કાબુલ: અફઘાનિસ્તાન (Afghanistan) માં મહિલાઓના અધિકારોના સન્માન કરીને આશ્વાસન આપ્યાના થોડા દિવસો બાદ જ તાલિબાન (Taliban) નો અસલી ચહેરો દુનિયા સમક્ષ આવવા લાગ્યો છે. તાલિબાનના લડાકુઓએ હેરાત પ્રાંતમાં સરકારી અને પ્રાઇવેટ યૂનિવર્સિટીમાં છોકરા અને છોકરીઓ એકસાથે ભણવા પર પ્રતિબંધ લગાવ્યો છે. તાલિબાને કો-એજ્યુકેશનને સમાજમાં તમામ દુષણોનું મૂળ ગણાવ્યું છે.   


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાલિબાને બોલાવી કોલેજ મેનેજમેન્ટની બેઠક
ખામા પ્રેસ સમાચાર અનુસાર એજન્સીના અનુસાર તાલિબાન (Taliban) એ યૂનિવર્સિટીના પ્રોફેસર્સ અને પ્રાઇવેટ ઇંસ્ટિટ્યૂટોના માલિકોની મીટિંગ બોલાવી હતી. લગભગ 3 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં તાલિબાન નેતા મુલ્લા ફરીદે કો-એજ્યુકેશનને સમાજમાં તમામ દુષણોનું મૂળ ગણાવ્યું છે. ત્યારબાદ તેને અફઘાનિસ્તાનના સ્ટૂડેંન્ટ્સ માટે પહેલો ફતવો (Taliban Latest Fatwa on Co-Ed Education) જાહેર કર્યો છે. 


તાલિબાને જાહેર કર્યો આ ફતવો 
મુલ્લા ફરીદે કહ્યું કે છોકરા-છોકરીઓનું સાથે ભણવાનું ખતમ થવું જોઇએ. આ સિવાય કોઇ વિકલ્પ નથી. મુલ્લા ફરીદે એ પણ આદેશ કર્યો કે મહિલા ટીચર્સને ના ફક્ત મહિલા વિદ્યાર્થીને ભણાવાને જ ભણાવવી પરવાનગી રહેશે. તે કોઇપણ સ્થિતિમાં પુરૂષ વિદ્યાર્થીને ભણાવી શકશે નહી. 

Taliban ના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવી ભારે પડી, 14 લોકોની ધરપકડ


અફઘાનિસ્તાન (Afghanistan) ના શિક્ષણવિદોના અનુસાર સરકારી યૂનિવર્સિટી પર આ નિર્ણયની અસર કેવી પડશે. જોકે પ્રાઇવેટ કોલેજો માટે પડકાર પહેલાંથી કરતાં વધુ વધી જશે. જોકે તે કોલેજ પહેલાં જ મહિલા વિદ્યાર્થીઓની ખોટ સામે ઝઝૂમી રહ્યો છે. એવામાં તેમની મુશ્કેલીઓ વધી જશે. 


ભણતા હતા 40 હજારથી વધુ વિદ્યાર્થીઓ
અનુમાન અનુસાર અફઘાનિસ્તાન (Afghanistan) ના હેરાત પ્રાંતમાં પ્રાઇવેટ અને સરકારી યૂનિવર્સિટીમાં લગભગ 40 હજાર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જ્યારે ત્યાં 2 હજારથી વધુ લેક્ચરર કાર્યરત છે. તાલિબાને હાલ આ આદેશ હેરાત પ્રાંત માટે જાહેર કર્યો છે. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે જલદી જ આ આદેશ આખા અફઘાનિસ્તાન પર થોપી દેવામાં આવશે. 

મહિલાને નિર્વસ્ત્ર કરી પહેરાવી ચંપલની માળા, ગામમાં નિકાળ્યું સરઘસ, જાણો સમગ્ર મામલો


15 ઓગસ્ટના રોજ કર્યો હતો કબજો
તમને જણાવી દઇએ કે તાલિબાને 15 ઓગસ્ટના રોજ રાજધાની કાબુલ સહિત અફઘાનિસ્તાનના મોટાભાગના હિસ્સા પર કબજો કરી લીધો હતો. ત્યારબાદ તાલિબાની લોકોના અધિકાર બહાલ કરવા માટે મોટા મોટા દાવા કર્યા હતા. તાલિબાન પ્રવક્તા જબીહઉલ્લા મુજાહિદે દાવો કર્યો હતો કે તાલિબાન ઇસ્લામી કાનૂન હેઠળ મહિલાઓના અધિકારોનું સન્માન કરશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube