વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો ભલે ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ન સ્વીકારી રહ્યા હોય પરંતુ તેમના પરિવારના અનેક સભ્યોને લાગે છે કે હવે તેમણે પોતાની 'જીદ' છોડી દેવી જોઈએ. CNN ના રિપોર્ટ મુજબ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર(Jared Kushner) અને પત્ની મેલાનિયા(Melania Trump) ઈચ્છે છે કે ટ્રમ્પ પોતાની હાર સ્વીકારી લે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Joe Biden રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીત્યાની સાથે જ ભારતીયો માટે આવ્યા સારા સમાચાર


પુત્ર પિતા સાથે
કુશનર ટ્રમ્પને મનાવવા માટે વ્હાઈટ હાઉસ પણ ગયા હતા પરંતુ તેમને નિરાશા સાંપડી. ડોનાલ્ડ ટ્રમ્પ આ મામલે કઈ જ સાંભળવા તૈયાર નથી. એવું પણ કહેવાઈ રહ્યું છે કે પુત્રી ઈવાન્કા ટ્રમ્પ પણ પોતાના પિતાના આવા અડિયલ વલણથી નારાજ છે પરંતુ તેમના ભાઈ પિતાની સાથે છે. ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયર અને એરિકે સહયોગીઓને કહ્યું કે પરિણામ નો સ્વીકાર ન કરે અને દબાણ બનાવવાનું ચાલુ રાખે. સીધા શબ્દોમાં કહીએ તો ચૂંટણીના પરિણામોને લઈને ટ્રમ્પ પરિવારમાં બે ફાડચા પડી ગયા છે. 


જીતના જન્નમાં ડૂબ્યા જો બાઇડેન, ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા- આ લોકો ચોર છે, આ ચોરીની ચૂંટણી હતી


વાત અવગણી નાખી
CNNએ સૂત્રોના હવાલે જણાવ્યું છે કે ટ્રમ્પના જમાઈ અને તેમના વરિષ્ઠ સલાહકાર જેરેડ કુશનરે ચૂંટણી પરિણામોને લઈને ટ્રમ્પ સાથે વાત કરી. તેમણે ટ્રમ્પને સમજાવ્યું કે તેમણે મામલો આગળ વધારવાની જગ્યાએ પરિણામોને સ્વીકારી લેવું જોઈએ. પરંતુ ટ્રમ્પ તેમની વાતને અવગણી નાખી.એટલું જ નહીં મેલાનિયા ટ્રમ્પે પણ તેમને મનાવવાની ઘણી કોશિશ કરી પરંતુ ટ્રમ્પ કોઈનું પણ સાંભળવા તૈયાર નથી. 


આ એક આદતના કારણે ભારતીયોથી દૂર ભાગી રહ્યો છે જીવલેણ કોરોના!, અત્યંત ચોંકાવનારો ખુલાસો


સ્પષ્ટ કરી દીધા ઈરાદા
ડોનાલ્ડ ટ્રમ્પ શરૂઆતથી જ એવું કહેતા આવ્યા છે કે ચૂંટણીમાં મોટા પાયે ગડબડી થઈ છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ કાયદાકીય વિકલ્પના સહારે આ લડાઈને આગળ વધારશે. ટ્રમ્પના બંને પુત્રો પણ આ મામલે તેમના જેવા વિચાર ધરાવે છે. આ જ કારણ છે કે ટ્રમ્પ કોઈનું પણ સાંભળવા તૈયાર નથી. આ બાજુ ટ્રમ્પ કેમ્પેઈને પણ કાયદાકીય લડત માટે ફંડ ભેગું કરવાનું શરૂ કરી દીધુ છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube