Corona Vaccine લીધા બાદ પણ અનેક લોકોને થાય છે કોરોના, જાણો કેમ? 

કોરોના રસી (Corona Vaccine) લીધા બાદ પણ અનેક લોકો કોરોના પોઝિટિવ થયા હોવાના સમાચાર આવી રહ્યા છે. જેમાં તાજું ઉદાહરણ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનું છે. જેમણે કોરોના રસી લીધા બાદ કોરોના પોઝિટિવ થયા. આ સિવાય પરેશ રાવલે પણ કોરોના રસી લીધી હતી છતાં કોરોના પોઝિટિવ થયા. ત્યારે આવામાં સવાલ એ થાય કે શું કોરોના રસી નિષ્ફળ ગઈ? કોરોના રસી લીધા બાદ પણ કોરોના થવો શક્ય છે ખરા?
Corona Vaccine લીધા બાદ પણ અનેક લોકોને થાય છે કોરોના, જાણો કેમ? 

નવી દિલ્હી: કોરોના રસી (Corona Vaccine) લીધા બાદ પણ અનેક લોકો કોરોના પોઝિટિવ થયા હોવાના સમાચાર આવી રહ્યા છે. જેમાં તાજું ઉદાહરણ પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનું છે. જેમણે કોરોના રસી લીધા બાદ કોરોના પોઝિટિવ થયા. આ સિવાય પરેશ રાવલે પણ કોરોના રસી લીધી હતી છતાં કોરોના પોઝિટિવ થયા. ત્યારે આવામાં સવાલ એ થાય કે શું કોરોના રસી નિષ્ફળ ગઈ? કોરોના રસી લીધા બાદ પણ કોરોના થવો શક્ય છે ખરા?

રસી પછી કોરોના થાય?
રસી લીધા પછી કોરોના (Corona) થાય ખરો તો જવાબ છે હા. રસીકરણ બાદ પણ કોરોનાની ચુંગલમાં સપડાવવાની આશંકા છે. હવે જ્યારે દુનિયાભરમાં અનેક લોકોને રસી (Corona Vaccine) આપવામાં આવી છે તો આવા કેસ આવવા નોર્મલ છે. આવું કેમ થાય છે અને શું તે રસીકરણની નિષ્ફળતા ગણાય ખરી? કોરોના રસીકરણ બાદ જો કોરોના ઈન્ફેક્શનના કેસ સામે આવે તો તેને 'બ્રેકથ્રુ કેસ' કહેવાય છે. પરંતુ આ માટે એક શરત એ છે કે તેમાં ઈન્ફેક્શન બંને રસી લીધાના ઓછામાં ઓછા 14 દિવસ બાદ થવું જોઈએ. 

એન્ટીબોડી બનવા માટે સમયની જરૂર
જ્હોન હોપકિન્સ સેન્ટર ફોર હેલ્થ સિક્યુરિટીના અમેશ એ અદલજાએ કહ્યું કે રસી માટે એક સમયમર્યાદા જરૂરી છે કારણ કે તમારા શરીરને SARS-CoV-2 (કોરોના વાયરસ)થી રોકથામ માટે એન્ટીબોડી ડેવલપ કરવા માટે પૂરતો સમય મળવો જોઈએ. ફોર્બ્સમાં લખેલા કોલમમાં વૈજ્ઞાનિક વિલિયમ એ હેસેલ્ટાઈને ઈઝરાયેલના રિસર્ચનો ઉલ્લેખ કર્યો છે. તેમનું કહેવું છે કે નોર્મલ અને રસીનો પહેલો ડોઝ લઈ ચૂકેલા લોકોના પહેલા 12 દિવસમાં સંક્રમિત થવાની સમાન સંભાવના હતી. એટલે સુધી કે 17 દિવસ બાદ પણ રસી લેનારા 60 થી 80 ટકા લોકોના કોરોના સંક્રમિત થવાની આશંકા રહે છે. 

કોઈ પણ રસી 100 ટકા પરફેક્ટ નથી
વાસ્તવમાં બ્લુમબર્ગના ફાર્મા ઈન્ડસ્ટ્રી એનાલિસ્ટ સેમ ફાઝલીએ કહ્યું કે એક રસી હતી જે વાયરસ વિરુદ્ધ 100 ટકા ઈમ્યુનિટી પેદા કરતી હતી. આ એટલી સારી હતી કે તેણે અછબડાના વાયરસને સંપૂર્ણ રીતે નષ્ટ કરી નાખ્યો. પરંતુ આવી સ્ટરીલાઈઝિંગ ઈમ્યુનિટી કે જે માત્ર બીમારીને જ નહીં પરંતુ સંક્રમણને પણ સંપૂર્ણ રીતે રોકે તે મળવી દુર્લભ છે. 

આશા કરતા સારા પરિણામો
કોરોના વાયરસને લઈને વૈજ્ઞાનિકોને 50 ટકા પ્રભાવી રસી મળવાની આશા હતી. સદભાગ્યે તમામ સ્વીકૃત રસીનો પ્રભાવી દર 95 ટકા જેટલો નીકળ્યો. આમ છતાં સૌથી સારી રસી પણ તમને ગેરન્ટી ન આપે કે તમે બીમાર નહીં પડો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news