દાવોસઃ ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું છે કે, આજે ગ્રાહકોને ઘણો બધો ફાયદો થઈ રહ્યો છે, કેમ કે ટેક્નોલોજીના વર્તમાન યુગમાં અનેક સેવાઓ અત્યંત સસ્તી કે પછી મફતમાં જ મળી રહી છે. જોકે, તેમણે સવાલ ઉઠાવ્યો છે કે, હવે જોવાનું એ રહેશે કે આગળ આ બધું ક્યાં સુધી ચાલતું રહેશે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વ આર્થિક મંચ (World Economic Forum-WEF)ની વાર્ષિક બેઠકના એક સત્રને સંબોધિત કરતા રાજને મંગળવારે જણાવ્યું કે, મોટા ઉદ્યોગો પાસેથી આપણને ઘણો બધો ફાયદો થઈ રહ્યો છે. મોટી કંપનીઓની ક્ષમતાનો લાભ લોકોને મળી રહ્યો છે. સાથે જ ગ્રાહકોને પણ ઓછી કિંમતે સેવાઓ મળી રહી છે, જેનાથી સરવાળે જનતાને ફાયદો થઈ રહ્યો છે. 


રાજને ઉદાહરણ આપતા જણાવ્યું કે, ગૂગલ અનેક સેવાઓ મફતમાં આપી રહ્યું છે. રઘુરામ રાજન શિકાગ યુનિવર્સિટીમાં અધ્યયન કરાવે છે. તેમણે જણાવ્યું છે કે, આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુ મફતમાં આવતી નથી. આથી આપણે એ જાણવાની જરૂર છે કે ગ્રાહકને જે કંઈ મફતમાં મળી રહ્યું છે તો આખરે તેની રકમ કોણ ચૂકવી રહ્યું છે?


#10YearsChallange : આ કોઈ ચેલેન્જ નહીં પરંતુ સૌથી મોટી 'છેતરપિંડી' હતી


રાજને જણાવ્યું કે, 'ચોક્કસપણે તેમને ક્યાંક ને ક્યાંકથી તો પૈસા મળી જ રહ્યા છે. આપણે એ જાણવાની જરૂર છે કે જ્યારે ડાટા અને ટેક્નોલોજી મંચની વાત આવે છે તો શું ગ્રાહકો અને જાહેરાતદાતાઓને થતી આવકની સરખામણી કરી શકાય છે.' તેમણે જણાવ્યું કે, આપણે એ વિચારવાનું છે કે ભવિષ્યમાં આ પ્રતિસ્પર્ધા ચાલુ રહેશે કે નહીં. 


અમૂલે લોન્ચ કર્યું કેમલ મિલ્ક, ડાયાબીટીસના દર્દીઓ માટે રહેશે ફાયદાકારક


આ સત્રમાં વક્તાઓએ વિલય, ડિજિટલ મંચ અને બજાર અનિશ્ચિતતાઓ અંગે પણ ચર્ચા કરી હતી. આ સત્રમાં ભાગ લેનારા લોકોમાં બેન્ક ઓફ અમેરિકાના પ્રમુખ બ્રાયન ટી મોયનિહાન, ગૂગલના વરિષ્ઠ ઉપાધ્યક્ષ રૂથ પોરાટ અને બ્લેકસ્ટોન જૂથના મુખ્ય કાર્યપાલક અધિકારી સ્ટીફન શ્વાર્ત્ઝમેનનો સમાવેશ થાય છે. 


વિશ્વના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...