ન્યૂયોર્કઃ ચીનની આક્રમકતા અને વિસ્તારવાદી નીતિઓથી પરેશાન લોકો હવે વિશ્વભરમાં રસ્તા પર ઉતરી રહ્યાં છે. ન્યૂયોર્કના ટાઇમ્સ સ્કેવર પર ભારતીય અમેરિકી, તિબેટિયન અને તાઇવાની નાગરિકોએ ચીનની વિરુદ્ધ પ્રદર્શન કર્યું છે. આ દરમિયાન લોકો બાયકોટ ચાઇના અને સ્ટોપ ચાઇનીઝ એબ્યૂઝ જેવા પોસ્ટર સાથે જોવા મળ્યા હતા. બે દિવસ પહેલા શિકાગોમાં પણ ચીન વિરુદ્ધ મોટુ પ્રદર્શન થયું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટાઇમ્સ સ્કવેર પર ભેગા થયા લોકો
ઐતિહાસિક ટાઇમ્સ સ્ક્વેર પર મોટી સંખ્યામાં ભારતીય-અમેરિકી લોકોએ ચીન વિરુદ્ધ પ્રદર્શન કરતા ભારત માતાની જય અને અન્ય દેશભક્તિના નારા લગાવ્યા હતા. સાથે તેમણે ભારત વિરુદ્ધ ચીનની આક્રમકતાને લઈને તેનો (ચીનનો) આર્થિક બહિષ્કાર કરવા અને તેને રાજદ્વારી સ્તર પર અલગ પાડવાની પણ માગ કરી હતી. 


જાપાને આપ્યો શી જિનપિંગને ઝટકો, બંન્ને દેશોના સંબંધોમાં લાગ્યું ગ્રહણ 


બાયકોટ ચાઇનાથી ગૂંજ્યુ ટાઇમ્સ સ્ક્વેર
ન્યૂયોર્ક અને ન્યૂજર્સીમાં રહેતા ભારતીયો અને ભારતીય સંઘોના પરિસંઘ (એફઆઈએ)ના અધિકારીઓએ બાયકોટ ચાઇના, ભારત માતાની જય અને ચીની આક્રમકતાને રોકો જેવા નારા લગાવ્યા હતા. પ્રદર્શનકારીઓએ કોરોના વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખી માસ્ક પહેરીને પ્રદર્શન કર્યું હતું. તેમના હાથોમાં શહીદ જવાનોને સલામ કરતા પોસ્ટર હતા. 


તિબેટિયન અને તાઇવાનના લોકો પણ થયા સામેલ
પ્રદર્શનમાં તિબેટ અને તાઇવાન સમુદાયના લોકો પણ સામેલ થયા હતા. તેમણે તિબેટ ભારતની સાથે ઊભુ છે, માનવાધિકારો, અલ્પસંખ્યક સમુદારોના ધર્મો, હોંગકોંગ માટે ન્યાય, ચીન માનવતા વિરુદ્ધ અપરાધ રોકો અને બાયકોટ ચાઇનાના પો્સ્ટર હાથમાં રાખ્યા હતા. સમુદાયના નેતા પ્રેમ ભંડારી અને જગદીશ સહવાનીએ શુક્રવારે આ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. 


કોરોના વાયરસ અંગે WHO નો યુટર્ન, ચીનનો કપટી ચહેરો વિશ્વ સમક્ષ ઉઘાડો પડ્યોં


લોકો બોલ્યા- ચીનને આપીશું જવાબ
જયપુર ફુટ યૂએસએના અધ્યક્ષ ભંડારીએ કહ્યુ કે, આજે ભારત 1962થી અલગ છે. અમે ચીની આક્રમકતા અને તેની આંતરરાષ્ટ્રીય દાદાગીરીને સહન નહીં કરીએ. અમે ચીનના અહંકારનો જવાબ આપીશું. તેમણે કહ્યું કે, ભારતીય સમુદાય પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોની સાથે થયેલા ઘર્ષણમાં 20 (ભારતીય) જવાનોના શહીદ થવાથી ખુબ વ્યથિત છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube