કાબુલઃ અફઘાનિસ્તાનની સત્તા પર કબજો કર્યા બાદ મહિલાઓ માટે તાલિબાન નવા-નવા ફરમાન જારી કરી રહ્યું છે. હવે તાલિબાને મહિલા ન્યૂઝ એન્કરો માટે વધુ એક ફરમાન જાહેર કર્યું છે. તાલિબાનના નવા આદેશ પ્રમાણે તમામ ટીવી ચેનલો પર કામ કરનારી મહિલા એન્કરોએ શો કરતા સમયે પોતાનો ચહેરો ઢાંકવો પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અફઘાનિસ્તાનની સ્થાનીક સમાચાર ચેનલ ટોલોન્યૂઝ અનુસાર તાલિબાનના સૂચના અને સાંસ્કૃતિક મંત્રાલયે ફરમાન જાહેર કરતા તેને અંતિમ નિર્ણય ગણાવ્યો અને કહ્યું કે અફઘાનિસ્તાનમાં તમામ મીડિયા આઉટલેટ્સ માટે આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. 


રશિયા-યુક્રેન યુદ્ધ બન્યું વૈશ્વિક ખાદ્ય સંકટનું કારણ, ઘણા દેશો પર દુકાળનો ખતરો


તાલિબાને બંધ કરાવ્યો હતો અભ્યાસ
વર્ષ 2021માં ઓગસ્ટ મહિનામાં અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા આવ્યા બાદ મહિલાઓએ અનેક પ્રતિબંધોનો સામનો કરવો પડી રહ્યો છે. સત્તામાં આવ્યા બાદ તાલિબાને મહિલાઓનો અભ્યાસ બંધ કરાવી દીધો હતો. જ્યારે વિરોધ થયો તો માત્ર છઠ્ઠા સુધી છોકરીઓને શાળાએ જવાની મંજૂરી આપવામાં આવી. તાલિબાને મહિલાઓના પહેરવેશથી લઈને અનેક બાબતો પર પ્રતિબંધો લાગૂ કર્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube