Inside Womans Ear: કાન આપણા શરીરના અત્યંત સંવેદનશીલ અંગોમાંથી એક ગણાય છે. કાનમાં જ્યારે પણ કોઈ મુશ્કેલી કે દુખાવા જેવી સમસ્યા થાય ત્યારે આપણે તરત ડોક્ટર પાસે જવું જોઈએ. અનેકવાર કાન સંબંધિત ખુબ જ ચોંકાવનારા મામલા સામે આવે છે. આવો જ એક મામલો ચીનથી સામે આવ્યો છે જ્યાં એક મહિલાના કાનમાં દુખાવો હતો. મહિલા જ્યારે ડોક્ટર પાસે પહોંચી તો તપાસ બાદ એવી વસ્તુ સામે આવી કે મહિલાના હોશ ઉડી ગયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડોક્ટરે કરી તપાસ
મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ઘટના ચીનના એક શહેરની છે. અહીં રહેતી એક મહિલાને છેલ્લા કેટલાક દિવસથી કાનમાં ખુબ દુખાવો થતો હતો. અનેકવાર તેને અવાજ પણ સંભળાતો હતો. ત્યારબાદ એક દિવસ ડોક્ટ પાસે પહોંચી ગઈ અને ડોક્ટરે કાનની તપાસ કરી. તપાસમાં અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો. ડોક્ટરો પણ સ્તબ્ધ થઈ ગયા. તેમણે જાણ્યું કે એક મોટો કરોળિયો જાળું બનાવીને તેના આખા પરિવાર સાથે કાનમાં વસી ગયો હતો. 


પોતાના વિચિત્ર નામથી પરેશાન છે આ મહિલા, જ્યાં જાય ત્યાં દેખાડવું પડે છે ઓળખ પત્ર


એક સાથે 6 પત્નીઓ સાથે રોમાન્સ કરી શકે એ માટે આ કરોડપતિએ એવું કર્યું કે તમે ચોંકી જશો


મા છે કે હેવાન! કોકેઈનના 1000 રૂપિયા માટે 3 વર્ષની દીકરીને વેચી, થયો રેપ અને હત્યા


ડોક્ટરોએ જેવું એ જાળું તોડીને સાઈડમાં કર્યું તો એક સ્પાઈડર વેબ એટલે કે માદા કરોળિયો ત્યાંથી નીકળ્યો જે ત્યાંથી અંદર ભાગવા માંગતી હતી પરંતુ તેને જેમતેમ કરીને બહાર કાઢવામાં આવી. ડોક્ટરનું કહેવું હતું કે આ માદા સ્પાઈડર અંદર બાળક પેદા કરવાની તૈયારી કરી ચૂકી હતી. હાલ સ્પાઈડરને પરિવાર સહિત જાળા સાથે બહાર કાઢવામાં આવ્યું છે. સારી વાત એ હતી કે મહિલાના કાનમાં કોઈ ઈન્ફેક્શન નહતું. તેને દવા આપીને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube