નવી દિલ્હી: ચીની દૂતાવાસે એક પત્ર ભારતીય મીડિયા (Indian Media)ના  નામે બહાર પાડીને કહ્યું કે ભારતીય મીડિયા વન ચાઈના પોલીસી (One China Policy)ને સ્વીકારે. પરંતુ જ્યારે આ વાત તાઈવાન (Taiwan) ને ખબર પડી તો તેણે ચીન (China) ને આંખ ફેરવીને કહી દીધુ કે 'ભાડમાં જાઓ' (Get Lost). વાત જાણે એમ હતી કે ચીન તાઈવાનને પોતાનો ભાગ ગણે છે અને ભારત સરકારની અધિકૃત લાઈન પણ એ જ છે. પરંતુ આ 'અધિકૃત લાઈન' યાદ કરાવવું તેને ભારે પડી ગયું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અઢી હજાર વર્ષથી તાબૂતમાં બંધ હતું Mummy, જેવું ખોલ્યું...લોકો ડઘાઈ ગયા, જુઓ VIRAL VIDEO


તાઈવાનના વિદેશમંત્રીનો જબરદસ્ત પલટવાર
તાઈવાનના વિદેશ મંત્રાલય (Taiwan Foreign Ministry) એ ટ્વીટ કરીને કહ્યું કે ભારત આ ધરતી પર સૌથી મોટું  લોકતંત્ર છે, જ્યાં જીવંત પ્રેસ અને આઝાદી પસંદ લોકો છે. પરંતુ એવું લાગે છે કે કમ્યુનિસ્ટ ચીન (Communist China) સેન્સરશીપ થોપીને ઉપમહાદ્વીપમાં ઘૂસવા માંગે છે. તાઈવાનના ભારતીય મિત્રોનો એક જ જવાબ હશે- 'ભાડમાં જાઓ' (Get Lost). વાત જાણે એમ છે કે 10 ઓક્ટોબરના રોજ તાઈવાનનો રાષ્ટ્રીય દિવસ છે. ચીન તેને પોતાનો ભાગ ગણે છે અને ઈચ્છે છે કે સમગ્ર દુનિયા તેને ચીનના ભાગ તરીકે જ સ્વીકારે. 


ટ્રમ્પે ફરી ભારતીયોને આપ્યો મસમોટો ઝટકો, H-1B વિઝા પર લીધો આકરો નિર્ણય 


ચીની દૂતાવાસનું નિવેદન
ચીનના વિદેશ મંત્રાલય તરફથી ભારતીય મીડિયા માટે એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે કે, 'તાઈવાનના આગામી કથિત રાષ્ટ્રીય દિવસ અંગે ભારતમાં ચીની દૂતાવાસ પોતાના મીડિયા મિત્રોને યાદ અપાવવા ઈચ્છે છે કે દુનિયામાં ફક્ત એક જ ચીન છે અને પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના સરકાર જ સમગ્ર ચીનનું પ્રતિનિધિત્વ કરતી એકમાત્ર સરકાર છે. તાઈવાન ચીનનો અભિન્ન હિસ્સો છે. ચીની દૂતાવાસે નિવેદનમાં આગળ કહ્યું છે કે ચાઈનાના કૂટનીતિક સંબંધોવાળા તમામ દેશોએ વન ચાઈના પોલીસી પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતાનું દૃઢતાથી સન્માન કરવું જોઈએ. ભારત સરકારનું પણ લાંબા સમયથી આ જ અધિકૃત વલણ રહ્યું છે.'


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube