm 2022)ની અસર જોવા મળી શકે છે. નાસાએ આગાહી કરી છે કે આ સૌર તોફાન કોરોનલ માસ ઇજેક્શનને કારણે ઉભું થયું છે. યુએસ સ્પેસ વેધર સેન્ટર (SWPC)એ આ સૌર વાવાઝોડાને G-2 શ્રેણીનું ગણાવ્યું છે, જેને ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. સૌથી મજબૂત સૌર વાવાઝોડાને "G5 એક્સટ્રીમ અને સૌથી નબળા સૌર તોફાનને G1 માઇનોર કેટેગરીમાં રાખવામાં આવ્યું છે. સેન્ટર ઓફ એક્સેલન્સ ઈન સ્પેસ સાયન્સ ઈન્ડિયા (CESSI) એ ટ્વીટ કર્યું કે પૃથ્વી સાથે આ સૌર વાવાઝોડું 429 થી 575 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે ટકરાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો સૌર તોફાન ક્યારે ત્રાટકશે
અવકાશ હવામાનશાસ્ત્રી તમિતા સ્કોવએ ટ્વીટ કર્યું કે સૌર વાવાઝોડું 14 અને 15 એપ્રિલે સીધું પૃથ્વી પર ટકરાશે. ત્યારપછી તે વધુ ખતરનાક બની જશે. NASA દ્વારા જણાવ્યું છે કે આ સૌર વાવાઝોડું ભારતીય સમય અનુસાર સાંજે 6 વાગે ટકરાઈ શકે છે. તેમણે એમ પણ જણાવ્યું કે પૃથ્વી સાથે અથડાયા બાદ પાછળથી આવતા દબાણને કારણે આ તોફાન વધુ તીવ્ર બનશે.



પૃથ્વી પર કેમ આવે છે સૌર તોફાન?
સૌર એક્ટિવીટીના ચાર મુખ્ય ઘટકોમાં સૌર જ્વાળાઓ, કોરોનલ માસ ઇજેક્શન, હાઇ-સ્પીડ સૌર પવન અને સૌર ઉર્જા કણોનો સમાવેશ થાય છે. જેના કારણે પૃથ્વી પર સૌર વાવાઝોડા આવતા રહે છે. નાસા અનુસાર, સૂર્યની જ્વાળાઓ પૃથ્વી પર ત્યારે જ અસર કરે છે જ્યારે તે સૂર્યની બાજુમાં હોય છે, જ્યાં આપણી પૃથ્વી છે. આજ રીતે, કોરોનલ માસ ઇજેક્શનમાં સૂર્યમાંથી નીકળતા પ્લાઝ્મા અને ચુંબકીય ક્ષેત્રના વિશાળ વાદળો પૃથ્વી પર ત્યારે જ અસર કરશે જો તેમની દિશા આપણી પૃથ્વી તરફ હશે.


ઉપગ્રહોને પણ થઈ શકે છે નુકસાન 
પૃથ્વી સાથે અથડાતા સૌર વાવાઝોડાને કારણે સૌથી વધુ અસર બાહ્ય વાતાવરણમાં જોવા મળી શકે છે. જેની સીધી અસર પૃથ્વીની પરિક્રમા કરતા ઉપગ્રહો પર પડી શકે છે. વૈજ્ઞાનિકોના મતે જીપીએસ નેવિગેશન, મોબાઈલ ફોન સિગ્નલ અને સેટેલાઇટ ટીવીમાં રૂકાવટ આવી શકે છે. સૌથી નબળું સૌર તોફાન પણ પાવર ગ્રીડમાં વધઘટનું કારણ બને છે.



રેડિયો અને જીપીએસ બ્લેકઆઉટનો ખતરો
વૈજ્ઞાનિક તમિથા સ્કોવ એ સમજાવ્યું કે રેડિયો બ્લેકઆઉટનું જોખમ ઓછું છે, પરંતુ કલાપ્રેમી રેડિયો ઓપરેટરો અને જીપીએસ યૂઝર્સને રાત્રે મુશ્કેલીઓનો સામનો કરી શકે છે. મોટાભાગના સૌર વાવાઝોડા રેડિયો અથવા ઇલેક્ટ્રિકલ બ્લેકઆઉટનું કારણ બને છે. સૌથી શક્તિશાળી કેટેગરીના સૌર વાવાઝોડા વધુ ખતરનાક હોય છે.


સૌર તોફાન ધ્રુવીય પ્રદેશોમાં દેખાડે છે અદભૂત નજારો
સૌર વાવાઝોડાને કારણે રાત્રે પૃથ્વીના ધ્રુવીય પ્રદેશોનો અદભૂત નજારો જોવા મળે છે. રાત્રે આખું આકાશ સુંદર વાદળી પ્રકાશથી ઝગમગે છે. ઔરોરા ત્યારે પ્રગટ થાય છે, જ્યારે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર ચેનલમાં ઇલેક્ટ્રિકલી ચાર્જ થયેલા સૌર કણો ધ્રુવો તરફ જાય છે. અહીં આ કણો પૃથ્વીના વાયુમંડળ સાથે ક્રિયાપ્રતિક્રિયા કરે છે. જેના કારણે તેજસ્વી લીલા રિબન જેવો પ્રકાશ ઉત્પન્ન કરે છે. જ્યારે સૌર જ્વાળાઓ પૃથ્વીના વાતાવરણ તરફ મોટી સંખ્યામાં આવા કણો મોકલે છે, ત્યારે આ પ્રકાશ આકાશમાં દેખાય છે.



લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube