ટોકિયો: સાઉદી અરબ અમીરાત (UAE) નું મંગળ માટેનું પહેલું અંતરીક્ષ મિશન સોમવારે જાપાન (Japan) થી લોન્ચ થયું. જો કે હવામાને તેમાં કેટલાક વિધ્નો નાખ્યા હતાં. જેના કારણે અગાઉ લોન્ચ પહેલા તેને ટાળવું પડ્યું હતું. આ પ્રોજેક્ટને હોપ (HOPE) નામથી ડબ કરાયું છે. આ યાનમાં કોઈ માણસ ગયો નથી. તેની લાઈવ ફીડ પણ દેખાડવામાં આવી. આ યાન પર અરબીમાં અલ અમલ લખેલું છે. આ યાને જાપાનના તાનેગાશિમા સ્પેસ સેન્ટર (Tanegashima Space Centre) થી ઉડાણ ભરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોન્ચ બાદ મિત્સુબુશી હેવી ઈન્ડસ્ટ્રીએ કહ્યું કે અમે  H-IIA લોન્ચ વ્હીકલ નંબર 42 ( H-IIA F42)ને લોન્ચ કર્યું છે જે અમીરાત માર્સ મિશન (EMM) HOPE સ્પેસક્રાફ્ટને જાપાનના સમય મુજબ 6:58:14 (JST) (2158GMT) પર લોન્ચ કર્યું છે. ભારતીય સમય મુજબ આ મિશન સવારે 3:28 વાગે લોન્ચ થયું. લોન્ચની પાંચ મિનિટ બાદ આ સેટેલાઈટને લઈને જઈ રહેલું યાન પોતાના નિર્ધારિત રસ્તે હતું. તેણે પોતાની યાત્રાનું પહેલુ સેપરેશન પણ કરી લીધુ હતું. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube