ભડકે બળ્યું સ્વીડન, ધાર્મિક ગ્રંથ આગને હવાલે કરાતા તોફાનો ફાટી નીકળ્યા, 15 લોકોની અટકાયત
સ્વીડનમાં ધાર્મિક ગ્રંથ બાળી મૂકાયાના ગણતરીના કલાકોમાં દક્ષિણી સ્વીડનનું માલ્મો શહેર ભડકે બળ્યું. હજારો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યાં. આ ઘટનાના વિરોધમાં 300થી વધુ લોકો ભેગા થઈ ગયા અને તોફાનો શરૂ કરી દીધા. ધાર્મિક સૂત્રોચ્ચાર વચ્ચે લોકોએ પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો. આ દરમિયાન રસ્તાઓ પર ટાયરો બાળ્યા. કલાકો સુધી સ્વીડનના આ શહેર પર તોફાનીઓ કબ્જો જમાવ્યો.
સ્ટોકહોમ: સ્વીડનમાં ધાર્મિક ગ્રંથ બાળી મૂકાયાના ગણતરીના કલાકોમાં દક્ષિણી સ્વીડનનું માલ્મો શહેર ભડકે બળ્યું. હજારો લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યાં. આ ઘટનાના વિરોધમાં 300થી વધુ લોકો ભેગા થઈ ગયા અને તોફાનો શરૂ કરી દીધા. ધાર્મિક સૂત્રોચ્ચાર વચ્ચે લોકોએ પોલીસકર્મીઓ પર પથ્થરમારો કર્યો. આ દરમિયાન રસ્તાઓ પર ટાયરો બાળ્યા. કલાકો સુધી સ્વીડનના આ શહેર પર તોફાનીઓ કબ્જો જમાવ્યો.
ભારતનો મોટો નિર્ણય, રશિયામાં થનારા યુદ્ધાભ્યાસમાં નહીં લે ભાગ, ખાસ જાણો કારણ
ભડકે બળ્યું સ્વીડન
સ્વીડનમાં એક સમુદાય વિશેષના ધાર્મિક ગ્રંથને બાળી મૂક્યા બાદ હિંસા ભડકી ઉઠી. ઘટના સ્વીડનના માલ્મો શહેરની છે. જ્યાં અશાંતિ ફેલાયા બાદ લગભગ 300 તોફાનીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યાં. તોફાનીઓએ બચાવકર્મીઓ સાથે હિંસા અને પોલીસ પર પથ્થરમારો પણ કર્યો. વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓએ ગાડીઓને આગના હવાલે કરી દીધી અને દુકાનોમાં તોડફોડ કરી. રસ્તાઓ પર ઠેરઠેર આગચંપી પણ કરી. ગુસ્સે ભરાયેલી ભીડે પોલીસ પર ખુબ પથ્થરમારો કર્યો જેને શાંત કરવા માટે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યાં. હિંસામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે. પોલીસે લગભગ 15 લોકોની અટકાયત કરી છે.
તોફાનોને કાબૂમાં લેવાની કોશિશ
પોલીસે કહ્યું કે આ પ્રદર્શન એ જ સ્થળે થયું હતું કે જ્યાં ધાર્મિક પુસ્તક બાળવામાં આવ્યું હતું. આથી આ મામલો એક બીજા સાથે જોડાતો જોવા મળે છે. એક અખબારે કહ્યું કે શુક્રવારે અનેક ઈસ્લામ વિરોધી ગતિવિધિઓ થઈ. જેમાં ત્રણ લોકોએ એક સાર્વજનિક ચોકમાં ધાર્મિક પુસ્તકને લાત મારવાની ઘટના પણ છે. પોલીસે જણાવ્યું કે આ હિંસા પોલીસના કાબૂમાં નથી પણ અમે સતત તોફાનોને નિયંત્રણમાં લાવવાની કોશિશ કરી રહ્યાં છીએ.
Corona: કોરોનાના વ્યાપને અટકાવવા માટે નવી પદ્ધતિ 'પૂપ', ખાસ જાણો તેના વિશે
15 લોકોની અટકાયત
પોલીસે શનિવારે જણાવ્યું કે તોફાનીોએ શુક્રવારે રાતે આગચંપી કરી અને પોલીસ તથા બચાવસેનાના કર્મચારીઓ પર સામાન ફેંક્યો અને ગાડીઓના ટાયરો પણ બાળ્યા. જેમાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયાં. પોલીસે અત્યાર સુધીમાં 15 લોકોની ધરપકડ કરી છે.
દિલ્હીમાં પણ આવી જ રીતે ફાટી નીકળ્યા હતાં તોફાનો
સ્વીડનમાં પણ દિલ્હીની જેમ જ તોફાનો ભડકાવવામાં આવ્યાં છે. આ અગાઉ દિલ્હીમાં અને બેંગ્લુરુમાં પણ આવું જ થયું હતું. તોફાનીઓએ અહીં પણ આગ લગાવી હતી. ફેબ્રુઆરી મહિનામાં તોફાનીોએ દિલ્હીને ભડકે બાળ્યું હતું. સવાલ એ ઉઠી રહ્યો છે કે આખરે સ્વીડનને ભડકે બાળવામાં કોનો હાથ છે. જે દિલ્હી અને બેંગ્લુરુની જેમ સ્વીડનમાં પણ તોફાનોને અંજામ આપી રહ્યાં છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube