કાબુલ:  અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં તાલિબાનના આતંકીઓએ ભારતીય કોઓર્ડિનેટર Zohib નું અપહરણ કર્યું હતું. તે કાબુલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ત્યાં ગયો હતો. આતંકીઓએ તેમનો ફોન છીનવી લીધો હતો. આ બધા વચ્ચે સૂત્રોના હવાલે જાણવા મળ્યું છે કે તમામ ભારતીયો સુરક્ષિત છે. જલદી આ ભારતીયોને ફરીથી એરપોર્ટ લાવવામાં આવશે. ભારત સરકાર તેમના સંપર્કમાં છે. હવે એવા પણ ખબર છે કે આતંકીઓએ ભારતીય કોઓર્ડિનેટરને છોડી મૂક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોઓર્ડિનેટર સાથે આતંકીઓએ કરી મારપીટ
એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તાલિબાનના આતંકી ભારતીય કોઓર્ડિનેટર પાસે આવ્યા હતા. તેમણે તેમની ઓળખ પૂછી. ત્યારબાદ તેને થપ્પડ મારવા લાગ્યા. પછી આતંકીઓએ તેમનો મોબાઈલ છીનવી લીધો. ત્યારથી ભારતીય કોઓર્ડિનેટરનો ફોન સ્વિચઓફ છે. 


US રાષ્ટ્રપતિ જો બાઈડેને તાલિબાનને આપી ખુલ્લી ચેતવણી, '......તો અંજામ ભયાનક હશે'


આ બધા વચ્ચે હક્કાની નેટવર્કનો મોસ્ટ વોન્ટેડ આતંકી ખલીલ હક્કાની પણ કાબુલમાં જોવા મળ્યો. તેના ઉપર અમેરિકાએ 5 મિલિયન ડોલર એટલે કે 37 કરોડ રૂપિયાથી વધુનું ઈનામ રાખ્યું છે. તેણે કહ્યું કે અફઘાનિસ્તાનની સુરક્ષા તેની પ્રાથમિકતા છે. 


ઓપરેશન એરલિફ્ટ: કાબુલથી 85 ભારતીયોને લઈને ઉડ્યું વાયુસેનાનું વિમાન


તાલિબાને આરોપ ફગાવ્યો
આ બાજુ તાલિબાનના પ્રવક્તા અહેમદુલ્લાહ વાસેકે અફઘાન મીડિયાનો એ આરોપ ફગાવ્યો છે જેમાં કહેવાયું છે કે ભારતીય નાગરિકોનું અપહરણ કરાયું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube