ચીનમાં જીન પરિવર્તન કરી બાળકો પેદા કરવાનો દાવો કરનાર 3 સંશોધકોને જેલ
જીનમાં ફેરફાર કરી બાળકો પેદા કરવાનો દાવો કરનાર સંશોધકને ચીનની એક કોર્ટે ત્રણ વર્ષની જેલની સજા સંભળાવી છે. સંશોધક જિઆન કુઈની સાથે 2 અન્ય સંશોધકોને પણ કોર્ટે 18 મહિનાની સજા સંભળાવી છે.
પેઇચિંગઃ ચીનના વિવાદિત સંશોધક હી જીઆનકુઈને કોર્ટે 3 વર્ષની સજા સંભળાવી છે. સંશોધકે પાછલા વર્ષે જીત પરિવર્તન કરી બાળકો પેદા કરવાનો દાવો કરીને વિશ્વભરમાં સનસની મચાવી દીધી હતી. દક્ષિણી ચીનની એક કોર્ટે જીઆનફુઈની સાથે વધુ 2 સંશોધકોને પણ મેડિકલ પ્રેક્ટિસમાં બેદરકારીને દોષી ગણાવતા જેલની સજા સંભળાવી છે.
પાછલા વર્ષે જીનમાં ફેરફાર કરી બાળકો પેદા કરવાનો કર્યો હતો દાવો
સંશોધક ઉપર 430,000 અમેરિકન ડોલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. પાછલા વર્ષે નવેમ્બરમાં તેણે વિશ્વની સામે જીન્સમાં ફેરફાર કરીને બાળક પેદા કરવાનો દાવો કર્યો હતો. તેણે કહ્યું હતું કે ડીએનએમાં ફેરફારથી જન્મ થયેલા બાળકોને એચઆઈવી સંક્રમણથી બચાવી શકાય છે. તેમના આ દાવાથી વિજ્ઞાનની દુનિયામાં ઘણો વિવાદ થયો હતો. મેડિકલ ફીલ્ડથી જોડાયેલા ઘણા લોકોએ જીન બદલવાને વ્યવસાયના નૈતિક મૂલ્યોની વિરુદ્ધ ગણાવ્યું હતું. વિવાદ વધ્યા બાદ તત્કાલ આ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.
2 અન્ય સહયોગીઓને પણ 18 મહિનાની સજા
નાનશાન જિલ્લાની શેનઝેન નાગરિક કોર્ટે પોતાના નિર્ણયમાં તેના સહકર્મીઓને ગેરકાયદે મેડિકલ પ્રેક્ટિસના દોષી ઠેરવ્યા છે. ડી સાઉદર્ન યૂનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના પૂર્વ એસોસિએટ પ્રોફેસર રહી ચુક્યા છે. આ સાથે ઝાંગ રેલિન અને કિન જિનઝાઉને પણ દોષી ઠેરવવામાં આવ્યા છે. આ બંન્ને પ્રોફેસરોને 18 મહિનાની જેલની સજા સંભળાવી છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube