મહિલાએ બનાવ્યું અનોખું ગાર્ડન, બગીચામાં પગ મુકતાંની સાથે પુરુષની નસેનસમાં છલકાશે રોમાંસ

Love Garden: ભારતમાં સુહાગરાત પર રૂમને સુગંધિત ફૂલોથી મહેકતો કરવામાં આવે છે. આમ કરવાનું ખાસ કારણ હોય છે. રૂમને ફૂલોથી શણગારવાથી નવો વિવાહિત યુગલનો મૂડ પણ રોમેન્ટિક થઈ જાય છે. જો રૂમમાં રાખેલા થોડા ફૂલ મૂડને રોમેન્ટિક કરી શકતા હોય તો કલ્પના કરો કે આવા જ ફૂલોથી મધમધતા ગાર્ડનમાં યુગલ પહોંચે તો શું થાય...  આ વાત માત્ર કલ્પના કરવાની નથી પરંતુ હકીકતમાં એક એવું ગાર્ડન છે જે ખાસ પ્રેમ કરવા માટે બનાવવામાં આવેલું છે. 

મહિલાએ બનાવ્યું અનોખું ગાર્ડન, બગીચામાં પગ મુકતાંની સાથે પુરુષની નસેનસમાં છલકાશે રોમાંસ

Love Garden: ભારતમાં જ્યારે યુવક અને યુવતીના લગ્ન થાય છે તો તેના લગ્નની પહેલી રાતે તેના બેડને ગુલાબ, જાસ્મીન જેવા સુગંધિત ફૂલોથી શણગારવામાં આવે છે. સુહાગરાત પર રૂમને સુગંધિત ફૂલોથી મહેકતો કરવામાં આવે છે. આમ કરવાનું ખાસ કારણ હોય છે. રૂમને ફૂલોથી શણગારવાથી નવો વિવાહિત યુગલનો મૂડ પણ રોમેન્ટિક થઈ જાય છે. જો રૂમમાં રાખેલા થોડા ફૂલ મૂડને રોમેન્ટિક કરી શકતા હોય તો કલ્પના કરો કે આવા જ ફૂલોથી મધમધતા ગાર્ડનમાં યુગલ પહોંચે તો શું થાય...  આ વાત માત્ર કલ્પના કરવાની નથી પરંતુ હકીકતમાં એક એવું ગાર્ડન છે જે ખાસ પ્રેમ કરવા માટે બનાવવામાં આવેલું છે. આ ગાર્ડનમાં એવા એવા ફૂલ અને છોડ ઉગાડવામાં આવ્યા છે કે જેમાં પગ મુકતાની સાથે જ ક્રોધી માણસની નસેનસમાં પણ રોમાન્સ ભરાઈ જાય.

આ પણ વાંચો:

આજ સુધી તમે અલગ અલગ પ્રકારના ગાર્ડન વિશે સાંભળ્યું હશે. આજે તમને આવા જ એક અનોખા ગાર્ડન વિશે જણાવીએ જ્યાં પગ મુકતાની સાથે જ કપલ રોમેન્ટિક થઈ જાય છે. આ ગાર્ડન ફ્રાન્સમાં રહેતી એક મહિલાએ બનાવ્યું છે. આ ગાર્ડનમાં પહોંચતાની સાથે જ અનરોમેન્ટિક માણસ પણ રોમેન્ટિક થઈ જાય છે. કારણ કે આ મહિલાએ આ ગાર્ડનમાં ઈરોટિક છોડ વાવવામાં આવ્યા છે. જે પુરુષની નસેનસમાં રોમેન્સ ભરી દે છે. આ અનોખું ગાર્ડન બનાવવાનું કારણ એ છે કે મહિલા સેક્સના ટેબૂને દુર કરવા માંગે છે.
 

ફ્રાન્સની એક મહિલાએ એફ્રોડાઇટ નામનું આ ગાર્ડન બનાવ્યું છે. આ ગાર્ડનની અંદર માદક સુગંધ વાળા ફુલ લગાડવામાં આવ્યા છે. સાથે જ સેક્સુએલિટીના ઘણા સિમ્બોલ પણ અહીં જોવા મળે છે. આ ગાર્ડનને રોમાન્સ કરવાના હેતુથી જ બનાવવામાં આવ્યું છે. આ ગાર્ડનની અંદર ઘણા એવા છોડ અને ફૂલ છે જે વૈજ્ઞાનિક રીતે વ્યક્તિની અંદર રોમાન્સની ફીલિંગ જગાડે છે. બધા જ પ્રકારના છોડ એક જ ગાર્ડનમાં હોવાથી ગાર્ડનમાં પગ મુકનાર વ્યક્તિ રોમેન્ટિક માહોલમાં પહોંચી જાય છે. 
 

આ ગાર્ડન તૈયાર કરનાર મહિલાનું નામ સોફી કનિટલ છે. તેનું કહેવું છે કે સામાન્ય રીતે લોકોને ગાર્ડનિંગનું કામ અને બગીચામાં ફરવું બોરિંગ લાગે છે. પરંતુ કોઈ વ્યક્તિ આ ગાર્ડનમાં પગ મુકશે તો તેને સમજાશે કે ગાર્ડનથી વધારે રોમાન્ટિક જગ્યા બીજી કોઈ નથી. આ ગાર્ડન પુરુષનો મૂડ બનાવી દે છે. કારણ કે આ ગાર્ડનમાં જે છોડ છે તે દરેક રોમાન્સ સાથે જોડાયેલા છે જેની સુગંધ કોઈપણ વ્યક્તિને રોમાંસ ફિલ કરાવે છે. સોફીનું કહેવું છે કે આજના સમયમાં સેક્સને ટેબુ બનાવી દેવામાં આવ્યું છે પરંતુ હકીકતમાં એવું નથી સેક્સ એક પોઝિટિવ અનુભવ છે. આ વાતને તે લોકોને સમજાવવા ઈચ્છે છે તેથી તેણે આ ગાર્ડન બનાવ્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news