કોરોનાથી અમેરિકામાં હજારોના મોત, છતાં ટ્રમ્પ પોતાના ગુણગાન ગાવામાંથી ઊંચા નથી આવતા

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અનુમાન વ્યક્ત કર્યું છે કે કોરોના વાયરસ સંક્રમણના કારણે અમેરિકામાં 70,000 લોકોના જીવ જઈ શકે છે. પરંતુ એમ પણ કહ્યું કે શરૂઆતમાં વ્યક્ત કરાયેલું અનુમાન આ આંકડા કરતા ઘણું વધારે હતું. આ સાથે તેમણે એમ કહેવાની પણ કોશિશ કરી કે નવેમ્બરમાં થનારી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદારોએ કેમ ફરીથી તેમની જ પસંદગી કરવી જોઈએ. 

કોરોનાથી અમેરિકામાં હજારોના મોત, છતાં ટ્રમ્પ પોતાના ગુણગાન ગાવામાંથી ઊંચા નથી આવતા

વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અનુમાન વ્યક્ત કર્યું છે કે કોરોના વાયરસ સંક્રમણના કારણે અમેરિકામાં 70,000 લોકોના જીવ જઈ શકે છે. પરંતુ એમ પણ કહ્યું કે શરૂઆતમાં વ્યક્ત કરાયેલું અનુમાન આ આંકડા કરતા ઘણું વધારે હતું. આ સાથે તેમણે એમ કહેવાની પણ કોશિશ કરી કે નવેમ્બરમાં થનારી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મતદારોએ કેમ ફરીથી તેમની જ પસંદગી કરવી જોઈએ. 

ટ્રમ્પ આ મહિનામાં અનેકવાર અનુમાન કરી ચૂક્યા છે કે કોવિડ 19થી અમેરિકામાં લગભગ 60,000 લોકોના મોત થઈ શકે છે.  સોમવારે વ્હાઈટ હાઉસમાં એક પત્રકાર પરિષદમાં ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું અમેરિકી રાષ્ટ્રપતિ વિયેતનામ યુદ્ધની સરખામણીમાં છ અઠવાડિયામાં વધુ અમેરિકીઓના મોત થયા બાદ ફરીથી ચૂંટાવવા માટે હકદાર છે. અત્રે જણાવવાનું કે વિયેતનામ યુદ્ધમાં લગભગ 58,000 અમરિકી સૈનિકો માર્યા ગયા હતાં. 

જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના આંકડા મુજબ અમેરિકામાં કોવિડ 19થી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 55,000 પાર કરી ગઈ છે. ટ્રમ્પે કહ્યું કે દેશે અનેક લોકો ગુમાવ્યાં. 

જુઓ LIVE TV

તેમણે કહ્યું કે પરંતુ જો તમે શરૂઆતનું અનુમાન જુઓ તો 22 લાખ હતું તો અમે તેને સંભવત: ઘણું ઓછું કરીને 60,000 થી 70,000 પર લાવ્યાં છીએ. એક વ્યક્તિ માટે આટલું કરવું ઘણુ છે અને મારા વિચારમાં મેં સાચ્ચે જ ઘણા સારા નિર્ણયો લીધા છે. સરહદ બંધ કરવી કે ચીનથી આવતા લોકો પર પ્રતિબંધ લગાવવો એ મોટો નિર્ણય હતો. ટ્રમ્પે કહ્યું કે મારા મતે મેં ઘણું સારું કામ કર્યું છે. હું કહીશ કે એક વ્યક્તિ માટે આ ઘણું છે. 

આ હતું અનુમાન
તેમના આ તર્કનો આધાર એ અનુમાન છે કે જેમાં કહેવાયું હતું કે જો સામાજિક અંતરના માધ્યમથી કોરોના વાયરસને ફેલાતો અટકાવવાના પ્રયત્ન ન કરવામાં આવ્યાં તો અમેરિકામાં 15થી 22 લાખ લોકોના મોત થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news