Suez Canal News: Suez Canal માં 23 માર્ચના રોજ એક કાર્ગો શિપ ફસાઈ જવાથી જામ લાગી ગયો છે. આ શિપનું નામ છે Ever Given. આ નહેરમાં જામ થઈ જવાના કારણે દુનિયાની અર્થવ્યવસ્થા પર અસર પડવાની આશંકા છે. આ બાજુ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે તેઓ પણ હાલાત પર નજર રાખી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લાંબો સમય લાગી શકે છે
400 મીટરના એક મોટા કન્ટેનર શિપના કારણે બ્લોક થયેલી સુએઝ કેનાલને ખુલવામાં અનેક અઠવાડિયાનો સમય લાગી શકે છે. એટલું જ નહીં જેટલા દિવસ સુએઝ કેનાલ બંધ રહેશે, દરરોજ 9 અબજ ડોલરના સામાનની હેરફેર પ્રભાવિત થશે. આ બ્લોક થવાથી અનેક દેશોમાં તેલ સપ્લાય પ્રભાવિત થઈ શકે છે. પરંતુ ભારતના ક્રુડ સપ્લાય પર તેની વધુ અસલ પડવાની વાત થઈ રહી છે. જો કે આ સાથે એમ પણ કહેવાયું છે કે જો અડચણ વધુ દિવસો સુધી રહી તો ટેન્કર રેટ વધી શકે છે. જેના કારણે ફ્યૂલ કન્ઝ્યૂમર્સને નુકસાન  થશે. આ સાથે જ ભારતીય રિફાઈનર્સ દ્વારા યુરોપને પેટ્રો પ્રોડક્ટ્સનું એક્સપર્ટ પણ પ્રભાવિત થઈ શકે છે. 


સૌથી વધુ વ્યસ્ત શિપિંગ ચેનલ્સમાંથી એક
સુએઝ કેનાલ દુનિયાની સૌથી વધુ વ્યસ્ત શિપિંગ ચેનલ્સમાંથી એક છે. કેનાલમાં ફસાયેલા કન્ટેનર શિપને કાઢવામાં લાગેલી એક સેલ્વેજ કંપનીનું કહેવું છે કે કેનાલને અનબ્લોક કરવામાં અનેક અઠવાડિયા લાગી શકે છે. આ કેનાલ બંને દિશાઓમાં બ્લોક થઈ રહી છે. Suez Canal ની ઓથોરિટીનું કહેવું છે કે 9 ટગની મદદથી ફસાયેલા કન્ટેનર શિપને હટાવવાની કવાયત ચાલુ છે. ટગ એ મરીન વેસલ્સને કહે છે જે બીજા જહાજોને ખેંચવા કે ધકેલવા માટે સક્ષમ હોય છે. ઓથોરિટીના જણાવ્યાં મુજબ તેમણે હંગામી રીતે સમગ્ર ટ્રાફિક પર રોક લગાવી દીધી છે. શિપિંગ જર્નલ Lloyd’s List નું અનુમાન છે કે સુએઝ કેનાલના બ્લોક રહેવાથી દરરોજ 9 અબજ ડોલરના સામાનની હેરફેર પ્રભાવિત થશે. 


ભૂમધ્ય સાગરને લાલ સાગર સાથે જોડે છે નહેર
અત્રે જણાવવાનું કે સુએઝ નહેર ઈજિપ્તમાં એક કૃત્રમ સમુદ્ર સ્તરીય જળમાર્ગ છે. આ નહેર ભૂમધ્ય સાગરને લાલ સાગર સાથે જોડે છે અને એશિયા-યુરોપ વચ્ચે સૌથી નાની સમુદ્ર  લિંક પ્રદાન કરે છે. મંગળવારે જાપાનનું 224,000 ટનનું કન્ટેનર જહાજ સુએઝ નહેરથી જઈ રહ્યું હતું ત્યારે હવાના તેજ ઝોકાના કારણે જહાજ પાણીમાં ઘૂમી ગયું અને સમગ્ર નહેરને બ્લોક કરી દીધી. જેના કારણે સૌથી વ્યસ્ત રહેતો દુનિયાનો આ જળમાર્ગ બંધ થઈ ગયો. આ નહેર બ્લોક થવાના કારણે ઓઈલથી લઈને જીવન જરૂરિયાતની બીજી વસ્તુઓ લઈને જતા કાર્ગો જહાજ પણ જામમાં ફસાયા છે. 


30 ટકા શિપ અહીંથી પસાર થાય છે
આ જહાજ નહેરમાં ફસાયેલું રહેવાના કારણે દુનિયામાં અનેક  જરૂરી વસ્તુઓની કિંમતોમાં ઉછાળો આવી શકે છે. ખાસ કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ભાવ કારણ કે દુનિયાનો 12 ટકા વેપાર આ નહેર  દ્વારા થાય છે. દુનિયાના 30 ટકા કન્ટેનર શિપ અહીંથી પસાર થાય છે. 


કેમ મહત્વપૂર્ણ છે સુએઝ કેનાલ
કુલ ગ્લોબલ ટ્રેડમાંથી 10 ટકાની અવરજવર સુએઝ કેનાલ દ્વારા થાય છે. જેમાં વૈશ્વિક તેલ સપ્લાયના 7 ટકા સપ્લાય પણ સામેલ છે. કેનાલ  બ્લોક થયા બાદ ઈન્ટરનેશનલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડની કિંમત લગભગ 3 ટકા વધીને 63 ડોલર પ્રતિ બેલર  થઈ ગઈ છે. કેનલથી હેરફેર થતો માલ સામાન્ય રીતે પૂર્વથી પશ્ચિમ તરફ જાય છે. 


તેલ ઉપરાંત પર્શિયન ગલ્ફથી લિક્વિફાઈડ નેચરલ ગેસ અને ચીનથી ફર્નીચર, કપડાં અને સુપરમાર્કેટ બેસિક્સનો સપ્લાય પણ આ કેનાલ દ્વારા પસાર થાય છે. કેનાલ બ્લોક થવાથી સામાનની ડિલિવરીમાં તો મોડું થઈ રહ્યું છે પણ સાથે ખાલી કન્ટેનર પણ એશિયા પાછા આવી શકતા નથી.


ભારતે બનાવી છે યોજના
જો કે આ સમસ્યામાંથી બહાર આવવા માટે ભારત સરકારે પણ યોજના તૈયાર કરી છે. બચવા માટે કેપ ઓફ ગુડ હોપથી જવાની સલાહ અપાઈ રહી છે. ભારત સરકાર આ યોજના શુક્રવારે એક હાઈ લેવલ મીટિંગ બાદ બનાવી. આ મીટિંગમાં વાણિજ્ય મંત્રાલયના લોજિસ્ટિક વિભાગના ઓફિસરો અને અન્ય લોકો સામેલ થયા. આ બેઠકાં અંતર વધવા પર માલભાડામાં વધારો, કાર્ગોની પ્રાથમિકતા અને નવા રૂટ અંગે ચર્ચા થઈ. 


વાણિજ્ય મંત્રાલયની આ બેઠકની અધ્યક્ષતા વિભાગના વિશેષ સચિવ પવન અગ્રવાલે કરી. તેમની સાથે પોર્ટ્સ-શિપિંગ, ADG શિપિંગ, કન્ટેનર શિપિંગ લાઈસન્સ એસોસિએશન અને ફેડરેશન ઓફ ઈન્ડિયન એક્સપોર્ટ ઓગ્રેનાઈઝેશનના પદાધિકારી પણ સામેલ થયા હતા. બેઠકમાં જાણકારી અપાઈ કે સુએઝ નહેરના ઉત્તર અને દક્ષિણમાં 200થી વધુ જહાજ બ્લોકેજ ખુલવાની રાહ જોઈ રહ્યા છે. ત્યાં રોજ પહોંચનારા લગભગ 60 જહાજ આ કડીમાં વધુ જોડાઈ રહ્યા છે. 


કેપ ઓફ ગુડ હોપ
બેઠકમાં નક્કી કરાયું કે FIEO, MPEDA અને APEDA મળીને શિપિંગ કાર્ગો મૂવમેન્ટને પ્રાથમિકતા આપશે. જે જહાજ કેપ ઓફ ગુડ હોપથી જઈ શકતા હશે તેમને સુએઝ નહેરથી જવાની સલાહ અપાશે નહીં. CSLA એ આશ્વાસન આપ્યું કે તમામ ફ્રેટ કાર્ગો પર પહેલાના કોન્ટ્રાક્ટ જ લાગુ રહેશે. 


મંત્રાલયે કહ્યું કે એકવાર અડચણ દૂર થયા બાદ જેએનપીટી, મુંદ્રા, અને હજીરાના પોર્ટ પર કેટલેક બેન્ચિંગ થઈ શકે છે. અધિકારીઓએ આશ્વાસન આપ્યું કે તેઓ જલદી એક એડવાઈઝરી બહાર પાડશે. જેમાં આવનારા સમયમાં આ પોર્ટ પર બીઝી પીરિયડ દરમિયાન વધારાની વ્યવસ્થા કરવા માટે કહેવાશે. આ ઉપરાંત CSLA ને નિર્દેશ અપાશે કે તેઓ કેપ ઓફ ગુડ હોપ દ્વારા જહાજોની અવરજવરની સગવડ અંગે માહિતી મેળવે. મંત્રાલયે કહ્યું કે કેપ ઓફ ગુડ હોપથી જવાના કારણે જહાજોને 15 દિવસનો વધુ ટાઈમ લાગશે. 


ભારતને શું અસર
સુએઝ નહેરમાં આવેલી અડચણ વૈશ્વિક અર્થવ્યવસ્થાને અસર કરી રહી છે. વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલયના જણાવ્યાં મુજબ ભારત આ નહેર દ્વારા ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, અને યુરોપથી 200 બિલિયન અમેરિકી ડોલરનો સામાન આયાત નિકાસ કરે છે. આ ટ્રેડમાં પેટ્રોલિયમ સામાન, કાર્બનિયક રસાયણ, લોઢું, સ્ટીલ, ઓટોમોબાઈલ, મશીનરી, કપડાં, ગાલીચા, હસ્તશિલ્પ સહિત ફર્નિચર, ચામડાનો સામાન વગેરે સામેલ છે. સુએઝ નહેર સંકટના કારણે હવે આ બધાના વેપારમાં મુશ્કેલી પડી રહી છે. 


PICS: જબરી શોધ થઈ આ તો...આ માસ્ક તમને વાયરસથી પણ બચાવશે અને ખાતી વખતે નડશે પણ નહીં
 


ઈમરાન ખાનનો આ એક PHOTO વાયરલ થતા જ દુનિયામાં હડકંપ મચ્યો, ચારે તરફથી ટીકાનો વરસાદ 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube