નવી દિલ્હી: ધર્મ પર કટાક્ષ, વિવાદિત ટિપ્પણી અને પોતાના લેખન માટે પ્રસિદ્ધ લેખિકા તસલીમા નસરીન(Taslima Nasrin) પોતાના એક નિવેદનને લઈને ફરીથી ચર્ચામાં છે. તસલીમા નસરીને આરોપ લગાવ્યો છે કે બાંગ્લાદેશની મસ્જિદ-મદરેસામાં દરરોજ બળાત્કાર થાય છે. તસલીમાએ ટ્વિટર પર પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા બાંગ્લાદેશની મસ્જિદો અને મદરેસાઓ પર કટાક્ષ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તસલીમા નસરીને પોતાની ટ્વિટમાં લખ્યું છે કે, 'બાંગ્લાદેશની મસ્જિદો અને મદરેસાઓમાં ઈમામ અને મદરેસાના ટીચરો દરરોજ બાળકો સાથે બળાત્કાર કરે છે. તેઓ અલ્લાહના નામ પર રેપ કરે છે. તેઓ જાણે છે કે અલ્લાહ દયાવાન છે, અલ્લાહ તેમના પાપ માફ કરી દેશે કારણ કે તેઓ દિવસમાં 5 વાર નમાજ પઢે છે.'


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube