શ્રીલંકામાં સ્પીકર બનશે નવા રાષ્ટ્રપતિ! ગોટબાયાના ઘર પર પ્રદર્શનકારીઓનો કબજો
શ્રીલંકાના પીએમ રાનિલ વિક્રમ સિંઘે રાજીનામું આપી દીધું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે 'તમામ નાગરિકોની સુરક્ષા સહિત સરકારની નિરંતરતા સુનિશ્વિત કરવા માટે, હું આજે પાર્ટી નેતાઓની સર્વદળીય સરકાર માટે રસ્તો બનાવવાની સૌથી ભલામણને સ્વિકાર કરું છું. તેને સુગમ બનાવવા માટે હું પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપીશ.'
Trending Photos
Sri Lanka Crisis News: શ્રીલંકામાં સ્થિતિ વધુને વધુ ખરાબ થતી જાય છે. ક્રોધે ભરાયેલા લોકો રસ્તા પર આવીને પ્રદર્શન કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના રાજીનામાની માંગને લઇને દેશમાં ઠેર ઠેર ભારે બબાલ મચી છે. હજારો પ્રદર્શનકારી રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના રાજીનામાની માંગ કરતાં શનિવારે મધ્ય કોલંબોના અતિ સુરક્ષાવાળા ફોર્ટ વિસ્તારમાં રાષ્ટ્રપતિ સત્તાવાર આવાસમાં બળજબરીપૂર્વક ઘૂસી ગયા હતા. ગંભીર આર્થિક સંકટને લઇને પ્રદર્શનકારી સરાકારના વિરૂદ્ધ ઘણા દિવસોથી પ્રદર્શન કરી રહ્યા છે. માર્ચથી જ રાજપક્ષે પર રાષ્ટ્રપતિ પદેથી રાજીનામું આપવા માટે દબાણ વધી રહ્યું છે.
સ્પીકર બની શકે છે શ્રીલંકાના કાર્યવાહક રાષ્ટ્રપતિ
ગોટબાયા એપ્રિલમાં પ્રદર્શનકારીઓ દ્વારા તેમના કાર્યાલયમાં પ્રવેશ દ્રાર પર કબજો કર્યા બાદથી જ રાષ્ટ્રપતિ આવાસને પોતાના આવાસ તથા કાર્યાલય તરીકે ઉપયોગ કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દેશમાં હિંસાને લઇને સ્પીકરે ઇમરજન્સી બેઠક બોલાવી છે. તેમાં ગોટબાયાનાના રાજીનામ પર ચર્ચા કરવામાં આવી રહી છે. ગોટબાયાએ રાજીનામું આપ્યું તો સ્પીકર આગામી રાષ્ટ્રપતિ ચૂંટાય ત્યાં સુધી કાર્યવાહક રાષ્ટ્રપતિ બની રહેશે.
#WATCH | Sri Lanka: People gather in large numbers outside the Presidential Secretariat in Colombo as the beleaguered island-nation witnesses massive protests amid ongoing economic turmoil
(Source: Reuters) pic.twitter.com/H2AprxYxsN
— ANI (@ANI) July 9, 2022
શ્રીલંકાના પીએમએ આપ્યું રાજીનામું
શ્રીલંકાના પીએમ રાનિલ વિક્રમ સિંઘે રાજીનામું આપી દીધું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે 'તમામ નાગરિકોની સુરક્ષા સહિત સરકારની નિરંતરતા સુનિશ્વિત કરવા માટે, હું આજે પાર્ટી નેતાઓની સર્વદળીય સરકાર માટે રસ્તો બનાવવાની સૌથી ભલામણને સ્વિકાર કરું છું. તેને સુગમ બનાવવા માટે હું પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપીશ.'
To ensure the continuation of the Government including the safety of all citizens I accept the best recommendation of the Party Leaders today, to make way for an All-Party Government.
To facilitate this I will resign as Prime Minister.
— Ranil Wickremesinghe (@RW_UNP) July 9, 2022
અનુરા કુમારા દિસાનાયકે બનશે આગામી રાષ્ટ્રપતિ-સૂત્ર
એસએલપીપી મહાસચિવ સાગર કરિયાવાસમે વિમુક્તિ પેરામુનાને નેતા નિયુક્ત કરવાની ભલામણ કરી છે. સૂત્રોનું કહેવું છે કે અનુરા કુમારા દિસાનાયકે આજે સાંજે પાર્ટી નેતાઓની બેઠક દરમિયાન દેશના આગામી રાષ્ટ્રપતિના રૂપમાં ચૂંટવામાં આવ્યા છે.
શ્રીલંકા પીએમઓએ કહ્યું- પીએમ રાજીનામું આપવા તૈયાર
પીએમઓએ કહ્યું કે પ્રધાનમંત્રી રાનિક વિક્રમસિંઘે પાર્ટી નેતાઓને કહ્યું કે તે દેશના પ્રધાનમંત્રી પદેથી રાજીનામું આપવા અને સર્વદળીય સરકાર માટે રસ્તો બનાવવા માટે તૈયાર છું.
આ પહેલાં મોંઘવારીથી પરેશાન લોકોનું પ્રદર્શન ચાલી રહ્યું છે. શ્રીલંકામાં આ પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ ભવનને ઘેરી લીધું. પ્રદર્શનકારીઓના ઉગ્ર થતાં જોઇ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે રાષ્ટ્રપતિ ભવન છોડીને ભાગી ગયા. પ્રદર્શનકારીઓએ શ્રીલંકા રાષ્ટ્રપતિ ભવન બહાર જોરદાર હંગામો કર્યો. કેટલાક પ્રદર્શનકારી રાષ્ટ્રપતિ ભવનમાં ઘૂસી ગયા. આ પ્રદર્શનકારી રાષ્ટ્રપતિ ભવનના સ્વિમિંગ પૂલમાં પણ નહાતા જોવા મળ્યા. માનવામાં આવી રહ્યું છે કે હવે શ્રીલંકાના રાષ્ટ્રપતિ ભવન પર આ પ્રદર્શનકારીઓએ કબજો જમાવી લીધો છે.
રાષ્ટ્રપતિ પાસે કરી રાજીનામાની માંગ
તમને જણાવી દઇએ કે આ પહેલાં આર્થિક સંકટ સામે ઝઝૂમી રહેલા શ્રીલંકાની હાલત સતત બગડતી જાય છે. આખા દેશની જનતા મોંઘવારીની મારથી પરેશાન છે. શ્રીલંકાની જનતા ગત કેટલાક મહિનાથી વિજળી અને ઇંઘણના સંકટ સામે ઝઝૂમી રહી છે. દેશની આ દશા મઍટે જનતા શ્રીલંકાના સત્તાધારી પરિવારને દોષી માની રહી છે. એટલા માટે જ પ્રદર્શનકારી રાષ્ટ્રપતિ ભવન સામે પ્રદર્શન કરવા પહોંચી ગયા.
પ્રધાનમંત્રીએ બોલાવી ઇમરજન્સી બેઠક
શ્રીલંકામાં પ્રદર્શનકારી રસ્તા પર ઉતર્યા છે સ્થિતિ કાબૂમાં નથી, શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે સ્થિતિ પર ચર્ચા કરવા અને કેટલાક સમાધાન નિકાળવા માટે પાર્ટીના નેતાઓની ઇમરજન્સી બેઠક બોલાવી છે. પ્રધાનમંત્રી વિક્રમસિંઘેએ સ્પીકર પાસેથી સંસદ સત્ર બોલાવવાની માંગ કરી છે. હવે આ બેઠકમાં શું કંઇ નિકળીને આવશે તે તો આગામી સમય જ બતાવશે પરંતુ પ્રદર્શનકારીઓને કાબૂમાં ન કરવામાં આવ્યા તો સ્થિતિ વધુ બગડી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે