અઢી હજાર વર્ષથી તાબૂતમાં બંધ હતું Mummy, જેવું ખોલ્યું...લોકો ડઘાઈ ગયા, જુઓ VIRAL VIDEO

અઢી હજાર વર્ષથી તાબૂતમાં બંધ હતું Mummy, જેવું ખોલ્યું...લોકો ડઘાઈ ગયા, જુઓ VIRAL VIDEO

ઈજિપ્તમાં આર્ક્યોલોજિસ્ટ્સે (Archaeologists) એ લાઈવ દર્શકો સામે એક પ્રાચીન મમી તાબૂત ખોલ્યું. સોશિયલ મીડિયા પર તેનો વીડિયો પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ગ્લોબલ ન્યૂઝના રિપોર્ટ મુજબ વર્ષની શરૂઆતમાં 59 સીલબંધ સરકોફેગી મળ્યા હતાં. જેમાંથી એક ડઝનથી વધુ લોકોની સામે સાકકારામાં ખોલવામાં આવ્યા.  Saqqara ઈજિપ્તનું એક વિશાળ, પ્રાચીન દફન મેદાન છે જે મેમ્ફિસના પ્રાચીન શહેરના નેક્રોપોલીસ તરીકે કામ કરે છે. 

સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ
ઈજિપ્તના પર્યટન અને પુરાતત્વ મંત્રાલય દ્વારા હોસ્ટ કરાયેલા અનસોલ્ડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ તાબૂતની અંદર એક મમી જોવા મળે છે. જે એક અલંકૃત દફન કપડામાં લપેટાયેલું છે. 

જૂનું તાબૂત ખોલવું સમસ્યા નોતરી શકે છે
આ વીડિયોને ટ્વિટર પર 5 ઓક્ટોબરના રોજ શેર કરાયો હતો. જેને અત્યાર સુધીમાં 10 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ સાથે જ લાખથી વધુ લાઈક્સ અને 72 હજારથી વધુ વખત રિટ્વીટ થયો છે. માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર અનેક લોકોએ મજાકમાં કહ્યું કે સહસ્ત્રાબ્દી જૂનું તાબૂત ખોલવું કદાચ વર્ષ 2020માં કાર્યવાહીનો સૌથી સારો કોર્સ ન હોય. 

— Psychedelic Art (@VisuallySt) October 5, 2020

એવી ધારણા છે કે કબર ખોલવાથી મોત થઈ શકે
નેશનલ જિયોગ્રાફિકના જણાવ્યાં મુજબ પોપ સંસ્કૃતિ અને લોકકથાઓએ એવી ધારણા બનાવી રાખી છે કે મમીની કબર ખોલવાથી મોત અને અભિશાપ થાય છે. ઈજિપ્તમાં ન્યૂઝીલેન્ડના રાજદૂત ગ્રેગ લૂઈસે પણ ટ્વિટર પર શનિવારે આ વીડિયો શેર કર્યો હતો. 

— Greg Lewis 🇳🇿🇪🇬 (@NZinEgypt) October 3, 2020

59 તાબૂત મળી આવ્યા
ઈજિપ્તના પર્યટન અને પુરાતત્વ મંત્રાલયની એક પ્રેસ રિલીઝ મુજબ શરૂઆતમાં સાકકારામાં 13 તાબૂતો સાથે 3 કૂવા શોધવામાં આવ્યા હતાં. પછી વધુ 14 તાબૂતોનો ખુલાસો થયો. તાબૂતોની કુલ સંખ્યા 59 થઈ ગઈ. તાબૂતને પ્રદર્શન માટે ગિઝામાં નવા ગ્રાન્ડ ઈજિપ્ત સંગ્રહાલયમાં ખસેડવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news