Niger દેશમાં મોટો આતંકી હુમલો, આતંકીઓ 70 નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યા

સાઉથ આફ્રીકી દેશ નાઈજર (Niger) માં મોટો આતંકી હુમલો થયો છે. અહીં આતંકીઓએ બે ગામ પર હુમલો કરીને 70થી વધુ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા.

Niger દેશમાં મોટો આતંકી હુમલો, આતંકીઓ 70 નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતાર્યા

નવી દિલ્હી: સાઉથ આફ્રીકી દેશ નાઈજર (Niger) માં મોટો આતંકી હુમલો થયો છે. અહીં આતંકીઓએ બે ગામ પર હુમલો કરીને 70થી વધુ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા. આ હુમલામાં 20થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. 2017થી જ ગૃહયુદ્ધ ઝેલી રહેલા નાઈજરમાં લાંબા સમયથી ઈમરન્સી લાગુ છે. 

સૂત્રોના જણાવ્યાં મુજબ શંકાસ્પદ ઈસ્લામિક આતંકીઓએ માલી સાથેના બોર્ડર ઝોન નજીકના બે ગામડા પર જીવલેણ હુમલો કર્યો. જેમાં Tchombangou ગામમાં 49 લોકો માર્યા ગયા અને 17 લોકો ઘાયલ થયા. જ્યારે અન્ય એક સૂત્રે નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે Zaroumdareye ગામમાં લગભગ 30 લોકો માર્યા ગયા અને કેટલાક ઘાયલ થયા. માલીની સરહદે આવેલા આ બંને ગામો છેલ્લા ત્રણ વર્ષથી હિંસા  ઝેલી રહ્યા છે. નાઈજરની સરકાર આરોપ લગાવતી આવી છે કે માલીના સશસ્ત્ર જૂથના સભ્યો સરહદમાં ઘૂસીને આતંકી વારદાતોને અંજામ આપે છે. 

જો કે માલીની સરહદે વસેલા આ બંને ગામો પર થયેલા હુમલા અંગે હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી. આ વિસ્તારમાં અલ કાયદા અને ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા અનેક આતંકી સંગઠનો સક્રિય છે. 

સતત આતંકી હુમલા ઝેલી રહ્યા છે વિસ્તારના લોકો
નાઈજર પાસે સ્થિત નાઈજિરિયામાં 27 ડિસેમ્બરે બોરનો પ્રાંતમાં આતંકી સંગઠન બોકો હરામના હુમલામાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હતા. બોરનો પ્રાંતીય સરકારના જણાવ્યાં મુજબ હુમલાખોરોએ ચાર ગામને નિશાન બનાવ્યા હતા. 

આતંકીઓએ સૌથી પહેલા અજારે નગરમાં હુમલો કર્યો હતો જ્યાં સરકારી કાર્યાલયો અને પોલીસ સ્ટેશનોને નિશાન બનાવવામાં આવ્યા. આ દરમિયાન સૈનિકો અને હુમલાખોરો વચ્ચે ભીષણ ફાયરિંગ થયું. ત્યારબાદ હુમલાખોરોએ શફ્ફામાં પણ હુમલો કર્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news