Threat To US: આ ટચૂકડા દેશે અમેરિકાને આપી ધમકી, કહ્યું- ટ્રમ્પને મારી નાખીશું!
હાજીજાદેહે દેશની નેશનલ ટીવી ચેનલને જણાવ્યું કે હાલમાં જ 1650 KM રેન્જવાળી ક્રૂઝ મિસાઈલને ઈસ્લામિક રિપલ્બિક ઓફ ઈરાનના મિસાઈલ કાફલામાં સામેલ કરાઈ છે. દેશ હવે 2000 કિમીના અંતરે અમેરિકી ફાઈટર વિમાનોને તોડી પાડવા માટે સક્ષમ છે.
Iran still wants to kill Donald Trump: ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ ઘટ્યો નથી. ઈરાને એકવાર ફરીથી પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પૂર્વ વિદેશમંત્રી માઈક પોમ્પિયોની હત્યાની કસમ ખાધી છે. આ વખતે ઈરાની જનરલ અમીરાલી હાજીજાદેહે કહ્યું છે કે અમે કાસીમ સુલેમાનીની હત્યાનો બદલો જરૂર લઈશું. કાસીમ સુલેમાનીની જાન્યુઆરી 2020માં ઈરાકમાં અમેરિકી ડ્રોન હુમલામાં હત્યા કરવામાં આવી હતી.
જખમ ભૂલ્યા નથી- હાજીજાદેહ
વાત જાણે એમ છે કે તેહરાનની નવી ફૌજી કમાન્ડ્સમાં એક ગાર્ડ્સ એરોસ્પેસના યુનિટ કમાન્ડર જનરલ અમીરાલી હાજીજાદેહે એક ઈરાની ટેલીવિઝન ઈન્ટરવ્યુમાં કહ્યું કે 'અમને આશા છે કે અમે ટ્રમ્પ, પોમ્પિયો, મેકેન્ઝી (પૂર્વ અમેરિકી જનરલ) અને સૈન્ય કમાન્ડરોને મારી શકીએ છીએ, જેમણે સુલેમાનીને મારવાનો આદેશ આપ્યો હતો. અમે કશું ભૂલ્યા નથી કે કેવી રીતે પોતાના હિતોને ધ્યાનમાં રાખીને ટ્રમ્પે ઈરાકમાં હુમલા કરાવ્યા અને દોષનો ટોપલો ઈરાન પર ઢોળી દીધો. ધમકીઓ મળવા છતાં અમે ચૂપ બેઠા નથી.'
Video: Mayya Mayya ગીત પર છોકરીએ કર્યો હોટ બેલી ડાન્સ, લોકો પાણી પાણી થઈ ગયા
રશિયા-યુક્રેન યુદ્ધમાં ભારતે પરમાણુ હુમલો થતો અટકાવ્યો, USના વિદેશ મંત્રીનો ખુલાસો
નસીબ ખેલ કરી ગયું! મહિલા ભૂલથી ખાઈ ગઈ એવી વસ્તુ, જેનાથી મળી શકતા હતા 1 કરોડ રૂપિયા!
ઈરાને બનાવી નવી મિસાઈલ
આ બધા વચ્ચે પશ્ચિમી મીડિયાના હવાલે કહેવાઈ રહ્યું છે કે ઈરાને પોતાની જૂની કસમ પૂરી કરવા માટે નવી મિસાઈલ બનાવી છે. જેની મારક ક્ષમતા ઈઝરાયેલ સુધી હોવાનું કહેવાય છે. હાજીજાદેહે દેશની નેશનલ ટીવી ચેનલને જણાવ્યું કે હાલમાં જ 1650 KM રેન્જવાળી ક્રૂઝ મિસાઈલને ઈસ્લામિક રિપલ્બિક ઓફ ઈરાનના મિસાઈલ કાફલામાં સામેલ કરાઈ છે. ઈરાન હવે 2000 કિમીના અંતરે અમેરિકી ફાઈટર વિમાનોને તોડી પાડવા માટે સક્ષમ છે.
ઈરાનના નેશનલ ટીવી પર આ ઈન્ટરવ્યુના પ્રસારણ દરમિયાન આ મિસાઈલનું ફૂટેજ પણ દેખાડવામાં આવ્યું છે. બીજી બાજુ અમેરિકાએ ઈરાનની આ હિમાકત પર ચિંતા વ્યક્ત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube