પેશાવર: તાલિબાન (Taliban) કાબુલમાં ઇરાનની તર્જ પર નવી સરકારના નિર્માણની જાહેરાત કરવા માટે સંપૂર્ણ કરવા તૈયાર છે. તાલિબાનના સૌથી મોટા નેતા મુલ્લા હેબતુલ્લા અખુંદજાદાને અફઘાનિસ્તાનના ટોચના નેતા બનાવવામાં આવશે. તાલિબાનના 'સૂચના અને સંસ્કૃતિ આયોગ'ના વરિષ્ઠ અધિકારી મુફ્તી ઇનામુલ્લા સમાંગનીએ કહ્યું 'નવી સરકાર બનાવવા પર વાતચીત લગભગ અંતિમ તબક્કામાં છે અને મંત્રીમંડળને લઇને પણ ચર્ચા થઇ. ઇનામુલ્લાએ કહ્યું કે આગામી ત્રણ દિવસમાં કાબુલમાં નવી સરકાર બનાવવા માટે ગ્રુપ સંપૂણ પણે તૈયાર છે. મીડિયા રિપોર્ટ્સના અનુસાર કાલે (શુક્રવારે) જુમ્માની નમાજ બાદ તાલિબાન અફઘાનિસ્તાનમાં નવી સરકાર બનાવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ લીડર રાષ્ટ્રપતિથી પણ ઉપર
નવી સરકારમાં 60 વર્ષીય મુલ્લા અખુંદજાદા તાલિબાન સરકારના સર્વોચ્ચ નેતા હશે. ઇરાનમાં નેતૃત્વની તર્જ પર આ વ્યવસ્થા કરવામાં આવશે. જ્યાં સર્વોચ્ચ નેતા દેશના સૌથી મોટા રાજકીય અને ધાર્મિક પ્રાધિકારી હોય છે. તેનું પદ રાષ્ટ્રપતિથી ઉપર હોય છે અને તે સેના, સરકાર તથા ન્યાય વ્યવસ્થાના પ્રમુખોની નિયુક્તિ કરે છે. દેશના રાજકીય, ધાર્મિક અને સૈન્ય મામલામાં ટોચના નેતાનો નિર્ણય અંતિમ હોય છે. 

JEE (Mains) Exams 2021: ગોટાળાની ફરિયાદ બાદ CBI એક્શનમાં, દેશમાં 20 ઠેકાણા પર પાડ્યા દરોડા


સમાંગનીએ કહ્યું 'મુલ્લા અખુંદજાદા સરકારના ટોચના નેતા હશે અને તેના પર કોઇ સવાલ ન હોવો જોઇએ. મુલ્લા અખુંદજાદા તાલિબાનના સૌથી મોટા ધાર્મિક નેતા છે અને ગત 15 વર્ષથી બલૂચિસ્તાન પ્રાંતના કચલાક ક્ષેત્રમાં સ્થિત એક મસ્જિદમાં કાર્યરત છે. 


ગર્વનર ચલાવશે રાજ્ય તથા જિલ્લા
સમાંગનીએ કહ્યું કે નવી સરકાર હેઠળ, ગર્વનર પ્રાંતોના પ્રમુખ હશે અને 'જિલ્લા ગર્વનર' પોતાના જિલ્લાના પ્રભારી હશે. તાલિબાનને પહેલાં જ પ્રાંતો અને જિલ્લા માટે ગર્વનરો, પોલીસ પ્રમુખો અને પોલીસ કમાંડરોની નિયુક્તિ કરી દીધી છે. નવા વહિવટીતંત્રનું નામ, રાષ્ટ્રીય ધ્વજ અને રાષ્ટ્રગાન પર અત્યારે નિર્ણય લેવાનો બાકી છે. આ દરમિયાન દોહામાં તાલિબાનના રાજદૂત કાર્યાલયમાં ઉપ નેતા શેર મોહમંદ અબ્બાસ સ્તાનિકજઇએ ગુરૂવારે વિદેશી મીડિયા ચેનલોને જણાવ્યું કે નવી સરકારમાં અફઘાનિસ્તાનના તમામ કબીલાના સભ્યો અને મહિલાઓને સામેલ કરવામાં આવશે. 

JioPhone માં નહી હોય આ ધમાકેદાર ફીચર, જાણીને યૂઝર્સને લાગશે આંચકો


20 વર્ષ સરકારોમાં રહે તો હવે સ્થાન નહી
મુફ્તી ઇનામુલ્લા સમાંગનીએ કહ્યું 'જો કોઇપણ ગત 20 વર્ષોમાં અફઘાનિસ્તાનમાં પૂર્વવર્તી સરકારોમાં સામેલ હતા તેને નવા તાલિબાન વહિવટીમાં સ્થાન મળશે નહી. મુલ્લા અખુંદજાદા કંધારથી સરકારના કામકાજ જોશે. સમાંગનીએ કહ્યું કે તાલિબાન યૂરોપીય સંઘ, અમેરિકા અને ભારત સાથે મિત્રતાના સંબંધ ઇચ્છે છે અને તેના માટે દોહામાં તાલિબાનની રાજકીય ઓફિસ વિભિન્ન દેશોના સંપર્કમાં છે. આગામી 48 કલાકમાં હામિદ કરજઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરૂ કરવાની યોજના છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube