Pakistan માં 7 છોકરીઓ સર્જન બની તો કટ્ટરપંથીઓના પેટમાં તેલ રેડાયું, કહ્યું યુવતીઓને અભણ જ રહેવા દો
નવી દિલ્લીઃ પાકિસ્તાનના જાણીતા ડો.ઈકબાલે કરેલા એક ટ્વિટે કટ્ટરપંથીઓને નારાજ કરી દીધા. આ ટ્વિટમાં ડો.ઈકબાલે તેમની સાત વિદ્યાર્થિનીઓ સાથેનો ફોટો અપલોડ કર્યો હતો. અને આ સાતેય વિદ્યાર્થિની સર્જન બની હોવાની ખુશી વ્યક્ત કરી. બસ તેમના આ ટ્વિટથી કટ્ટરપંથીઓ નારાજ થઈ ગયા છે. ભારતમાં જ નહીં પણ વિશ્વના અનેક દેશોમાં મહિલાઓના આગળ વધવા પર ગર્વ અનુભવવામાં આવે છે. એક પણ ક્ષેત્ર એવા બાકી રહ્યા નથી જ્યાં મહિલાઓએ પોતાના પગ ના જમાવ્યા હતાં. તેમ છતાં સમાજમાં કેટલાક એવા રૂઢિવાદી વ્યક્તિઓ છે જેમને મહિલાઓના આગળ આવવા પર આપત્તિ છે. અને આવું જ કઈક પાકિસ્તાનમાં છે. પણ પાકિસ્તાનમાં તેની માત્રા વધુ હોય તેવું લાગે છે.
મોદી સરકારના મંત્રીના 4000 કરોડના મહેલમાં 8 હાથિયોને કેમ લટકાવાયા હતા છત પર? જુઓ અંદરની તસવીરો
બુરખા અને હિઝાબમાં પેક રહેતી પાકિસ્તાની યુવતીઓએ જ્યારે કોઈ ના કરે તેવું કામ કર્યું તો પાકિસ્તાનના કટ્ટરપંથીઓ નારાજ થઈ ગયા. અને આ મહિલાઓની પ્રગતિને જાહેર કરવાનું કામ અન્ય કોઈએ નથી કર્યું પણ પાકિસ્તાનના જાણીતા ડોક્ટર જાવેદ ઈકબાલે કર્યું છે. ડો.ઈકબાલ એક મોટા સર્જન છે. અને તેમણે એક ટ્વિટ કર્યું કે જેમાં પોતાની સાત વિદ્યાર્થિનીઓ સાથેનો ફોટો અપલોડ કર્યો છે. આ સાતેયને તે પોતાના યુનિટમાં સર્જરીની ટ્રેનિંગ આપી રહ્યા છે. તેમના આ ટ્વિટ પછી કેટલાક યુઝર્સ એટલે કે કહેવાતા કટ્ટરપંથીઓએ તેમને ટ્રોલ પણ કરવાનું શરૂ કરી દીધું. અને લખ્યું છે કે ડો.ઈકબાલ આ મહિલાઓને ભ્રષ્ટ બનાવી રહ્યાં છે.
તો આ તરફ ડો. ઈકબાલે પોતાની સાત વિદ્યાર્થિનીઓ સાથેની ફોટો અપલોડ કરીને લખ્યુ છે કે કોણ કહે છે કે સર્જરી મહિલાઓ નથી કરી શકતી. આ સાતેય મારી વિદ્યાર્થિની છે અને સર્જન છે. મને ગર્વ અને સંતોષ થાય છે કે હું આ તમામને સમાજની સામે લાવવામાં નિમિત બન્યો છું. સિક્કાની બે બાજુ હોય એમ ઘણાં યુઝર્સે તો ડો.ઈકબાલના ટ્વીટ અને ફોટો તથા તેમના નેક ઈરાદાના વખાણ કર્યા છે. સાથે જ યુવતીઓ માટે પ્રેરણાદાયી ગણાવ્યું છે. પરંતુ એવા પણ લોકોની ઉણપ નથી જેણે ડો.ઈકબાલના ટ્વિટને લઈને કહી દીધું છે કે મહિલાઓને સર્જન ન બનાવવી જોઈએ. એક યુઝર્સે તો એવું લખી દીધું છે કે "તેણીને ગેરમાર્ગે ના દોરો, તેણીનું સારી માતા અને સારી પત્ની બનનારા જીવનને બરબાદ ના કરો. કારણ તે તેમના સર્જન બનવાના પગલાંથી ભાર વધી જશે. આ તમામ મહિલાઓએ MBBSમાં જ આરામદાયક અને વધુ રિટાયર્ડવાળુ ફિલ્ડ પસંદ કરવું જોઈએ.
એક યુઝર્સે તો એવું કહ્યું છે કે મહિલાઓ માટેનું આ ફિલ્ડ઼ છે જ નહીં. સાથે જ તેમના પાછળ શારીરિક ક્ષમતાનો પણ દાખલો આપવામાં આવ્યો છે. તો કેટલાક યુઝર્સે તો સાતેય મહિલાઓના પોશાક પર કમેન્ટ કરી છે અને લખ્યું છે કે" વિચાર આવે છે કે તમે આ તમામને પરદો રાખવાનું શીખવાડ્યું હોતું". પાકિસ્તાનમાં એક તબીબની રૂહે મહિલા માટે પ્રેક્ટિસ કરવી કેટલી મુશ્કેલ હશે તે આ એક જ ટ્વિટથી સાબિત થાય છે. બધા પોતપોતાના મંતવ્યો આપી રહ્યાં છે. પાકિસ્તાનમાં મહિલા તબીબની ઉણપ હોવા છતાં આ મહિલા સર્જનની હિંમતને દાદ આપવાની જગ્યાએ તેમનું મોનબળ તોડવાનો પ્રયાસ કટ્ટરવાદી કરી રહ્યાં છે. ત્યારે એવું લાગે છે કે ધાર્મિક અને અંગત કારણોસર પાકિસ્તાની મહિલાઓ આગળ આવતા 100 વખત વિચાર કરે છે પણ તેમ છતાં જે મહિલાઓ આગળ આવે છે તેમની હિંમત કાબિલ-એ-દાદ છે.
Hot Actress એ જાણીતા ઉદ્યોગપતિ પર લગાવ્યો Rape નો આરોપ, PM પાસે કરી ન્યાયની માગ!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube