કોણ છે Dr. Fauci? Clinton, Bush, Obama, Trump અને Biden અમેરિકાના બધા જ શાસકો લેતા રહ્યાં છે જેમની સલાહ
The American doctor who gets paid more than the president: અમેરિકાની કોરોના વાયરસ ટાસ્ક ફોર્સના મહત્વના સભ્ય ડૉ.એન્થની ફાઉચી અમેરિકી સરકારના સૌથી વધારે પગાર મેળવનારા કર્મચારી છે. તેમને વાર્ષિક 4,17,608 ડોલર એટલે વાર્ષિક 3 કરોડ રૂપિયા મળતા હતા.
જયેશ જોશી, અમદાવાદઃ રોનાલ્ડ રેગન, બિલ ક્લિન્ટન, જ્યોર્જ ડબલ્યુ બુશ, બરાક ઓબામા, ડોનલ્ડ ટ્રંપ અને હવે જો બાઈડેન. આ નામ તો અમેરિકાના છેલ્લાં 6 રાષ્ટ્રપતિના છે. પરંતુ આ તમામ રાષ્ટ્રપતિઓ સાથે એક એવી વ્યક્તિનું નામ સંકળાયેલું છે, જે આજે 80 વર્ષની ઉંમરે પણ અડીખમ રીતે કોરોનાની ટાસ્ક ફોર્સમાં મહત્વની જવાબદારી નિભાવી રહ્યા છે.
કોણ છે ડૉ. એન્થની ફાઉચી:
એન્થની સ્ટીફન ફાઉચી અમેરિકાના ફિઝિશિયન સાઈન્ટીસ્ટ અને ઈમ્યુનોલોજિસ્ટ છે. તે હાલમાં અમેરિકામાં NIAIDમાં ડાયરેક્ટર અને રાષ્ટ્રપતિના ચીફ મેડિકલ એડવાઈઝરની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમનો જન્મ 24 ડિસેમ્બર 1940માં ન્યૂયોર્કના બ્રૂકલીનમાં થયો હતો. તેમના પિતાએ કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કરી પોતાની ફાર્મસીની સ્થાપના કરી. જેમાં તે ફાર્માસિસ્ટ તરીકે કામ કરતા હતા. જ્યારે માતા અને બહેન ફાર્મસીમાં રજિસ્ટરનું કામ કરતા હતા. તે સમયે ફાઉચી પ્રિસ્ક્રિપ્શન લેતા હતા.
ક્યાં અભ્યાસ કર્યો ફાઉચીએ:
ફાઉચીએ શરૂઆતનો અભ્યાસ રેજિસ હાઈસ્કૂલમાં કર્યો. ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ મેનહટની જેસુટ સ્કૂલમાં કર્યો. જ્યાં તે બાસ્કેટબોલની ટીમમાં કેપ્ટન હતા. ત્યારબાદ તેમણે 1958માં ગ્રેજ્યુએશન કર્યુ. 1962માં ફાઉચીએ બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી. ત્યારબાદ તેમણે 1966માં કોર્નેલ યુનિવર્સિટીમાંથી ડોક્ટર ઓફ મેડિસિનની ડિગ્રી મેળવી.
અમેરિકાને અનેક વાયરસથી બચાવ્યું:
1968માં મેડિકલ રેસિડેન્સી પૂરું કર્યા પછી ફાઉચીએ ક્લિનિકલ એસોસિયેટ તરીકે નેશનલ ઈન્સ્ટીટ્યૂટ્સ ઓફ હેલ્થ જોઈન કરી લીધું. ત્યારબાદ 1974માં તે LCI'S ક્લિનિકલ ફિઝિયોલોજી સેક્શનના હેડ બન્યા. 1984 સુધીમાં તે NIAIDના ડાયરેક્ટર બની ગયા. અને અત્યાર સુધી તે આ જગ્યા પર યથાવત છે. ફાઉચીએ અત્યાર સુધી અમેરિકાને HIV/AIDS, સાર્સ, સ્વાઈન ફ્લૂ, મર્સ, ઈબોલા વાયરસમાંથી બચાવ્યું. હાલમાં તે કોરોના નામની મહામારી સામેની લડાઈમાં અમેરિકાનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમને અમેરિકામાં સંક્રમિત બીમારીઓના સૌથી મોટા એક્સપર્ટ માનવામાં આવે છે.
હવે વધુ કેમ નથી દેખાતી 2000 રૂપિયાની નોટ? RBIએ કર્યો મોટો ખુલાસો
6 રાષ્ટ્રપતિઓના સલાહકાર:
ડૉ.ફાઉચી અત્યાર સુધી 6 રાષ્ટ્રપતિ સાથે કામ કરી ચૂક્યા છે. તેમણે જ્યોર્જ ડબલ્યુ બુશની અમેરિકી સરકારને આફ્રિકામાં એઈડ્સ ઈનિશિયેટીવ શરૂ કરવામાં મદદ કરી હતી. આ સિવાય તેમણે દરેક રાષ્ટ્રપતિ સાથે ખભાથી ખભો મિલાવીને કામ કર્યું. અને અમેરિકાને દરેક મહામારી અને બીમારીથી સ્વસ્થ રાખવામાં સિંહફાળો ભજવ્યો.
World Most Expensive Car: આ છે દુનિયાની સૌથી મોંઘી કાર, 200 કરોડ છે કિંમત જાણો કારના ખાસ ફિચર્સ
અનેક વાર વિરોધનો સામનો કરી ચૂક્યા છે:
પોતાના દ્રષ્ટિકોણના કારણે અનેકવાર ડૉ.ફાઉચી નિશાના પર રહ્યા છે. એક મેડિકલ રિસર્ચર તરીકે પોતાના પાંચ દાયકાની કારકિર્દીમાં એન્થની ફાઉચીએ પોતાનું પૂતળું સળગતું જોયું છે. પ્રદર્શનકારીઓના મોંઢે પોતાને હત્યારો કહેતા સાંભળ્યા છે. ત્યાં સુધી કે તેમની ઓફિસની બારીની બહાર સ્મોક બોમ્બ ફેંકવામાં આવ્યા. તેમણે એક એવા ડોક્ટર તરીકે સેવા કરી, જેમણે પબ્લિક હેલ્થ ક્રાઈસિસનો સામનો કરવા માટે અમેરિકાની મદદ કરી.
આ દિગ્ગજ ક્રિકેટરોએ દેશ માટે બનાવ્યા અઢળક રન, પરંતુ વિદાય મેચ માટે જોતાં રહ્યા રાહ
માણસની ઈમ્યૂન સિસ્ટમ પર કરવામાં આવેલ કામનું શ્રેય:
એક ચિકિત્સક તરીકે ડૉ.ફાઉચીને માણસની ઈમ્યૂન સિસ્ટમ પર કરવામાં આવેલ કામનો શ્રેય આપવામાં આવે છે. જેનાથી એ માહિતી શોધવામાં મદદ મળી કે HIV વાયરસ શરીરની લડવાની ક્ષમતાને કેવી રીતે નુકસાન પહોંચાડે છે. તેમણે zidovudine અને એઈડ્સની સારવાર માટે એન્ટી રેટ્રોવાઈરલ ડ્રગ તરીકે ક્લીનિકલ ટ્રાયલને લીડ કરી.
Instagram યુઝર્સ માટે ખુશખબરી, Reels નો ઉપયોગ કરવાથી મળશે પૈસા
નર્સ સાથે લગ્ન કર્યા:
ડૉ.ફાઉચીએ 1985માં નર્સ અને બાયોએથિસિસ્ટ ક્રિસ્ટીન ગ્રેડીને દર્દીની સારવાર દરમિયાન મળ્યા અને બંને વચ્ચે પ્રેમના અંકુર ફૂટ્યા. ત્યારબાદ બંને પરિણય સૂત્રમાં બંધાઈ ગયા. હાલમાં ગ્રેડી નેશનલ ઈન્સ્ટીટ્યૂટ્સ ઓફ હેલ્થ ક્લિનિકલ સેન્ટરમાં ચીફ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે સેવા આપી રહ્યા છે. તેમને સંતાનમાં ત્રણ પુત્રીઓ છે.
British PM Boris Johnson આ છોકરી સાથે કરવા જઈ રહ્યા છે ત્રીજા લગ્ન, જુઓ તસવીરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube