નવી દિલ્હી: વર્ષ 2020 ભલે સામાન્ય લોકો માટે કંઇ ખાસ રહ્યું નથી પરંતુ સ્કાઈવોચર્સ (Skywatchers) અને એસ્ટ્રોનોમર્સ (Astronomers) માટે ખુબજ ખાસ રહ્યું છે. લગભગ દર મહિને સુંદર નજારો આકાશમાં જોવા મળે છે અને હજુ ઘણું બધુ જોવા મળી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

19 નવેમ્બરની રાતે દુનિયાના ઘણા ભાગમાં આવો જ એક દુર્લભ નજારો જોવા મળ્યો, જ્યારે ચંદ્ર (Moon), શનિ (Saturn) અને ગુરૂ (Jupiter) ત્રિકોણ એટલે Triangle બનાવતા જોવા મળ્યા. તેની ખાસ વાત એ છે કે, આગામી મહિને ફરી આવો જ એક નજારો જોવા મળશે. આવતા મહિને આ દુર્લભ નજારો એટલા માટે ખાસ છે કેમ કે, તે 20 વર્ષમાં એકવાર જ જોવા મળે છે.


આ પણ વાંચો:- White Houseમાં બન્યા રહેવાનું ટ્રમ્પનું સપનું તૂટ્યું, આ છેલ્લો દાવ પણ થયો નિષ્ફળ


આકાશમાં જોવા મળ્યા કેટલાક દુર્લભ નજારા
19 નવેમ્બરના આકાશમાં અંધારુ થવાની સાથે જ ચંદ્ર જોવા મળ્યો અને થોડીવારમાં પહેલા ગુરૂ અન ત્યારબાદ શનિ પણ જોવા મળ્યો હતો. આ નજારો થોડીવાર જ રહ્યો હતો પરંતુ આ દુર્લભ નજારાને કેમેરામાં કેદ કરવામાં સ્કાઇવોચર્સે વિલંબ કર્યો નહીં. લોકોએ દુરબીન અને નાના ટેલિસ્કોપ (Telescope)ની મદદથી આ નજારો જોયો.


એટલું જ નહીં ચંદ્રના ખાડાઓ પણ અને ગુરુના ચંદ્ર પણ દેખાતા હતા. નાના ટેલિસ્કોપની મદદથી શનિની રિંગ્સ પણ જોવા મળી. કદાચ તમને આ જાણીને દુ:ખ થાય છે પરંતુ અફસોસ કરવાની જરૂર નથી. જે લોકો આ નજારો જોઈ શક્યા ન હતા, તેઓ આવતા મહિનાની રાહ જોઇ શકે છે.


આ પણ વાંચો:- રાજકુમારીનું Bodyguard સાથે અફેર, મોઢું બંધ રાખવા માટે લૂંટાવી કરોડોની રકમ


ડિસેમ્બરમાં ફરી બનશે સંયોગ
ડિસેમ્બરમાં શનિ (Saturn) અને ગુરૂ (Jupiter) ફરી એકબીજાની નજીક રહેશે. ડિસેમ્બરમાં વધુ એક ખાસ દુર્લભ ઘટના પણ બનશે. જેને The Great Conjunction કહેવામાં આવે છે. જ્યારે ચંદ્ર બે અન્ય ગ્રહોની સાથે એક જ Celestial Longitudeમાં હોય છે. તો તેને કંજક્શન (Conjunction) કહેવામાં આવે છે.


ગુરૂ અને શનિના Conjunction 19.6 વર્ષમાં એક વખત થયા છે અને 1623 બાદ 21 ડિસેમ્બરના આ સૌથી નજીક જોવા મળશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube