ઝૂમ મીટિંગમાં કોરોના પર ગંભીર ચર્ચા ચાલુ હતી, ત્યાં જ અધિકારીની પત્ની કપડાં વગર દેખાઈ, video વાયરલ
કોરોના મહામારીમાં ઝૂમ એપ પર મીટિંગ કરવી સામાન્ય વાત થઈ ગઈ છે. પરંતુ અનેકવાર ઝૂમ મીટિંગમાં એવી પણ વાતો સામે આવી જાય છે કે જેના કારણે લોકો શરમમાં મૂકાઈ જાય છે. ડેઈલી મેઈલના રિપોર્ટ મુજબ દક્ષિણ આફ્રીકામાં નેશનલ હાઉસ ઓફ ટ્રેડિશનલ લીડર્સના સભ્ય Xolile Ndevu દેશમાં કોરોનાના કારણે થઈ રહેલા મોત પર ચર્ચા માટે 30 માર્ચના રોજ ઝૂમ એપ પર એક મીટિંગમાં ભાગ લઈ રહ્યા હતા. આ બેઠકમાં તેમની સાથે અન્ય 23 નેતાઓ પણ સામેલ હતા.
જોહાનિસબર્ગ: કોરોના મહામારીમાં ઝૂમ એપ પર મીટિંગ કરવી સામાન્ય વાત થઈ ગઈ છે. પરંતુ અનેકવાર ઝૂમ મીટિંગમાં એવી પણ વાતો સામે આવી જાય છે કે જેના કારણે લોકો શરમમાં મૂકાઈ જાય છે. ડેઈલી મેઈલના રિપોર્ટ મુજબ દક્ષિણ આફ્રીકામાં નેશનલ હાઉસ ઓફ ટ્રેડિશનલ લીડર્સના સભ્ય Xolile Ndevu દેશમાં કોરોનાના કારણે થઈ રહેલા મોત પર ચર્ચા માટે 30 માર્ચના રોજ ઝૂમ એપ પર એક મીટિંગમાં ભાગ લઈ રહ્યા હતા. આ બેઠકમાં તેમની સાથે અન્ય 23 નેતાઓ પણ સામેલ હતા.
અચાનક પત્ની નગ્ન અવસ્થામાં દેખાઈ
આ ઓનલાઈન મીટિંગમાં Xolile Ndevu જણાવી રહ્યા હતા કે મહામારીને પહોંચી વળવા માટે Eastern Cape માં કેવી રીતે સ્થાનિક ડોક્ટરો સાથે મળીને કામ કરવામાં આવી રહ્યું છે. આ દરમિાયન તેમની પત્ની પાછળથી નગ્ન અવસ્થામાં દેખાઈ ગઈ. Ndevu ની પત્નીને અચાનક નગ્ન અવસ્થામાં જોઈને મીટિંગમાં સામેલ અનેક નેતાઓ હસવા લાગ્યા. અચાનક ત્યારે જ કમિટીના ચેરપર્સન Faith Muthambi એ મામલામાં હસ્તક્ષપ કરતા મીટિંગને પોઝ કરી નાખી.
કમિટી ચેરપર્સને નારાજગી વ્યક્ત કરી
ત્યારબાદ Faith Muthambi એ Ndevu ને કોલ કરીને આ ઘટના અંગે જણાવ્યું. તેમણે કહ્યું કે 'Inkosi, તમારી પાછળ હાજર રહેલી મહિલાએ યોગ્ય ઢબે કપડાં પહેર્યા નથી. આ બધુ ઓનલાઈન જોવા મળી રહ્યું છે. પ્લિઝ તેમને જણાવો કે તેમે એક મીટિંગમાં છો. આ બધી ચીજો અમને ડિસ્ટર્બ કરી રહી છે.' Faith Muthambi એ કહ્યું કે આ બધુ કોઈ પહેલીવાર બન્યું નથી. ઝૂમ મીટિંગમાં આ અગાઉ પણ અનેકવાર આવી ઘટનાઓ ઘટી ચૂકી છે.
લીડરે ચેરપર્સનની માફી માંગી
Faith Muthambi એ નદેવુને કહ્યું કે જ્યારે પણ અમે તમારી સાથે આ પ્રકારની મીટિંગમાં હોઈએ છીએ ત્યારે અમને છાશવારે આવી અપ્રિય તસવીરો જોવા મળી જાય છે. તમને ખબર હોવી જોઈએ કે તમે કેમેરા પર ઓનલાઈન છો અને બધા એક બીજાને લાઈવ જોઈ રહ્યા છે. આ ભૂલની જાણ થતા નદેવુએ તેમની માફી માંગી અને કહ્યું કે તેમનું ફોકસ પાછળની જગ્યાએ લેપટોપ પર લાગેલા કેમેરા પર હતું. તેમણે કહ્યું કે તેઓ આ ઘટના માટે શરમ અનુભવે છે.
નિર્ધારિત સમય કરતા મોડે સુધી ચાલી મીટિંગ
નદેવુ કહ્યું કે આ ઝૂમ ટેક્નોલોજી અમારા માટે નવી છે અને તેઓ તેને યૂઝ કરતા શીખી રહ્યા છે. હજુ અમારા ઘર પણ નથી બન્યા, જેના કારણે અમે મીટિંગ માટે પોતાની પ્રાઈવસી રાખી શકીએ. તેમણે કહ્યું કે આ મીટિંગ રાતે 10 વાગ્યા સુધીમાં ખતમ થઈ જવાની હતી પરંતુ તે ત્યારબાદ પણ ચાલતી રહી. તે દરમિયાન પત્ની બાથરૂમમાં જતી રહી. તે એ વાતથી અજાણ હતી કે મીટિંગ હજુ પણ ચાલુ છે અને એપનો કેમેરા ઓન છે.
PICS: કોરોનાની રસી લીધા બાદ ભૂલેચૂકે આ 5 કામ ન કરતા, આડઅસર પર જાણો WHO એ શું કહ્યું?
Corona Vaccine લીધા બાદ પણ અનેક લોકોને થાય છે કોરોના, જાણો કેમ?
વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube