કરતારપુર કોરિડોર પર આતંકનો ઓછાયો, પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ચાલે છે આતંકી કેમ્પ
ઈન્ટેલિજન્સ એજન્સીઓને પાકિસ્તાન(Pakistan)ના પંજાબ (Punjab) પ્રાંતના નારોવાલ જિલ્લામાં આતંકી ટ્રેનિંગ ગતિવિધિઓની સૂચના મળી છે.
નવી દિલ્હી: ઈન્ટેલિજન્સ એજન્સીઓને પાકિસ્તાન(Pakistan)ના પંજાબ (Punjab) પ્રાંતના નારોવાલ જિલ્લામાં આતંકી ટ્રેનિંગ ગતિવિધિઓની સૂચના મળી છે. અત્રે જણાવવાનું કે સરહદી જિલ્લા નારોવાલમાં જ કરતારપુર સાહિબ (Kartarpur Sahib) ગુરુદ્વારા આવેલું છે.
ગુપ્તચર એજન્સીઓના સૂત્રોએ કહ્યું કે આતંકવાદ તાલિમ શીબીર પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુરીદકે, શકરગઢ અને નારોવાલમાં આવેલા છે. અહીં પુરુષો અને મહિલાઓ તાલીમ લઈ રહ્યાં છે. ઈખલાસપુર અને શકુરગઢમાં આતંકવાદીઓની અવરજવર અંગે ઈનપુટ સમયાંતરે મળતા રહે છે.
'તરુણ ભારત'એ સંજય રાઉત-ઉદ્ધવની જોડીને વિક્રમ વેતાળ ગણાવી, જાણો શિવસેના નેતાએ શું કહ્યું?
9 નવેમ્બરથી કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન થઈ રહ્યું છે. જે ભારતના પંજાબ પ્રાંતના ગુરુદાસપુર જિલ્લામાં આવેલા ડેરા બાબા નાનક સાહિબને કરતારપુર સાહિબ ગુરુદ્વારા સાથે જોડશે. કોરિડોર સવારથી લઈને સાંજ સુધી ખુલ્લો રહેશે અને સવારે તીર્થયાત્રા કરનારા તીર્થયાત્રીઓએ તે જ દિવસે પાછા ફરવું પડશે. કોરિડોર આખુ વર્ષ સંચાલિત રહેશે. ફક્ત અધિસૂચિત દિવસોને છોડીને...જેની સૂચના વચ્ચે વચ્ચે આપતી આપવામાં આવશે.
જુઓ LIVE TV
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...