શ્રીલંકા બ્લાસ્ટ: 290 લોકોની હત્યા કરનાર સંગઠન આવ્યું ચર્ચામાં, વાંચો આ 10 વાતો
શ્રીલંકામાં ચર્ચો અને ફાઇવ સ્ટાર હોટલોમાં રવિવારના ઇસ્ટરના સમયે થયેલા આઠ સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં મૃતકોની સખ્યાં 290 સુધી પહોંચી ગઇ છે. જ્યારે લગભગ 500થી વધુ ઘાયલ થયા છે.
કોલંબો: શ્રીલંકામાં ચર્ચો અને ફાઇવ સ્ટાર હોટલોમાં રવિવારના ઇસ્ટરના સમયે થયેલા આઠ સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં મૃતકોની સખ્યાં 290 સુધી પહોંચી ગઇ છે. જ્યારે લગભગ 500થી વધુ ઘાયલ થયા છે. લિટ્ટેની સાથે ખૂની સંઘર્ષને દૂર થયા બાદ લગભગ એક દશક બાદ આ ઘટનાથી શ્રીલંકાની શાંતી ભંગ થઇ છે. હેરાન કરનારી વાત તો એ છે કે, હજુ સુધી કોઇપણ સંગઠને આ ઘટનાની જવાબદારી લીધી નથી. અત્યાર સુધી અહીં 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જોકે, શરૂઆતી તપાસના આધાર પર શ્રીલંકાની મીડિયામાં કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટનાને નેશનલ તૌહીદ જમાત (National tawhid jamaat) નામના સંગઠને અંજામ આપ્યો છે. આવો સમજવાનો પ્રયત્ન કરીએ કે આખરે નેશનલ તૌહીદ જમાત સંગઠન શું છે?
વધુમાં વાંચો: શ્રીલંકા: કોલંબોમાં એક બોમ્બ નિષ્ક્રિય, 5 ભારતીય સહિત 290 લોકોના મોત
કદાચ આ પહેલી વખત છે કે, આતંરરાષ્ટ્રીય મીડિયામાં નેશનલ તૌહીદ જમાત (Natioanl tawhid jamaat) સંગઠનનું નામ ચર્ચામાં આવ્યું છે. તમે Google પર પણ National tawhid jamaat ટાઇપ કરી સર્ચ કરશો તો કોઇ જાણકારી મળી શકતી નથી. જોકે, શ્રીલંકા સીરિયલ બ્લાસ્ટમાં આ સંગઠનનું નામ આવ્યા બાદ લોકો દુનિયા ભરમાં હાજર જાણકાર આ સંગઠન વિશે જાણકારી ઇન્ટરનેટ દ્વારા શેર કરી રહ્યાં છે. અમે પણ કેટલાક જાણકારોની મદદથી આ સંગઠન વિશે થોડી જાણકારી મેળવવાનો પ્રયત્ન કર્યો છે, જે કદાચ તમને નેશનલ તૌહીદ જમાત વિશે સમજવામાં મદદ મળશે.
ટ્રમ્પે ફરી ભાંગરો વાટ્યો: શ્રીલંકા વિસ્ફોટમાં 13.8 કરોડ લોકોના મોત
2. વર્ષ 2014માં નેશનલ તૌહીદ જમાતના અસ્તિત્વમાં આવતાની સાથે જ શ્રીલંકાના પીસ લવિંગ મુસ્લિમ ઇન શ્રીલંકા (PLMMSL) સંગઠને તેને પ્રતિબંધિત કરવાની માગ શરૂ કરી દીધી હતી. PLMMSLએ તેના માટે શ્રીલંકા સરકારની સાથે સંયુક્ત રાષ્ટ્ર સુધીનો દરવાજો ખખડાવ્યો હતો. જોકે, અત્યાર સુધી નેશનલ તોહીદ જમાત પર પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી.
3. જાણકારોનું માનીએ તો, નેશનલ તૌહીદ જમાત શ્રીલંકામાં ઇસ્લામનો વિસ્તાર વધારવા માગે છે. ધર્મના પ્રચાર-પ્રસાર માટે તે કંઇપણ કરવા તૈયાર રહે છે. આ લોકો વહાબી વિચારધારાને માને છે. જણાવવામાં આવી રહ્યું છે કે, વહાબ અલ્લાહનો સમાનાર્થી શબ્દ છે.
વધુમાં વાંચો: શ્રીલંકા: ફરી વિસ્ફોટથી ધણધણી ઉઠ્યું કોલંબો, મૃત્યુઆંક 207 થયો, સમગ્ર દેશમાં કરફ્યુ
4. દુનિયાના મોટાભાગના ઇસ્લામિક દેશ વહાબી વિચારધારા માનનારાથી દૂર રહે છે. માનવામાં આવે છે કે, વહાબી વિચારધારા માનનારા લોકોથી સંબંધ રાખવો એટલે કે, તમે ઇસ્લામની મૌલિકતાથી દૂર થઇ રહ્યાં છો.
5. આ સંગઠનના સચિવ અબ્દુલ રૈજિકે સાર્વજનિક ભાષણમાં બૌદ્ધ ધર્મ અને તેને માનનારા લોકોને લઇને ઘણા આપત્તિજનક નિવદેન આપ્યા હતા. હિંસા ભડકાવવાના આરોપમાં અબ્દુલ રૈજિકની ધરપકડ કરી લેવામાં આવી હતી.
વધુમાં વાંચો: શ્રીલંકામાં શ્રેણીબદ્ધ 8 વિસ્ફોટ, 207થી વધારે લોકોનાં મોત, શ્રીલંકામાં અરાજક સ્થિતી
6. વહાબી શરૂઆતમાં તે લોકોને કહેવામાં આવ્યું હતું કે, જે મોહમ્મદ સાહેબની સાથે સત્તા હાંસલ કરવા ઇચ્છતા હતા. આજે તેમની કોઇ ખાસ પરિભાષા નથી, કેમ કે, શિયાઓ માટે આળધા સુન્ની વહાબી છે અને સુન્નિઓમાં દરેક એકબીજા માટે વહાબી છે. જે મોહમ્મદ બિન અબ્દુલ વહાબની વિચારથારાની થોડા નજીક હતા તેમને 115 વર્ષ પહેલા જ ઉથલાવી દેવામાં આવ્યા હતા.
7. 17મી સદીમાં સાઉદી અરબમાં એક ઇસ્લામિક સ્કોલર જન્મ્યા, જેમનું નામ મોહમ્મદ હતું અને તેમના પિતાનું નામ અબ્દુલ વહાબ એટલે કે વહાબના માણસ. શેખ મોહમ્મદે તેમની શિક્ષા-દિક્ષા મક્કા અને મદીનામાં લીધી અને તેઓ સાતમી સદીમાંના એક ઇસ્લામી સ્કોલર ઇમામ ઇબ્ન તૈમિયાથી પ્રભાવિત હતા. તે સમયે ઘણી સારી ડાયનેસ્ટી હતી જે આજના સઉદી અરબ પર પોતાની સત્તા માટે લડી રહ્યાં હતા. તેમાંથી એક ડાયનેસ્ટી હતી સઉદ ખાનદાન જેમનું શાસન, શેખ મોહમ્મદથી પ્રભાવિત હતું અને તેઓ પોતાનું રાજ ઘણી હદ સુધી જંગમાં ગુમાવી ચક્યા હતા.
વધુમાં વાંચો: અબુધાબીનું પહેલા હિંદુ મંદિરનો શિલાન્યાસ, કાર્યક્રમમાં જોડાયા હજારો લોકો
આ બંનેએ એક ગઠબંધન કર્યું કે, આપણે બંને મળીને સાઉદી અરબનો આ ભાગ જીતીશું તો સાઉદ ખાનદાનના વંશજ તેના શાસક હશે અને રાજનીતિ જોશે. મોહમ્મદ સાહેબના વંશજ દેશમાં ઇસ્લામિક કાયદો જોશે. આ બંનેએ બીજી ડાયનેસ્ટીથી યુદ્ધ કર્યું અને સઉદી અરબ પર તેમણે પોતાનો કબ્જો જમાવ્યો હતો.
8. વહાબી વિચારધારા માનનાર નેશનલ તૌહીદ જમાતથી જોડાયેલા લોકો કટ્ટર હોય છે. આ સંગઠનમાં તાલીમ જ એવી આપવામાં આવે છે કે, કોઇપણ પ્રકારે ધર્મનો પ્રચાર કરો. જો તેમાં કોઇ વાંધો ઉઠાવે છે તો હિંસાની ચિંતા કરશો નહીં.
વધુમાં વાંચો: આ વ્યક્તિ પૈસા કમાવવા કરતો હતો એવું કામ, જાણીને પોલીસે પણ બે હાથ જોડ્યા
9. શ્રીલંકાની કુલ આબાદી 2.2 કરોડમાં લગભગ 70 ટકા બૌદ્ધ ધર્મના લોકોની છે. જ્યારે 7.5 ટકા ખ્રિસ્તી ધર્મના લોકો છે. લઘુમતી સંખ્યા હવાના કારણે ખ્રિસ્તીઓ પર હુમલા થતા રહે છે. સમગ્ર દુનિયામાં ખ્રિસ્તી વિરુદ્ધ ઇસ્લામની લડાઈ ચાલતી આવી રહી છે. એવામાં નેશનલ તૌહીદ જમાત શ્રીલંકાના લધુમતી ખ્રિસ્તીઓને ડરાવવા અને ધમકાવવા ઇચ્છે છે.
10. નેશનલ તૌહીદ જમાતે ભલે શ્રીલંકામાં ખ્રિસ્તીઓની સામે આટલી મોટી ઘટનાને અંજામ આપ્યો છે, પરંતુ તેમનો ઉદેશ્ય તેના દ્વારા દુનિયાના અન્ય દેશોમાં રહેતા ખ્રિસ્તીઓને સંદેશ આપવાનો પણ હોઇ શકે છે.