નવી દિલ્હી: કોરોના વાયરસને લઈને ચીન અને અમેરિકા વચ્ચે તલવારો ખેંચાઈ ગઈ છે. બંને દેશો વચ્ચે યુદ્ધના ભણકારા વાગી ગયા છે. જેને લઈને સાઉથ ચાઈના સી થી મોટા સમાચાર આવી રહ્યાં છે. ચીનની સેના પીપલ્સ લિબરેશન આર્મીનો દાવો છે કે તેણે અમેરિકાના વોરશિપને સાઉથ ચાઈના સીમાંથી ખદેડી મૂક્યું છે. આ બાજુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક  દિવસ અગાઉ જ ચીન પર વરસી ચૂક્યા છે. તો સવાલ એ ઉઠે છે કે શું એક અદ્રશ્ય વાયરસ ચીન અને અમેરિકા વચ્ચે યુદ્ધ કરાવશે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસના કારણે અમેરિકા-ચીન વચ્ચે તલવારો ખેંચાઈ?
સાઉથ ચાઈનાથી મોટા સમાચાર આવ્યા છે. જેને વિસ્તારથી બતાવતા પહેલા ચીન અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ગુસ્સો તમને યાદ અપાવીએ. રાષ્ટ્રપતિ ટ્રમ્પે હાલમાં જ એકવાર ફરીથી ચીન અંગે પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. 


મહારાષ્ટ્રમાં કોરોનાકાળમાં રાજકીય સંકટ, ચિંતાતૂર CM ઉદ્ધવ ઠાકરેએ તાબડતોબ PM મોદીને કર્યો ફોન


ચીન પર ફરી ભડકી ગયું અમેરિકા
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે એવા અનેક તરીકા છે જેનાથી તમે તેને જવાબદાર ઠેરવી શકો છો. જેમ તે તમે જાણો છો કે અમે ખુબ ગંભીર તપાસ કરી રહ્યાં છે અને અમે ચીનથી ખુશ નથી. ટ્રમ્પની આ નારાજગી અહીં જ ન અટકી. તેમણે આગળ ચીનને ઘેરામાં લેતા કહ્યું કે વુહાનથી જ આવેલા આ વાયરસને ફેલાતો અટકાવી શકાય તેમ હતો પરંતુ ચીને એમ કર્યું નહીં. 


અમેરિકા-ચીન વચ્ચે વાયરસ કરાવશે મહાયુદ્ધ?
આવામાં સવાલ એ ઉઠે છે કે ચીન પર ટ્રમ્પની વધતી નારાજગીનો અર્થ શું કાઢવો? શું ચીન પર અમેરિકી તપાસના પરિણામો સામે આવ્યાં બાદ બંને દેશોમાં યુદ્ધ શક્ય છે? શું કોરોના વાયરસ અમેરિકા અને ચીન વચ્ચે કરાવશે સૌથી મોટું યુદ્ધ?


કોરોનાથી અમેરિકામાં હજારોના મોત, છતાં ટ્રમ્પ પોતાના ગુણગાન ગાવામાંથી ઊંચા નથી આવતા


તમને આ વાતના સંકેત અમેરિકાથી હજારો માઈલ દૂર સાઉથ ચાઈના સીના તાજા હાલાતથી મળી શકે છે. સાઉથ ચાઈના સીથી મોટા અહેવાલ આવ્યાં છે. ચીનની પીપલ્સ લીબરેશન આર્મીનો દાવો છે કે તેણે દક્ષિણ ચીન સાગરમાં એક અમેરિકી જહાજને ટ્રેક કર્યા બાદ પોતાના વિમાન અને જહાજો દ્વારા બહારનો રસ્તો દેખાડી દીધો. 


સાઉથ ચાઈના સી બનશે યુદ્ધનું મેદાન?
ચીનનો દાવો છે કે સાઉથ ચાઈના સીમાં જોવા મળેલુ અમેરિકી વોરશિપ guided-missile destroyer USS Barry હતું. જે સાઉથ ચાઈના સીમાં Paracel Island પાસે જોવા મળ્યું હતું. હવે ચીનના પીએલએનો દાવો છે કે આ વોરશિપ મંજૂરી વગર સરહદમાં દાખલ થયું હતું. 


અત્યાર સુધી અમેરિકા તરફથી ચીનના આ ગંભીર આરોપ પર કોઈ સ્પષ્ટીકરણ કે જવાબ આવ્યાં નથી. પરંતુ તમને યાદ અપાવીએ કે થોડા દિવસ પહેલા જ અમેરિકાનું USA BUNKER HILL WARSHIP દક્ષણ ચીન સાગરના વિવાદિત મલેશિયન જળ વિસ્તારમાં દાખલ થઈ ગયું હતું. ત્યારબાદ લગભગ ઓસ્ટ્રેલિયાનું વોરશિપ પણ ચક્કર કાપી રહ્યું હતું. 


અમેરિકા કે ચીન, કોણ વધુ શક્તિશાળી?
તમારે અહીં એ જાણવું પણ જરૂરી બને છે કે જો ચીન અને અમેરિકા વચ્ચે જંગ છેડાઈ તો શું થશે? અમેરિકા અને ચીનમાં યુદ્ધના હાલાત બની શકે છે. આથી બંને દેશની સૈન્ય તાકાત સમજવી જરૂરી છે. 


કોરોના વાયરસને લઈને ફરીથી ચીન પર ઉઠ્યા સવાલ, અમેરિકાએ આપ્યું મહત્વનું નિવેદન 


સૌથી પહેલા રેન્કની વાત કરીએ તો અમેરિકા પહેલા નંબરે છે. જ્યારે ચીન ત્રીજા નંબરે છે. સૈનિકોની વાત કરીએ તો અમેરિકા પાસે 14 લાખ સૈનિક છે. જ્યારે ચીન પાસે 21 લાખ 83 હજાર સૈનિક છે. એટલે કે અહીં ચીન અમેરિકા કરતા આગળ છે. અમેરિકા પાસે કોમ્બેટ એરક્રાફ્ટ 2085 છે અને ચીન પાસે તેની સંખ્યા 1232 છે. અમેરિકા પાસે એટેક હેલિકોપ્ટર 967 છે અને ચીન પાસે 281 છે. અમેરિકા પાસે ટેન્ક 6289 જ્યારે ચીન પાસે 3500 છે. અમેરિકા પાસે જંગી જહાજ 715 છે જ્યારે ચીન પાસે 371 છે. પરમાણુ બોમ્બની વાત કરીએ તો અમેરિકા પાસે 6185 પરમાણુ બોમ્બ છે જ્યારે ચીન પાસે માત્ર 290 પરમાણુ બોમ્બ છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube