Coronavirus: ટ્રમ્પ બાદ હવે આ દેશના રાષ્ટ્રપતિ પણ Hydroxychloroquine દવાનું કરી રહ્યા છે સેવન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) બાદ અલ્વાડોરના રાષ્ટ્રપતિ નાયબ બુકેલે (Salvadoran President Nayib Bukele) પણ કોરોના વાયરસ (Coronavirus) વિરૂદ્ધ હાઇડ્રોક્સીક્લોરોક્વિન (Hydroxychloroquine) દવાનું સેવન કરી રહ્યા છે.

Coronavirus: ટ્રમ્પ બાદ હવે આ દેશના રાષ્ટ્રપતિ પણ Hydroxychloroquine દવાનું કરી રહ્યા છે સેવન

નવી દિલ્હી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) બાદ અલ્વાડોરના રાષ્ટ્રપતિ નાયબ બુકેલે (Salvadoran President Nayib Bukele) પણ કોરોના વાયરસ (Coronavirus) વિરૂદ્ધ હાઇડ્રોક્સીક્લોરોક્વિન (Hydroxychloroquine) દવાનું સેવન કરી રહ્યા છે. મંગળવારે બુકેલેએ મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે તે હાઇડ્રોક્સીક્લોરોક્વિન દવા લઇને રહે છે. જોકે તે કોવિડ 19 (Coronavirus) ની સારવાર તરીકે પ્રચારિત નથી કરી રહ્યા. 

રાષ્ટ્રપતિ નાયબ બુકેલેએ કહ્યું કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ભલામણ બાદ તે તેનું કોરોના વાયરસની દવા તરીકે પ્રચાર કરી રહ્યા નથી. જોકે દર્દીઓ ઇચ્છે તો તેની સારવારના ઉપાયમાં તેનું સેવન કરી શકે છે.

બુકેલેએ કહ્યું ''હું તેને મહામારીને ફેલાતા રોકવા માટે લઇ રહ્યો છું. જે પ્રકારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ મહામારીને ફેલાતા રોકવા માટે તેનું સેવન કરી રહ્યા છે, દુનિયાના તમામ મોટા નેતા તેનું સેવન રોગને ફેલાતો રોકવા માટે કરી રહ્યા છે. 

અલ સાલ્વાડોરના અમેરિકી રાજદૂત રોનાલ્ડ જોનસનએ કોરોના મહામારી લઇને એક કાર્યક્રમમાં કહ્યું હતું, મારું માનવું છે કે આ સંકટકાળએ લોકોને પોતાની થોડી સ્વતંત્રતા અને અધિકારોનો ત્યાગ કરવો જોઇએ.'

તમને જણાવી દઇએ કે સોમવારે ડબલ્યૂએચઓએ હાઇડ્રોક્સીક્લોરોક્વિન દવાના ટ્રાયલ પર પ્રતિબંધ લગાવી દીધો છે. તાજેતરમાં જ સ્વાસ્થ્ય ક્ષેત્રની જાણીતિ મેગેજીન ધ લેસેન્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે મેલેરિયાની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી દવા ક્લોરોક્વીન અને હાઇડ્રોક્સીક્લોરોક્વિન (HCQ)નું કોરોના વાયરસના દર્દીઓની સારવારમાં ફાયદો મળવાના કોઇ પુરાવા નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news