Bus Accident: મેક્સિકોમાં એક ભયંકર બસ દુર્ઘટના સર્જાય છે. આ બસ દુર્ઘટનામાં મુસાફર સહિત એક બસ રોડ પરથી સ્લીપ થઈ અને 80 ફૂટ ઊંડી ખાઈમાં પડી હતી. આ ઘટનામાં 27 લોકોના મોત થયા છે. અનુમાન છે કે મૃત્યુનો આંકડો હજુ પણ વધી શકે છે. આ ઘટના દક્ષિણી રાજ્ય ઓક્સાકામાં બની હતી. આ ઘટનાની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે જેમાં બસની ક્ષત વિક્ષત હાલત જોવા મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


ભારતના મોસ્ટ વોન્ટેડ ખાલિસ્તાની આતંકીનું મોત, રોડ અકસ્માતનો થયો શિકાર!


અનોખું છે આ ગાર્ડન, બગીચામાં પગ મુકતાંની સાથે પુરુષની નસેનસમાં છલકાશે રોમાંસ


Most Expensive Cow: આ છે દુનિયાની સૌથી મોંઘી ગાય, ભારતના આ રાજ્ય સાથે છે ખાસ કનેકશન


દુર્ઘટનાની જાણ થતાં જ રેસ્ક્યુ ઓપરેશન શરુ કરવામાં આવ્યું છે. પ્રાથમિક આંકડા અનુસાર 27 લોકોના મોત ઘટનાસ્થળ પર જ થઈ ચુક્યા છે. જ્યારે 17 લોકો ઈજાગ્રસ્ત છે જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. પોલીસ અધિકારીઓએ દુર્ઘટનાના કારણની તપાસ શરુ કરી છે. 


અકસ્માતની શરુઆતની તપાસમાં સામે આવ્યું છે કે બસમાં ટેકનીકલ ખામીના કારણે અકસ્માત સર્જાયો છે. સિવિલ પ્રોટેકશન એજન્સીના જણાવ્યાનુસાર અકસ્માત એટલો ભયંકર છે કે તેમાં મૃત્યુઆંક વધી શકે છે. કારણ કે ઘાયલ લોકોમાંથી પણ 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતા.


જાણવા મળતી માહિતી અનુસાર એક સ્થાનીય પરિવહન કંપની દ્વારા સંચાલિત બસ મેક્સિકો સિટીથી રવાના થઈ સૈંટિયાગો ડી યોસોંડુઆ જઈ રહી હતી. તે દરમિયાન ડ્રાઈવરે વાહન પરથી નિયંત્રણ ગુમાવ્યું અને બસ રોડ પરથી 80 ફુટ ઊંડી ખાઈમાં ખાબકી. આ વિસ્તાર ઊંડી ખાઈ ધરાવતો પર્વતીય વિસ્તાર છે. અહીં અવારનવાર અકસ્માત સર્જાતા હોય છે. મે મહિનામાં પણ આ હાઈવે પર અકસ્માત થયો હતો જેમાં 18 લોકોના મોત થયા હતા.