PICS: જબરી શોધ થઈ આ તો...આ માસ્ક તમને વાયરસથી પણ બચાવશે અને ખાતી વખતે નડશે પણ નહીં

કોરોના વાયરસથી બચવા માટે લોકો માસ્ક પહેરી રહ્યા છે પરંતુ માસ્ક લગાવવાના કારણે ઘણી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડતો હોય છે.

કોરોના વાયરસથી બચવા માટે લોકો માસ્ક પહેરી રહ્યા છે પરંતુ માસ્ક લગાવવાના કારણે ઘણી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડતો હોય છે. માસ્ક લગાવવાથી કાનમાં દુખાવો, નાક પર નિશાન બની જવા જેવી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. વારંવાર ભોજન કરતી વખતે માસ્ક ઉતારવું પડે છે. પરંતુ હવે મેક્સિકોના રિસર્ચર્સે એક એવું માસ્ક બનાવ્યું છે કે જેનાથી તમારે ખાતી વખતે પરેશાનીઓનો સામનો નહીં કરવો પડે. 
 

ખાતા ખાતા માસ્ક ઉતારવું નહીં પડે

1/6
image

રિસર્ચર્સે તેને આ નોઝ ઓન્લી માસ્ક (Nose Only Mask) કે ઈટિંગ માસ્ક (Eating Mask) નામ આપ્યું છે. આ માસ્કથી ફાયદો એ થાય છે કે ખાતી વખતે તમારે માસ્ક ઉતારવું નહીં પડે અને તમે તેનેથી તમારું નાક પણ કવર કરીને આરામથી ભોજન કરી શકશો. b

કોવિડથી આ રીતે બચાવશે

2/6
image

મેક્સિકોના રિસર્સર્સે કોવિડ 19થી બચવા સાથે લોકોની સગવડ ધ્યાનમાં રાખીને આવું માસ્ક બનાવ્યું છે. રિસર્ચર્સનું કહેવું છે કે તે ખાતી પીતી વખતે પણ કોરોના વાયરસના સંક્રમણના જોખમને ઓછું કરવામાં મદદરૂપ થશે. 

માસ્ક હટાવશો તો આવશો વાયરસની ઝપેટમાં

3/6
image

રિસર્ચર્સના જણાવ્યાં મુજબ જ્યારે તમે કઈ ખાવા પીવા માટે માસ્ક હટાવશો તો તેનાથી સંક્રમણનું  જોખમ વધી જાય છે અને તમે વાયરસની ચપેટમાં આવી શકો છો. જ્યારે નોઝ ઓન્લી માસ્ક ખાતી પીતી વખતે પણ તમને લગભગ સુરક્ષા આપે છે. 

કોરોનાનો એન્ટ્રી પોઈન્ટ

4/6
image

અમેરિકાની જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યાં મુજબ કોશિકાઓ કે લોકોને કોઈ પણ પ્રકારની ગંધનો અનુભવ કરાવે છે તે કોરોના વાયરસનો મુખ્ય એન્ટ્રી પોઈન્ટ બને છે. આથી આ પ્રકારે નોઝ કવરિંગ્સ બનાવવું જરૂરી છે. 

વિશ્વ આરોગ્ય સંગઠને આપી આ સલાહ

5/6
image

જો કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને એવી સલાહ આપી છે કે લોકોએ એવો માસ્ક પહેરવો જોઈએ કે જે તેમના નાક, મોઢું અને દાઢી ત્રણેયને ઢાંકી દે. 

નોઝ ઓન્લી માસ્ક

6/6
image

નોઝ ઓન્લી માસ્કનો ઉપયોગ તમે ભોજન કરતી વખતે કે કઈ પ્રવાહી ગ્રહણ કરતી વખતે કરી શકો છો.