ઈમરાન ખાનનો આ એક PHOTO વાયરલ થતા જ દુનિયામાં હડકંપ મચ્યો, ચારે તરફથી ટીકાનો વરસાદ 

પોતાની જનતાને નિયમોના પાલનની સલાહ આપનારા પાકિસ્તાન (Pakistan) ના પ્રધાનમંત્રી ઈમરાન ખાન (Imran Khan)  પોતે કોવિડ 19ના નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. ગત અઠવાડિયે ઈમરાન ખાન કોરોના પોઝિટિવ (Corona Positive) નીકળ્યા હતા આમ છતાં તેમણે ગુરુવારે વ્યક્તિગત રીતે એક બેઠક યોજી. ઈમરાન ખાનની આ હરકતનો ખુલાસો ખુદ તેમના સૂચના અને પ્રસારણ મંત્રી શિબલી ફરાઝે કર્યો છે. ફરાઝે બેઠકની જાણકારી આપતા એક ટ્વીટ કરી છે. જેમાં ઈમરાન ખાન જોવા મળી રહ્યા છે. 

Updated By: Mar 26, 2021, 07:45 AM IST
ઈમરાન ખાનનો આ એક PHOTO વાયરલ થતા જ દુનિયામાં હડકંપ મચ્યો, ચારે તરફથી ટીકાનો વરસાદ 
તસવીર-ટ્વિટર

ઈસ્લામાબાદ: પોતાની જનતાને નિયમોના પાલનની સલાહ આપનારા પાકિસ્તાન (Pakistan) ના પ્રધાનમંત્રી ઈમરાન ખાન (Imran Khan)  પોતે કોવિડ 19ના નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. ગત અઠવાડિયે ઈમરાન ખાન કોરોના પોઝિટિવ (Corona Positive) નીકળ્યા હતા આમ છતાં તેમણે ગુરુવારે વ્યક્તિગત રીતે એક બેઠક યોજી. ઈમરાન ખાનની આ હરકતનો ખુલાસો ખુદ તેમના સૂચના અને પ્રસારણ મંત્રી શિબલી ફરાઝે કર્યો છે. ફરાઝે બેઠકની જાણકારી આપતા એક ટ્વીટ કરી છે. જેમાં ઈમરાન ખાન જોવા મળી રહ્યા છે. 

જનતાના ઈમરાન ખાનને સવાલ
પ્રધાનમંત્રી દ્વારા કોરોના (Corona Virus) ની રોકથામ માટે બનાવવામાં આવેલા નિયમોના ભંગ પર પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો છે. લોકો સવાલ કરે છે કે જ્યારે નિયમો બનાવનારા જ તેનો ભંગ કશે તો પછી કોરોના સામે જંગ કેવી રીતે લડી શકાશે? સૂચના અને પ્રસારણ મંત્રી શિબલી ફરાઝે (Shibli Faraz)  એક તસવીર પોસ્ટ કરતા લખ્યું છે કે બાની ગાલામાં આજે મીડિયા ટીમ સાથે પ્રધાનમંત્રી. જેમાં કોરોના સંક્રમિત ઈમરાન ખાન છ લોકો સાથે બેઠક કરતા જોવા મળી રહ્યા છે. જો કે ઈમરાન ખાન અને બેઠકમાં સામેલ લોકોએ માસ્ક  પહેરેલા છે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ કર્યું છે. પરંતુ નિયમોનો ભંગ કરતા તેમની આકરી ટીકા થઈ રહી છે. 

સોશિયલ મીડિયા પર લોકોએ લગાવી ફટકાર
સોશિયલ મીડિયા પર યૂઝર્સે ઈમરાન ખાન વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. કેટલાક યૂઝર્સે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સનનો હવાલો આપતા કહ્યું કે જ્યારે જ્હોનસન કોરોના સંક્રમિત થયા હતા ત્યારે તેમણે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. એક યૂઝરે ઈમરાન ખાન પર કટાક્ષ કરતા કહ્યું કે બુદ્ધિમાન, અને સમજદાર સરકારો ત્યારે પણ કામ કરે છે જ્યારે તેમના દેશના પ્રમુખ હોય છે. તે પોતે અને બીજાને બંનેને બચાવે છે. એક યૂઝરે લખ્યું કે આ એક મોટી સમસ્યા છે. ઈમરાન પોતે બીમાર છે, તો તેમણે બેઠક માટે એક સારી રીત શોધવી જોઈતી હતી. 

એક દિવસમાં 3900 લોકો  થયા કોરોના પોઝિટિવ
ઝિયો ન્યૂઝે જણાવ્યું કે નેશનલ કમાન્ડ એન્ડ ઓપરેશન સેન્ટર દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં  38,858 કોરોના ટેસ્ટ થયા. જેમાંથી 3946 લોકો પોઝિટિવ નીકળ્યા. પાકિસ્તાનમાં કોરોના પોઝિટિવિટી રેટ વધીને 10.15 થયો છે. નોંધનીય છે કે નેશનલ હેલ્થ સર્વિસના ઈમરાનના વિશેષ સહાયક ફૈસલ સુલ્તાને શનિવારે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી કોરોના સંક્રમિત થયા છે અને ઘર પર આઈસોલેશનમાં છે. તેના બે દિવસ પહેલા જ ઈમરાને ચાઈનીઝ વેક્સીન સીનોફોર્મનો  પહેલો ડોઝ લીધો હતો. 

India સાથે સંબંધ સુધારવા આતુર બન્યું છે પાકિસ્તાન, આ નિવેદનથી દુનિયા પણ ચોંકી

Glasgow study: તાવ-શરદી સારા કારણ કે જો તમારા શરીરમાં આ વાયરસ હશે તો કોરોના કશું બગાડી શકશે નહીં!

વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube