દરેક ભારતીય માટે ગર્વની પળ!, UN Security Council માં આજે ભારતનો તિરંગો લહેરાશે
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં આજે આન બાન શાનથી ભારતનો તિરંગો લહેરાતો જોવા મળશે. જે દરેક ભારતીય માટે ગર્વની પળ હશે.
ન્યૂયોર્ક: નવા વર્ષ 2021ની શરૂઆત ભારત માટે અનેક રીતે યાદગાર સાબિત થનારી છે. ભારત એકવાર ફરીથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)નો અસ્થાયી સભ્ય બનવા માટે તૈયાર છે. સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતીય ઝંડો લગાવવામાં આવશે. આ સાથે જ ભારત શક્તિશાળી સંસ્થામાં બે વર્ષ માટે અસ્થાયી સભ્ય તરીકે પોતાનો કાર્યકાળ શરૂ કરશે.
Niger દેશમાં મોટો આતંકી હુમલો, આતંકીઓ 70 નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યા
અત્રે જણાવવાનું કે ઝંડો લગાવવાની પરંપરાની શરૂઆત કઝાકિસ્તાને 2018માં કરી હતી. 4 જાન્યુઆરીના રોજ અધિકૃત રીતે પહેલા કાર્ય દિવસના અવસરે 5 નવા અસ્થાયી સભ્ય દેશોના ઝંડા એક વિશેષ સમારોહ દરમિયાન લગાવવામાં આવશે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિ તિરંગો લગાવશે અને આશા છે કે સમારોહમાં તેઓ સંક્ષિપ્ત સંબોધન પણ કરશે. ભારતની સાથે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં નોર્વે, કેન્યા, આયર્લેન્ડ, અને મેક્સિકો પણ અસ્થાયી સભ્ય બન્યા છે.
ભાગેડુ Zakir Naik એ ફરીથી ઝેર ઓક્યું, મંદિર તોડવાની નાપાક હરકતનું કર્યું સમર્થન
તેઓ અસ્થાયી સભ્યો ઈસ્ટોનિયા, નાઈજર, સેન્ટ વેન્સેન્ટ અને ગ્રેનાડા, ટ્યૂનિશિયા, વિયેતનામ તથા પાંચ સ્થાયી સભ્યો ચીન, ફ્રાન્સ, રશિયા, બ્રિટન અને અમેરિકાની સાથે આ પરિષદનો ભાગ રહેશે. ભારત ઓગસ્ટ 2021માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનો અધ્યક્ષ હશે અને પછી 2022માં એક મહિના માટે પરિષદની અધ્યક્ષતા કરશે. અત્રે જણાવવાનું કે પરિષદના અધ્યક્ષ દરેક સભ્ય એક મહિના માટે બને છે જે દેશોના અંગ્રેજી આલ્ફાબેટ્સના નામ મુજબ નક્કી કરાય છે.
(ઈનપુટ-ભાષા)