World News: દક્ષિણ કોરિયામાં એક રોબોટએ એક વ્યક્તિને કચડીને મારી નાખ્યો. રોબોટ વ્યક્તિને મરચાા ડબ્બાથી (જેને તે સંભાળી રહ્યો હતો) અલગ સમજવામાં નિષ્ફળ રહ્યો. આ ઘટના ત્યારે ઘટી જ્યારે રોબોટિક્સ કંપનીના લગભગ 40 વર્ષના કર્મચારી રોબોટનું નિરીક્ષણ કરી રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીબીસીના રિપોર્ટ મુજબ દક્ષિણ કોરિયન સમાચાર એજન્સી યોનહાપે કહ્યું કે રોબોટિક બાંહે તે વ્યક્તિને શાકભાજીનો એક ડબ્બો સમજીને પકડી લીધો અને પછી તેના શરીરને કન્વેયર બેલ્ટ પર ધકેલી દીધુ. જેનાથી તેનો ચહેરો અને છાતી કચડાઈ ગયા. ઘાયલ વ્યક્તિને હોસ્પિટલ લઈ જવાયો પરંતુ ત્યારબાદ તેનું મૃત્યુ નિપજ્યું. 


યોનહાપના જણાવ્યાં મુજબ રોબોટ મરચાના બોક્સ ઉઠાવવા અને તેને પેલેટ પર ટ્રાન્સફર કરવાની જવાબદારી સંભાળી રહ્યો હતો. 


રોબોટના સેન્સર સંચાલનની તપાસ કરતો હતો વ્યક્તિ
એજન્સીએ પોલીસના હવાલે જણાવ્યું કે તે વ્યક્તિ દક્ષિણ ગ્યોંગસાંગ પ્રાંતમાં સ્થિત મરચા છાંટવાના પ્લાન્ટમાં પરીક્ષણ પહેલા રોબોટના સેન્સર સંચાલનની તપાસ કરી રહ્યો હતો. પરીક્ષણ 8 નવેમ્બરે થવાનું હતું. પરીક્ષણની યોજના મૂળ રીતે 6 નવેમ્બરના રોજ બનાવવામાં આવી હતી. પરંતુ રોબોટના સેન્સરમાં સમસ્યાઓના કારણે તેને બે દિવસ આગળ વધારવામાં આવી. 


રોબોટિક આર્મ બનાવનારી કંપનીનો કર્મચારી આ વ્યક્તિ બુધવારે મોડી રાત સુધી મશીનની તપાસ કરી રહ્યો હતો  ત્યારે તેનામાં ખરાબી આવી ગઈ. ઘટના બાદ એક નિવેદનમાં ડોંગગોસોંગ એક્સપોર્ટ એગ્રીકલ્ચર કોમ્પ્લેક્ષના એક અધિકારી (જે પ્લાન્ટના માલિક પણ છે) એ સટીક અને સુરક્ષિત પ્રણાલી સ્થાપિત કરવા માટે અપીલ કરી. 


માર્ચમાં રોબોટ દ્વારા એક વ્યક્તિ થયો હતો ઘાયલ
માર્ચમાં 50 વર્ષના એક દક્ષિણ કોરિયન વ્યક્તિને ઓટોમોબાઈલ પાર્ટ્સ મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટમાં કામ કરતી વખતે રોબોટ દ્વારા ફસાવાયા બાદ ગંભીર ઈજા થઈ હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube