મેડ્રિડ, સ્પેન: ભલે યુરોપીયન સરકારોએ બુધવારે હાઈડ્રોક્સીક્લોરોક્વીનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હોય પરંતુ સ્પેન (Spain)નું કહેવું છે કે તેમને Covid-19ના દર્દીઓની સારવાર માટે હાઈડ્રોક્સીક્લોરોક્વીન (HCQ)ના ઉપયોગમાં પ્રતિબંધ મૂકવા માટે કોઈ કારણ દેખાતુ નથી.  ફ્રાન્સ, ઈટાલી, અને બેલ્જિયમ સહિત અનેક યુરોપીયન દેશોએ સોમવારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના નિર્ણય બાદ સુરક્ષા ચિંતાઓ કારણસર હાઈડ્રોક્સીક્લોરોક્વીનની ટ્રાયલ પર રોક લગાવી દીધી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રિટનના એક નિયામકે બુધવારે કહ્યું કે અન્ય એક ટ્રાયલ શરૂ થવાના એક અઠવાડિયાની અંદર તેને રોકવામાં આવી. આંશિક રીતે બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા ફંડિંગ થતા આ રિસર્ચને ઓક્સફોર્ડ યુનિવર્સિટી કરી રહી છે જેમાં 40,000 સ્વાસ્થ્યકર્મીઓ સામેલ થાય તેવી આશા હતી. 


Hydroxychloroquine: જે દવાને કોરોના સામે 'સંજીવની' ગણાવામાં આવી હતી, તેની ટ્રાયલ પર WHOએ લગાવી રોક


કેટલાક દર્દીઓ માટે મદદરૂપ છે તેવા પ્રાથમિક રિપોર્ટ્સ આવ્યાં બાદ અનેક દેશોએ હાઈડ્રોક્સીક્લોરોક્વીનને કોવિડ 19ના સંભવિત ઉપચાર તરીકે ઉપયોગમાં લેવા માટે મંજૂરી આપી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તો આ દવાના એક મજબુત સમર્થક હતાં જેમણે આ દવાને 'ગેમ ચેન્જર' પણ ગણાવી હતી. ત્યારબાદ તેમણે જાહેરાત કરી કે ચેપથી બચવા માટે તેઓ આ દવા લઈ રહ્યાં છે. 


જો કે હાલમાં જ કેટલાક અભ્યાસથી આ દવા પર સવાલ ઉભા થયા. બ્રિટિશ મેડિકલ જનરલ ધ લેસેન્ટે કહ્યું કે જે કોરોના વાયરસના દર્દીઓને હાઈડ્રોક્સીક્લોરોક્વીન દવા આપવામાં આવી રહી છે તેમના મૃત્યુ થવાનું જોખમ વધુ છે અને તેમના હ્રદયના ધબકારા ખતરનાક રીતે અનિયમિત થઈ શકે છે. એક લેસેન્ટ અભ્યાસમાં જે દર્દીઓએ આ દવા લીધી હતી તેમનામાં મૃત્યુદર ઊચો જોવા મળ્યો હતો. 


સ્પેનિશ હેલ્થ વોચડોગ AEMPS એ કહ્યું કે લેસેન્ટ દ્વારા પ્રકાશિત પેપર એટલું પૂરતું ન હતું કે જેના આધાર પર સ્પેનની હોસ્પિટલોમાં દવાનું પરીક્ષણ બંધ કરી શકાય. 


તેનાથી ઉલટુ બુધવારે ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રાલયે લગભગ બે મહિના પહેલા અપાયેલા એ આદેશને રદ કરી નાખ્યો કે જે હેઠળ હોસ્પિટલના ડોક્ટર વિશેષ પરિસ્થિતિઓમાં કોવિડ 19ના દર્દીઓને હાઈડ્રોક્સીક્લોરોક્વીન આપી શકતા હતાં. 


Coronavirus: ટ્રમ્પ બાદ હવે આ દેશના રાષ્ટ્રપતિ પણ Hydroxychloroquine દવાનું કરી રહ્યા છે સેવન


ફ્રાન્સ અને ઈટાલીમાં દવા એજન્સીઓએ કહ્યું કે ક્લિનિકલ ટ્રાયલ ઉપરાંત આ દવા બીજે ક્યાં ઉપયોગ થવી જોઈએ નહીં. બેલ્જિયમના નિયામકે કહ્યું કે દવાનું મૂલ્યાંકન કરવા હેતુથી થઈ રહેલા ટ્રાયલમાં પણ સંભવિત જોખમને ધ્યાનમાં રાખવા જોઈએ. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube