Sri Lanka Crisis Protest: કંગાળ થઇ ગઇ સોનાની `લંકા`, પ્રદર્શનકારીઓએ પીએમના ઘરે લગાવી આગ
આજે શ્રીલંકા આર્થિક સંકટોનો સામનો કરી રહ્યું છે. આ દેશનો ઇતિહાસ રામાયણ કાળ સાથે જોડાયેલો છે, એક સમયે અહીં લંકાપતિ રાવણનું સામ્રાજ્ય અહીં હતું. જોકે શ્રીલંકાનું જૂનું નામ લંકા હતું, પરંતુ પછી આ નામને સન્માન આપતાં શ્રી શબ્દ જોડવામાં આવ્યો.
Sri Lanka Crisis Protes: આજે શ્રીલંકા આર્થિક સંકટોનો સામનો કરી રહ્યું છે. આ દેશનો ઇતિહાસ રામાયણ કાળ સાથે જોડાયેલો છે, એક સમયે અહીં લંકાપતિ રાવણનું સામ્રાજ્ય અહીં હતું. જોકે શ્રીલંકાનું જૂનું નામ લંકા હતું, પરંતુ પછી આ નામને સન્માન આપતાં શ્રી શબ્દ જોડવામાં આવ્યો. દક્ષિણ એશિયામાં હિંદ મહાસાગરના ઉત્તરી ભાગમાં સમુદ્રી દ્રીપ પર સ્થિત આ દેશ એકદમ સુંદર છે.
સોનાની લંકા કહેવાતી આજે આર્થિક સંકટનો સામનો કરી રહી છે, રાજકીય 'લંકા' લૂંટાઇ ગઇ છે ત્યારે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે રાષ્ટ્રપતિ ભવન છોડીને ભાગી ગયા છે. શ્રીલંકાના પીએમ રાનિલ રાનિલ વિક્રમસિંઘે રાજીનામું આપી દીધું છે. ત્યારબદ પણ દેશમાં સ્થિતિ બેકાબૂ બની ગઇ છે. પ્રદર્શનકારીઓએ રાનિલ વિક્રમસિંઘેના ખાનગી નિવાસસ્થાનમાં આગ લગાવી દીધી છે.
શ્રીલંકામાં સ્પીકર બનશે નવા રાષ્ટ્રપતિ! ગોટબાયાના ઘર પર પ્રદર્શનકારીઓનો કબજો
Sri Lanka Crisis: શ્રીલંકાના રાષ્ટ્રપતિ આવાસ છોડી ભાગ્યા, પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવન ઘેર્યું
રાષ્ટ્રપતિ પાસે કરી રાજીનામાની માંગ
તમને જણાવી દઇએ કે આ પહેલાં આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા શ્રીલંકાની હાલત સતત બગડતી જાય છે. આખા દેશની જનતા મોંઘવારીની મારથી પરેશાન છે. શ્રીલંકાની જનતા ગત કેટલાક મહિનાથી વિજળી અને ઇંઘણના સંકટ સામે ઝઝૂમી રહી છે. દેશની આ દશા મઍટે જનતા શ્રીલંકાના સત્તાધારી પરિવારને દોષી માની રહી છે. એટલા માટે જ પ્રદર્શનકારી રાષ્ટ્રપતિ ભવન સામે પ્રદર્શન કરવા પહોંચી ગયા.
પ્રધાનમંત્રીએ બોલાવી ઇમરજન્સી બેઠક
શ્રીલંકામાં પ્રદર્શનકારી રસ્તા પર ઉતર્યા છે સ્થિતિ કાબૂમાં નથી, શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે સ્થિતિ પર ચર્ચા કરવા અને કેટલાક સમાધાન નિકાળવા માટે પાર્ટીના નેતાઓની ઇમરજન્સી બેઠક બોલાવી છે. પ્રધાનમંત્રી વિક્રમસિંઘેએ સ્પીકર પાસેથી સંસદ સત્ર બોલાવવાની માંગ કરી છે. હવે આ બેઠકમાં શું કંઇ નિકળીને આવશે તે તો આગામી સમય જ બતાવશે પરંતુ પ્રદર્શનકારીઓને કાબૂમાં ન કરવામાં આવ્યા તો સ્થિતિ વધુ બગડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube