મૈડ્રિડ/ પેરિસ: કોરોના વાયરસની મહામારીના કારણે દુનિયાભરમાં મૃતકોની સંખ્યા એક લાખના આકંડાને પાર કરી ગઇ છે. શનિવારે મોતનો આંકડો 1,03,141 પહોંચી ગયો છે. ચીનમાં ગત વર્ષ ડિસેમ્બરમાં આ વાયરસના ઉદ્ભવ્યા બાદ અત્યાર સુધીમાં 193 દેશોમાં ફાલાઈ ચુક્યો છે. એક લાખથી વધારે લોકોના મોત થયા છે. સંક્રમણથી 17 લાખથી વધારે કેસ નોંધાયા છે. કોરોના વાયરસથી અમેરિકામાં ઈટાલીથી વધારે મોત થયા છે. એએફપી ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર, અમેરિકામાં કોરોના વાયરસથી મોતની સંખ્યા 18,860 પર પહોંચી ગઈ છે. અમેરિકામાં 5થી વધારે લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈટાલી બીજા નંબર પર
કોરોના વાયરસના સંક્રમણથી થયાલા મોત મામલે ઈટાલી બીજા નંબર પર છે. જ્યાં 18849 લોકોના મોત થયા છે. સંક્રમણના મામલે કુલ સંખ્યા 1,47,577 પહોંચી ગઈ છે. સ્પેન કોવિડ-19થી દુનિયામાં સૌથી વધુ પ્રભાવિત દેશમાંથી એક છે. પરંતુ ધીરે ધીરે સંક્રમણથી મરનારની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો હોવાના સંકેત મળી રહ્યાં છે. ફ્રાન્સમાં કોરોના સંક્રમણના 1,24,869 કેસ નોંધાયા છે. જેમાંથી 13,197 લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે બ્રિટનમાં અત્યાર સુધીમાં 73,758 કેસ સામે આવ્યા છે અને મૃતકની સંખ્યા 8,958 સુધી પહોંચી ગઈ છે.


સ્પેનમાં 4800 નવા કેસ
સ્પેનમાં કોરોના વાયરસના સંક્રમણથી થતી મોતની સંખ્યામાં શનિવારે સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે. સરકારે કહ્યું કે, આજે 510 લોકોના મોત આ વાયરસના કારણે થયા છે. છેલ્લા 24 કલાકમાં આંકડાઓ સાથે દેશમાં મૃતકોની કુલ સંખ્યા 16,353 થઈ છે. જ્યારે પુષ્ટ મામલે સંખ્યા 4800 નવા કેસ સામે આવ્યા બાદ વધી 161,852 થયા છે. સ્વાસ્થ્યમંત્રીએ શુક્રવારે કહ્યું કે, સોમવારથી મેટ્રો અને ટ્રેન સ્ટેશનો પર માસ્કનું વિતરણ કવામાં આવશે. કેમ કે, કેટલીક કંપનીઓ બે સપ્તાહ સુધી બંધ રહ્યા બાદ ફરીથી ખુલ્લી ગઈ છે.


મહામારીનો સૌથી ખરાબ દોર
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, મહામારીનો સૌથી ખરાબ દોર પસાર થઈ રહ્યો છે. પરંતુ લોકોને અનુરાધ કરવામાં આવી રહ્યો છે કે, કોરોના વાયરસના પ્રસારને રોકવા માટે 14 માર્ચથી દેશમાં લગાવવામાં આવેલા લોકડાઉનનું કડક પાલન કરવામાં આવે. તમને જણાવી દઇએ કે, સ્પેનમાં આ પ્રતિબંધ 25 એપ્રિલ સુધી લાગૂ રહેશે. ત્યારે સરકારે આ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ બે સપ્તાહ માટે બંધની સમયમર્યાદા વધારી શકે છે.
(ઇનપુટ: એજન્સી)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube