ચીન વિરૂદ્ધ અમેરિકાની વધુ એક કાર્યવાહી, 5 મોટી કંપનીઓ પર લગાવ્યો બેન
ડોનાલ્ડ ટ્રમ્પ વહિવટીતંત્ર (Donald Trump Administration)એ ચીન પર મોટી એક્શન લીધી છે. જોકે ટ્રમ્પ વહિવટીતંત્રએ ચીની કંપનીઓ વિરૂદ્ધ નવા આયાત પ્રતિબંધ (New Import Restrictions) લગાવ્યો છે.
વોશિંગ્ટન: ડોનાલ્ડ ટ્રમ્પ વહિવટીતંત્ર (Donald Trump Administration)એ ચીન પર મોટી એક્શન લીધી છે. જોકે ટ્રમ્પ વહિવટીતંત્રએ ચીની કંપનીઓ વિરૂદ્ધ નવા આયાત પ્રતિબંધ (New Import Restrictions) લગાવ્યો છે. ટ્રમ્પ વહિવટીતંત્રનો આરોપ છે કે ચીનના પશ્વિમ શિનજિયાંગ ક્ષેત્ર (Xinjiang Region)માં જે પ્રોડક્ટનું ઉત્પાદન થાય છે ત્યાં કેમ્પોમાં લોકોને ગુલામ (Slave Labour) અથવા એમ કહીએ કે બળજબરીપૂર્વક મજૂર બનાવીને કામ કરાવવામાં આવે છે.
ચીને કર્યું લોકોના માનવાધિકારોનું હનન
અમેરિકાએ ચીનના પશ્વિમી શિનજિયાંગ (Xinjiang) પ્રાંતના જે સામાનને પ્રતિબંધત કરવામાં આવ્યો છે કે તેમાં સંદિગ્ધ સામૂહિક જેલ શિબિરના ઉત્પાદન પણ સામેલ છે. તાજેતરના દિવસોમાં અમેરિકાએ ચીન વિરૂદ્ધ કડક પગલાં ભર્યા છે. ત્યારબાદ ટ્રમ્પ વહિવટી તંત્ર ડ્રેગનના વિરૂદ્ધ એક નવા US ટ્રેડ એક્શન લીધા છે. અમેરિકાના શિનજિયાંગ ક્ષેત્રમાં માનવાધિકારોનું હનન (Human Rights Abuses) ના આરોપોને ધ્યાનમાં રાખતાં આ કાર્યવાહી કરી છે. આ એક્શનમાં અમેરિકાએ ચીની અધિકારીઓ અને વ્યવસાયોને ટાર્ગેટ કર્યા છે.
ભારત-અમેરિકા બાદ હવે પાકિસ્તાનમાં પણ બેન થયું TikTok, આ છે કારણ
ચીનની આ કંપની પર લગાવ્યો પ્રતિબંધ
તમને જણાવી દઇએ કે શિનજિયાંગ (Xinjiang) માં પાંચ કંપનીઓ અને પૂર્વ અનહુઇ પ્રાંતમાં એક છે. આ કંપનીઓમાં પહેરવેશ, કપાસ એટલે કે સુતર, કોમ્યુટર પાર્ટ્સ અને બાળકોની પ્રોડક્ટ્સ (Hair Procudts)નું નિર્માણ થાય છે. આ પ્રકારના માલને અમેરિકાએ બ્લોક કરી દીધા છે. તો બીજી તરફ તે કંપનીઓ છે જે સંયુક્ત રાજ્ય અમેરિકાની સીમા શુલ્ક અને સીમા સુરક્ષા (USCBP) ના નવા પ્રતિબંધ દાયરામાં આવે છે.
ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube