નસીબ ખેલ કરી ગયું! મહિલા ભૂલથી ખાઈ ગઈ એવી વસ્તુ, જેનાથી મળી શકતા હતા 1 કરોડ રૂપિયા!

એક મહિલાને સ્નેક્સના પેકેટમાંથી દિલના આકારની ચિપ્સ મળી આવી હતી. તેણે તેનો ફોટો લીધો અને પછી તે ખાઈ ગઈ. પરંતુ પાછળથી તેને ખબર પડી કે તેણે હાર્ટ શેપ્ડ ચિપ્સ ખાઈને ભૂલ કરી હતી અને તેણે 1 કરોડ રૂપિયા જીતવાની તક ગુમાવી દીધી હતી.

નસીબ ખેલ કરી ગયું! મહિલા ભૂલથી ખાઈ ગઈ એવી વસ્તુ, જેનાથી મળી શકતા હતા 1 કરોડ રૂપિયા!

ઝી બ્યુરો/નવી દિલ્હી: ક્યારેક આપણી સાથે નસીબ ખેલ કરી જતું હોય છે. આવો કિસ્સો હાલ પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનામાં એક મહિલા ભૂલથી સ્નેક્સના પેકેટમાંથી એક એવી ચિપ્સ ખાઈ ગઈ જે તેણે કરોડપતિ બનાવી શકતી હતી. પરંતુ આ મહિલાને ખબર નહોતી અને તેણે આ ભૂલ કરી નાંખી હતી. 

આ કિસ્સાની વાત કરીએ તો એક મહિલાએ સ્નેક્સનું એક પેકેટ ખરીદ્યું હતુ. અને તેમાંથી તેણે દિલ શેપવાળી ચિપ્સ જોઈ હતી. ત્યારબાદ તેણે ચીપ્સનો ફોટો પણ પાડ્યો અને ત્યારબાદ ખાઈ ગઈ હતી. પરંતુ બાદમાં મહિલાને ખબર પડી કે તેણે જે દિલ શેપવાળી ચિપ્સ ખાઈને ભૂલ કરી નાંખી છે અને 1 કરોડ રૂપિયા જીતવાનો મોકો ગુમાવી દીધો છે. બાદમાં તેણે આ વાતનો ખુબ પસ્તાવો થયો પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું.

ધ મિરરના એક રિપોર્ટ મુજબ, બ્રિટેનના Shropshireની રહેવાસી 40 વર્ષની ડોન સેગરને હાલમાં સ્નેક્સના પેકેટમાંથી દિલના શેપવાળી ચિપ્સ મળી.ત્યારબાદ જોઈને તેમણે નવાઈ લાગતા તેમણે ચિપ્સનો ફોટો પાડ્યો અને પછી તે ચિપ્સ ખાઈ ગયા. બાદમાં સેગરને ખબર પડી કે આ એકલી ચિપ્સ તેણે 99 લાખ 50 હજાર રૂપિયા સુધી જીતાડી શકતી હતી.

No description available.

સેગર એક સુપરમાર્કેટમાં કામ કરે છે. ગત અઠવાડિયે તે પોતાની શિફ્ટ શરૂ થયા પહેલા Ready Salted નામના સ્નેક્સને ખાઈ રહી હતી. આ કુરકુરે જેવા હોય છે અને તેણે Walkers નામની કંપની બનાવે છે. પેકેટમાંથી ખાતા ખાતા સેગરને એક દિલ શેપવાળી ચિપ્સ મળે છે. સેગરને આ ચિપ્સ યૂનિક લાગી હતી. તેણે ચિપ્સનો ફોટો પાડ્યો અને પોતાના મિત્રોને મોકલી લીધો હતો. પછી તે દિલવાળી ચિપ્સને ખાઈ ગઈ હતી. થોડાક સમય પછી તેમના મિત્રોએ તેણે મેસેજ કરી જણાવ્યું કે દિલવાળી ચિપ્સ તમને લાખો રૂપિયા જીતાડી શકે છે કારણ કે તેણે બનાવનાર કંપનીએ એક ઓફર રાખી છે. ઓફર અનુસાર, જે દિલ શેપવાળી ચિપ્સ લાવશે, તેણે 99 લાખ રૂપિયાથી વધુનું ઈનામમાં ભાગ લેવાનો મોકો મળશે.

આ સાંભળીને સેગરને ઝટકો લાગ્યો અને તે જે ચિપ્સ ખાઈ ગઈ હતી તેના બદલે પસ્તાવો થવા લાગ્યો. કંપનીની આ ઓફર 20 માર્ચ સુધીની હતી. જો કે, કંપનીનું કહેવું છે કે તેમના સ્નેક્સના અન્ય પેકેટમાં પણ દિલ શેપવાળી ચિપ્સ હશે. લોકો પોતાની કિસ્મત અજમાવી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news