ઈસ્લામાબાદ: પાકિસ્તાનની જે ઝડપી ગતિથી વસ્તી વધી રહી છે તેનાથી ત્યાની સુપ્રીમ કોર્ટ ખુબ ચિંતત થઈ છે અને તેણે વધતી વસ્તીને ટિક ટિક  કરતો ટાઈમબોમ્બ ગણાવ્યો છે. મંગળવારે સુપ્રીમ કોર્ટે ધાર્મિક વિદ્વાનો, નાગરિક સંગઠનો અને સરકારને જનસંખ્યા નિયંત્રણ કરવાના ઉપાયો વધારવા માટે અપીલ કરી છે. આ ઉપાયોગમાં પ્રતિ પરિવાર બે બાળકોનો નિયમ પણ સામેલ છે. ચીફ જસ્ટિસ સાકિબ નિસારના નેતૃત્વવાળી ત્રણ સભ્યોની એક પેનલે પાકિસ્તાનમાં જનસંખ્યા નિયંત્રણ સંબંધિત મામલાની સુનાવણી દરમિયાન આ વાત કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાન દુનિયામાં પાંચમો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં ધાર્મિક વિદ્વાનો, નાગરિક સંગઠનો અને સરકારને દેશમાં જનસંખ્યાને નિયંત્રણમાં રાખતી બાબતોનો પ્રચાર કરવા માટે પગલું લેવાની અપીલ કરી. એક્સપ્રેસ ટ્રિબ્યુનના અહેવાલ મુજબ પેનલે ઝડપથી વધી રહેલી જનસંખ્યાને ટિક ટિક કરતો ટાઈમ બોમ્બ ગણાવ્યો. ચીફ જસ્ટિસે કહ્યું કે સમગ્ર દેશે વસ્તી નિયંત્રણના પગલાંમાં સાથે ઊભા રહેવાની જરૂર છે. 


અત્રે જણાવવાનું કે આ અગાઉ પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સાકિબ નિસારે કહ્યું હતું કે તેમનું આગામી અભિયાન વધતી વસ્તી વિરુદ્ધ હશે. નોંધનીય છે કે વસ્તીને ધ્યાનમાં રાખતા પાકિસ્તાન દુનિયાનો પાંચમો સૌથી મોટો દેશ છે. મુસલમાન દેશમાં વધતી વસ્તી સંબંધિત એક મામલાની સુનાવણીમાં ચીફ જસ્ટિસે કહ્યું હતું કે જનસંખ્યા બોમ્બને નિષ્ક્રિય કરવા માટે લોકોમાં જાગરૂકતા ફેલાવવાની સાથે સાથે સંબંધિત કાયદો પણ જરૂરી છે. હાલ બ્રિટનના પ્રવાસે ગયેલા જસ્ટિસ નિસારે કહ્યું કે તેઓ પાકિસ્તાનમાં જનસંખ્યા નિયંત્રણ પર જાગરૂકતા ફેલાવવા માટે એક અભિયાન શરૂ કરવાનું વિચારી રહ્યાં છે. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...